Connect with us

જામનગર

હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી

મોરકંડાના પાટિયા પાસેથી બાતમીના આધારે દબોચી લીધું : વચગાળાના ફરારી આરોપીને ઝડપી લેતુ એસઓજી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર પંચકોશી બી ડિવિઝનમાં હત્યાના ગુન્હામાં બે વર્ષથી ફરારી આરોપીને એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે મોરકંડા ગામના પાટીયા પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી. જામનગર જિલ્લામાં વચગાળાના ફરારી આરોપીને દરેડમાંથી એસઓજીની ટીમે ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના પંચકોશી બી ડિવિઝનમાં વર્ષ 2013ના હત્યાના ગુન્હામાં ઝડપાયેલો ભરતસિંહ ઉર્ફે ભરતો ગુમાનસિંહ જાડેજા (રહે.મુંગણી) નામનો શખ્સ પેરોલ પર છૂટ્યા બાદ બે વર્ષથી ફરાર હતો અને આ ફરારી આરોપી અંગેની એલસીબીના હરદિપ ધાંધલ અને ભગીરથસિંહ સરવૈયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે મોરકંડા ગામના પાટીયા પાસેથી દબોચી લઇ પંચકોશી બી ડિવિઝનને સોંપી આગળની કાર્યવાહી હાથધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ એફસીઆઇ ગોડાઉન સામે રહેતો અને વચગાળાના જામીન પર ફરારી જગદિશ ખેંગાર રાઠોડ નામનો આરોપી તેમના ઘરે આવ્યો હોવાની એસઓજીના અરજણ કોડિયાતર અને ધનશ્યામ ડેરવાડિયા તથા દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એસઓજી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી.વિછી તથા વી.કે.ગઢવી અને સ્ટાફે દરેડમાંથી જગદિશને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.

જામનગર

જામનગરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે દૂધ ગરમ કરવા જતા સમયે અકસ્માતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જામનગર શહેરના સાધના કોલોની એમ-75 સામે આવેલા મયુર બંગલોમાં રહેતા પ્રશાંતભાઈ શુકલાનો પુત્ર ધ્રુવ શુકલા (ઉ.વ.18) નામના વિપ્ર યુવકે શુક્રવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મેહુલભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા વાલીબેન જાલુભાઈ ધોડા નામની યુવતી ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે દૂધ ગરમ કરતી હતી તે દરમિયાન પવનના કારણે ચૂલાના ઝાળ કપડામાં અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પાલરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર. આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ થશે જામ્યુકોનું બજેટ

કર દર દરખાસ્તોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ જામનગર મહાપાલિકાનું બજેટ રજૂ થશે. આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ જામ્યુકોની સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ બજેટમાં કોઇપણ નીતિ વિષયક દરખાસ્ત કે નિર્ણયો કરવામાં આવશે નહીં. જામનગર મહાપાલિકાનું નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચીફ એકાઉન્ટન્ટ દ્વારા બજેટને કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિશનર જ તેને મંજૂરી આપશે. જો કે, આ બજેટને અંતિમ મંજૂરી કોણ આપશે તે હજુ નિશ્ર્ચિત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં બજેટને સામાન્ય સભામાં બહાલી આપી દેવાની હોય છે. પરંતુ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી બોડી રચાઇ તેવી સંભાવના ઓછી હોય હાલ તૂર્ત કમિશનર જ આ બજેટને મંજૂરી આપશે અને આગળનો નિર્ણય રાજય સરકારની સૂચના મુજબ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર બજેટની દરખાસ્તો રાબેતા મુજબની હશે. જેમાં હાલના કર દર જે છે તે પ્રમાણે જ રાખવામાં આવશે. જો કે, કાયદાકિય જોગવાઇ મુજબ નવી બોડી આવ્યા બાદ પુરક બજેટ રજૂ કરીને નવી કર દરની દરખાસ્તો કરી શકે છે. ઉપરાંત નીતિ વિષયક બાબતોનો પણ ઉમેરો કરી શકાય છે.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં 10 કરોડની છેતરપિંડી પ્રકરણમાં મહિલા સહિત ચાર શખ્સની ધરપકડ

બે એસી અને ફર્નિચર કબ્જે: અન્ય ત્રણ શખ્સોની શોધખોળ : ઝડપાયેલા શખ્સોની રિમાન્ડની તજવીજ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને આર્મીના નિવૃત્ત કર્મચારીને નાણાં રોકવાની લાલચ આપી 33 લાખ રૂપિયા લઇ બે મહિલા સહિત સાત શખ્સોએ વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી તેમજ અન્ય વ્યક્તિઓના 2.77 કરોડ મળી 3 કરોડ અને બીજા શહેરોમાંથી આ જ રીતે આશરે સાત કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરાવી કુલ રૂા.10 કરોડની છેતરપિંડી આચર્યાની નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શેરબજારમાં નાણાંનું રોકાણ કરાવી પૂષ્કળ ફાયદો અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડીના બનાવમાં પીએન માર્ગ પર આવેલા નિયોસ્કેવરમાં જી-39 ઓફિસમાં ઓમ ટ્રેડીંગના નામે શરૂ થયેલી પેઢીના સંચાલક અને કર્મચારીઓ દ્વારા જુદાં-જુદાં વ્યક્તિઓને શેરબજારમાં રોકાણ કરાવી ચોકકસ વળતર અપાવવાની લાલચ આપી આશરે 10 કરોડની ઉચાપાત આચરી હતી. આ પેેઢી દ્વારા જામનગરમાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપસિંહનેે ચોકકસ વળતરના નામે લાલચ આપી સમયાંતરે રૂા.33 લાખનું રોકાણ ઓમ ટ્રેડીંગમાં કરાવ્યું હતું.

તેમજ નિવૃત્ત આર્મીમેન સહિત જામનગરના અંદાજે 60 થી 65 જેટલા રોકાણકારો પાસેથી રૂા.3,10,25,000નં રોકાણ ઓમ ટ્રેડીંગના સંચાલકોએ કરાવ્યું હતું. ત્યારબાદ આ રોકાણકારોને વળતર આપવામાં ધાંધિયા કરવામાં આવ્યાં હતાં. જેથી નિવૃત્ત આર્મીમેન સહિતના રોકાણકારો દ્વારા ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણાં પરત મેળવવા માટેના પ્રયાસો થતા ઓમ ટ્રેડીંગના હિરેન મહેન્દ્ર ધબ્બા, મહેન્દ્ર ધબ્બા, જય મહેન્દ્ર ધબ્બા, આશાબેન હિરેન ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસિફ બસીર શેખ અને એકાઉન્ટન્ટ સંગીતાબેન સહિતના સાત કર્મચારીઓનો સંપર્ક ન થવાથી નાણાંની ઉચાપાત થયાનું જણાતા રણવીર પ્રતાપસિંહે આ બનાવ અંગે સાત શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણાંધારકોની યાદી બનાવી તપાસ હાથ ધરતા આ પ્રકરણમાં જામનગર જિલ્લાના આશરે 65 જેટલા લોકોએ નાણાં રોકયા હોવાનું તેમજ આ રકમ 10 કરોડ જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.

આ પ્રકરણમાં પોલીસે મહેન્દ્ર જમનાદાસ ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, સંગીતાબેન મેઘરાજ તથા તોસિફ શેખ નામના ચાર શખ્સોને ઝડપી લઇ ફર્નિચર તેમજ બે એસી કબ્જે કરી બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ