Connect with us

શહેર

કિશાન કોંગ્રેસના અધ્યક્ષ પર પોલીસ દમનનો વિરોધ

જામનગર કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને પાઠવ્યું આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજરોજ જામનગર જિલ્લા કલેકટરને કાલાવડ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, વિરોધપક્ષ નેતા અલતાફભાઈ ખફી તથા જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા દ્વારા આવેદન આપી રજુઆત કરી કે વૈશ્વિક કોરોના મહામારીમાં ૫૫ દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા – રોજગાર બંધ છે.

સામાન્ય – મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોઘી વિજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો PM CARE FUND માં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિઓ રાજકોટ કલેક્ટર સમક્ષ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વહિવટીતંત્ર સંવેદનશીલ બને અને ખેડૂતોને ન્યાય મળે, ખેત પેદાશોના ભાવ મળે તે હતો પણ વહિવટીતંત્ર – સરકારના ઈશારે કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહી પણ સાથોસાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો. અંગ્રેજોને પણ શરમ આવે તેવો પોલીસે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો.

ખેડૂતોના મુદ્દે વિચારપૂર્વક લડત લડતા કિસાન આગેવાનો પર પોલીસનો અત્યાચાર નિંદનીય છે અને ગેરબંધારણીય પણ છે. કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓએ કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યુ હોય તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે, પોલીસ ને નહિ. સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સ્પષ્ટ ઉજાગર થઈ છે. ખેડૂતો માટે ન્યાય માંગનાર, ખેડૂતોના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતોના હક્કના નાણાં ચાઉં કરી જનારને ખુલ્લા પાડનારને પોલીસના અત્યાચારથી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે ? શું ખેડૂતોના હક્કની લડાઈ લડવી ગુન્હો છે ?

ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા પર બેરહમીપૂર્વ અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી અને જેના ઈશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યુ છે તેમની સામે તાત્કાલીક પગલાં ભરવા માંગ કરવામાં આવે છે.

શહેર

જામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે ?

જાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના જુદા-જુદા 6 કન્ટેઈનમેન્ટ વિસ્તારને તબક્કા વાર મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિની તારીખ જાહેર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જામનગર શહેરના ઇબા ચોક, હમીદા મંજીલ વાળી ગલીનો વિસ્તાર, 3 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત ગણાશે. જ્યારે સનરાઇઝ એપાર્ટમેન્ટ 4 જૂનના રોજ, બજરંગ ફ્લોર મીલની ગલીથી માં-ખોડલ આશિષ મકાન સુધીનો વિસ્તાર પણ 4 જૂનના રોજ, સત્યસાંઇ નગર શેરી નં.6 તા.5 જૂનના રોજ, ધોળિયાફળી અનુરાગ મુખવાસની શેરી તા.5 જૂનના રોજ તથા નૂરી પાર્ક શેરી નં.3 તા.6 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થયેલા ગણાશે.

વધુ વાંચો

શહેર

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાપામાં આવેલ જલારામ મંદિરમાં આજે પ્રથમ વાર આંબા મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતાં. લેસ્ટરવાળા જલારામ ભક્ત ઇલાબેન દિપેશ કુમાર મશરૂ પરિવાર તરફથી આજે સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જલારામ મંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો

શહેર

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના એનસીસી કેડેટસ દ્વારા માસ્ક બનાવી કોરોનાની મહામારી સામે રક્ષણ માટે આ માસ્કનું વિતરણ કરાયું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા 1400 જેટલા માસ્ક બનાવી જામનગર શહેરના એસડીએમ હર્ષવર્ધનસિંહ સોલંકીને સુપ્રત કરાયા હતા.

આ તકે ચાર એએનઓ તથા બે પીઆઇ સ્ટાફ તેમજ ત્રણ એનસીસી કેડેટસ ઉપસ્થિત રહી આ માસ્ક સોંપવામાં આવ્યા હતા. એનસીસી કેડેટસે ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુર તથા લેફ. કમાન્ડર ચંદ્રેશ મિત્તલના માર્ગદર્શન હેઠળ આ માસ્ક તૈયાર કર્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ