Connect with us

રાષ્ટ્રીય

10 હજાર બેડવાળું દુનિયાના સૌથી મોટા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ

રાજનાથસિંહ અને અમિત શાહ દ્વારા DRDO ના 1000 બેડવાળા સેન્ટરનું ઉદ્દઘાટન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વનું સૌથી મોટી કોવિડ કેર સેન્ટર આજથી રાજધાની દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. કેંટોનમેન્ટમાં બનેલા આ હંગામી સેન્ટરનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ કોવિડ -19 હોસ્પિટલ રાખવામાં આવ્યું છે. ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમાં 250 ICU બેડ સહિત 10 હજાર બેડ છે.

આ કોવિડ કેર સેન્ટર 11 દિવસમાં તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલે કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ તેની મુલાકાત લીધી હતી. DRDOના અધ્યક્ષ જી સતીષ રેડ્ડી અને આઇટીબીપી ચીફ એસ.એસ. દેસ્વાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજનાથે કહ્યું હતું કે આ હોસ્પિટલને DRDO, ગૃહ મંત્રાલય અને ટાટા સન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિત ઘણા સંગઠનોએ સાથે મળીને તૈયારી કરી છે.  તેને સંમગ્ર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ધારા-ધોરણો પ્રમાણે તૈયાર કરાઈ છે. અહીં અમે કોરોના દર્દીઓને સારી સારવાર આપીશું અને તેને બીમાર લોકોની સુરક્ષા માટે તૈયાર કરાઈ છે. બીજી તરફ સેના દુશ્મનોથી આપણી સુરક્ષા કરી રહી છે.

રાષ્ટ્રીય

ચેન્નાઈમાં પણ પડ્યો છે બૈરુતના બ્લાસ્ટ જેવો મોતનો સમાન

700 ટન એમોનિયમ નાઈટ્રેટના સંગ્રહથી લોકોમાં વ્યાપ્યો ભય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બૈરુતમાં એમોનિયમ નાઇટ્રેટના અસુરક્ષિત જથ્થાના કારણે ૧૩૫ લોકોના મોત અને હજારો લોકો ઘાયલ થયાના બે દિવસ પછી  તમિલનાડુની રાજધાની ચેન્નાઇની બહાર વર્ષોથી પડેલાી ૭૦૦ ટન વિસ્ફોટક કેમિકલને લઇને લોકોમાં ગભરાટ અને ચિંતા વ્યાપી ગઇ છે. આ કેમિકલ વર્ષોથી કસ્ટમ વિભાગની કસ્ટડીમાં છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ફટાકડા અને ખાતરના નિર્માણમાં આ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૧૫માં ચેન્નાઇ પોર્ટ ખાતેથી કેમિકલનો આ  જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારથી ૭૦૦ ટન વિસ્ફોટક કેમિકલ ત્યાં જ પડી રહ્યો છે. જો કે ચેન્નાઇ પોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટકોનો આ જથ્થો હવે અમારી કસ્ટડીમાં નથી.

પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ૨૦ ટન એમોનિયમ નાઇટ્રેટથી ભરેલા ૩૬ કન્ટેનરને ઘણા સમય પહેલા જ અહીંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા હતાં અને હવે તે કસ્ટમ વિભાગના અંકુશમાં છે.

કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સત્તવા કન્ટેનર ડેપોમાં ૬૯૭ ટન એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો સ્ટોર કરીને રાખ્યો છે. શ્રી અમ્માન કેમિકલ દ્વારા આ જથ્થો ગેરકાયદે આયાત કરવામાં આવ્યો હતો. અમે આ જથ્થાનો નાશ કરવા માટે કાર્ય કરી છીએ.

આ અધિકારીએ જથ્થાનો નાશ કરવામાં વિલંબ થઇ રહ્યો હોવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો અન ગયા વર્ષે નવેમ્બરમાં કોર્ટે આ અંગે ચુકાદો આપ્યો હતો. અમે કેમિકલના ઇ-હરાજીની પ્રક્રિયા શરૃ કરી દીધી છે.

બૈરુતની દુખદ ઘટના પછી પીએમકેના વડા ડો. રામાદોસે આ વિસ્ફોટકોનો સુરક્ષિત નાશ કરવાની માગ કરી છે. આ કેમિકલને કારણે અહીં પણ બૈરુત જેવી ઘટના થવાનો ખતરો હોવાનું તેમણે જણાવ્યું છે.

 

 

વધુ વાંચો

રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં 4-જી સેવા: સરકાર શું કહે છે?

જમ્મુ-કાશ્મીરમાં 4-જી સેવા: સરકાર શું કહે છે?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જમ્મુ-કાશ્મીરમાં 4-જી સેવાને લઇને એક યાચિકા સુપ્રિમ કોર્ટમાં દાખલ થઇ હતી. આજે શુક્રવારે સુપ્રિમ કોર્ટે આ યાચિકાની સુનાવણી કરી. કેન્દ્ર સરકાર તરફથી આ મામલામાં સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યાં હતાં. તેઓએ અદાલતને જણાવ્યું કે, અદાલત દ્વારા જે નિર્દેશો આપવામાં આવ્યા છે તે મુજબ સમિતિનું ગઠન કરી લેવામાં આવ્યું છે.

તુષાર મહેતાએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે, અગાઉના એલજીએ આ મુદ્દે એક પ્રેસ ઇન્ટરવ્યુ આપ્યો હતો. હવે LG ને બદલાવવામાં આવ્યા છે. મહેતાએ એમ પણ કહ્યું કે, તેઓને નિર્દેશો મેળવવા તથા પ્રતિક્રિયાઓ દાખલ કરવામાં સમયની જરૂર પડશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મને અહીં સાફ-સુફી માટે મોકલ્યો છે : કાશ્મીરના મુખ્ય સચિવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ BVR સુબ્રહ્મણ્યમ એ જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ના ભૂતકાળના ભષ્ટાચાર પર બુક લખું તો એ બુક બેસ્ટ સેલર બની જાય છે.  દેશના સર્વોચ્ચ નેતા એ મને આ વિસ્તારમાં ‘સાફસૂકી’ માટેની ફરજ સૌપી છે.

તેઓ જણાવે છે, અહીં કોઇ જ નિયમો કે પ્રક્રિયાઓનું પાલન થતું ન હતું. દેશમાં ધણાં સ્થળોએ કામ કર્યુ છે. પરંતુ આટલી ગંદકી મેં કયાંય જોઇ નથી.

BVR કહે છે : અહીંની  સરકારોએ પોતાના લોકોને ફાયદો કરવવા માટે ભ્રષ્ટ રીત રસમોથી કામ કર્યું. સરકારી નાણાં અમુક ચોકકસ પરિવારો પૂરતાં સીમિત કરી દેવાયા હતા. નેતાઓ, બ્યૂરોક્રસી, ન્યાયતંત્ર, ઉદ્યોગો, બેન્કર્સએ, સંયુકત રીતે રાજયની હાલત ખરાબ કરી દીધી. નિયમ અને કાયદાઓ એ રીતે ધડયા કે, ભ્રષ્ટાચાર સિસ્ટમ બની ગયો. પાંચ-દસ વર્ષથી રાજયમાં અંદાજે રૂા. 6500 કરોડના પ્રોજેકટ થંભી ગયા છે. ફિઝિકલ એજયુકેશનના અંદાજે 2700 જેટલાં શિક્ષકોને કોઇ જ પરીક્ષા વિના કોન્ટ્રાકટ પર નિયુકિત આપવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર બેંકને પણ સુનિયોજિત રીતે લૂંટવામાં આવી છે. વ્યવસાયીઓને પ્લાનથી વધુ લોનો આપવામાં આવતી હતી. બાદમાં ધિરાણોને ગઙઅ બનાવી નાંખવામાં આવતું હતું.

હવે ટુંક સમયમાં અહીં અંદાજે 35000 યુવાનોને નોકરી માટેની જાહેરાતો આપવામાં આવશે. આવનારા વર્ષોમાં ખાનગી ક્ષેત્રોમાં 4 થી 5 લાખ રોજગારીની તકો સર્જાશે.

રાજયમાં અગાઉ હાથમાં હથિયારો લઇ દેખાડો કરવાની ફેશન હતી. હવે હથિયારો મળતાં નથી. પોલીસે 504 અલગતાવાદીઓને સાંદાં વ્યવહારની અપેક્ષાએ છોડયા છે. એમ મુખ્ય સચિવ જણાવે છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ