Connect with us

રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટમાં સરકારને ઘુટણીએ પાડનાર કેશવાનંદ ભારતીનું નિધન

સુપ્રીમ કોર્ટમાં સરકારને ઘુટણીએ પાડનાર કેશવાનંદ ભારતીનું નિધન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જાણીતા સંત કેશવાનંદ ભારતીનું 79 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ભારતી કેરળના કાસરગોંડમાં એડનરી મઠના પ્રમુખ હતા. રવિવારે સવારે 3 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું. બંધારણને બચાવનારા નાગરિક તરીકે કેશવાનંદ ભારતીને દેશ હંમેશા યાદ રાખશે. 47 વર્ષ પહેલા એટલે કે 1973માં તેઓએ કેરળ સરકારની વિરુદ્ધ મઠની સંપત્તિને લઈને સુપ્રીમમાં ઐતિહાસિક લડાઈ લડી હતી. તે સમયે 13 જજોની બેન્ચે સંત કેશવાનંદના પક્ષમાં બંધારણના મૌલિક અધિકારોને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. મૂળે કેરળ સરકારે તે સમયે તેમના મઠની સંપત્તિ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા.

કેશવાનંદ ભારતીના નિધન પર પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ કહ્યું હતું કે, પૂજ્ય કેશવાનંદ ભારતી દેશના મહાન સંત અને સમાજ સુધારક હતાં. તેમણે બંધારણના મૂલ્યોને આગળ વધારવા અને દેશની સંસ્કૃતિના પ્રસારમાં મહત્વનું યોગદાન આપ્યું.

કેશવાનંદ ભારતીએ કેરળના ભૂમિહીન ખેડૂતોને જમીન ફાળવવા માટે રાજ્ય સરકાર દ્વારા લાગવવામાં આવેલા ભૂમિ સુધાર કાયદાને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં કેરળ ભૂમિ સુધાર કાયદો 1963ને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવા સંબંધિત 29માં બંધારણ સંશોધનને પડકારવામાં આવ્યો હતો. ચાર દાયકા પહેલા ભારતીએ કેરળ ભૂમિ સુધારણા કાયદાને પડકાર્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન બંધારણની મૂળભૂત રચનાના સિધ્ધાંત આપ્યા હતા અને આ નિર્ણય સુપ્રીમ કોર્ટની સૌથી મોટી ખંડપીઠે આપ્યો હતો, જેમાં 13 ન્યાયાધીશો હતા. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસની સુનાવણી 68 દિવસ સુધી ચાલી હતી. સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ કેસમાં ચાલેલી લાંબી સુનાવણીમાંની એક છે. કેશવાનંદ ભારત તરફથી જાણીતા વકીલ નાની પાલકીવાલાએ દલીલો કરી હતી.

આ કેસની સુનાવણી 31 ઓક્ટોબર 1972 માં શરૂ થઈ હતી અને સુનાવણી 23 માર્ચ 1973 માં પૂર્ણ થઈ હતી. આ મામલાની ચર્ચા ભારતીય બંધારણીય કાયદામાં સૌથી વધુ થાય છે. આ ચર્ચિત કેસમાં 24 એપ્રિલ 1973ના રોજ સુપ્રીમ કોર્ટે 7:6ના બહુમતના આધારે ચુકાદો આપ્યો હતો. જો કે કેશવાનંદ ભારતીને આ કેસમાં વ્યક્તિગત રાહત મળી નહતી.

સંત કેશવાનંદ ભારતીને શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટમાં મુશ્કેલીને કારણે તેમને મેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1961થી મઠના પ્રમુખ હતા. સંત હોવાની સાથોસાથ એક ક્લાસિકલ સિંગર પણ હતા. 15 વર્ષ સુધી તેએઓ યક્ષગાના મેળામાં ગાયક અને ડાયરેક્ટર તરીકે ભાગ લીધો.

મઠનો ઈતિહાસસંત કેશવાનંદ ભારતીએ માત્ર 19 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. થોડા વર્ષ બાદ પોતાના ગુરુના નિધનના કારણે તેઓ એડનીર મઠના પ્રમુખ બન્યા હતાં.

રાષ્ટ્રીય

ન્યુઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના ચેરમેનની વિજ્ઞાપનકારોને અપીલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એનબીએના ચેરમેન રજત શર્માએ કહ્યું છે કે, અમે પત્રકારોના એ વિડીયો જોયા છે. જેઓ સાક્ષીઓને પરેશાન કરે છે, એજન્સીઓએ જેઓને પૂછપરછ માટે બોલાવ્યા છે તેઓની પાછળ દોડતાં પત્રકારોના વિડીયો પણ જોયા છે. અમે પત્રકારોને ઓનએર અયોગ્ય શબ્દોનું પ્રયોગ કરતાં પણ જોયા છે. કોઇથી એ છૂપું નથી કે કોણ શું કરી રહ્યું છે ?

સમાચારના નામે મર્યાદાઓ ઓળંગી રહેલી સમાચાર ચેનલો પર સતત વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. દેશની કેટલીક ટોચની જાહેરાત કંપનીઓએ ચેનલોએ આ પ્રકારના વાતાવરણ બનાવવાથી દૂર રહેવાની સલાહ પણ આપી છે. એનબીએના ચેરમેન રજત શર્માએ આ મુદા પર કહયું છે કે, સમાચારના નામ પર કેટલીક ચેનલો ડ્રામા દેખાડી રહી છે. આ બાબત માત્ર સમાચાર ચેનલોના હિતની વિરૂધ્ધ નથી. પરંતુ સમાજ માટે પણ આ બાબત અયોગ્ય છે.

એક ઈન્ટરવ્યુમાં શર્માએ જણાવ્યું છે કે, અમે જાહેરાત આપતી એજન્સીઓ અને પ્રતિષ્ઠિત બ્રાન્ડોને આવી નફરત ફેલાવતી ચેનલોથી દુર જતી પણ જોઇ છે. શર્માએ કહયું કે, અમે સુપ્રિમકોર્ટમાં એનબીએ માટે વધુ સત્તાની માંગણી કરી નથી. પરંતુ તમામ સમાચાર ચેનલો નકકી કરેલી માર્ગદર્શિકાઓનું પાલન કરે એવું અમે ઇચ્છીએ છીએ. ન્યુઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાન્ડર્ડ એસોસિએશન ધારે તો ઝેરી કન્ટેન્ટને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે. પરંતુ સમસ્યા એ છે કે, જે ચેનલો સ્કેનર હેઠળ છે તે ચેનલો એનબીએની સભ્ય નથી. આ ચેનલો એનબીએસએના દાયરામાં પણ નથી આવતી. અમે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસે માત્ર એટલી જ માંગણી કરીએ છીએ કે, તમામ ચેનલોએ એનબીએસએની માર્ગદર્શિકાઓનું પાલન કરવું જોઇએ. કેટલીક ચેનલો લોકોનું ધ્યાન ખેંચવા માટે હાઇવોલ્ટેજ ડ્રામા કરે છે અને પ્રાઇવસીનું ઉલ્લંઘન કરે છે. દુનિયાભરમાં આપણે જોયું છે કે, આ પ્રકારની ચેનલોથી પ્રતિષ્ઠિત વિજ્ઞાપનદાતાઓ દુર રહે છે. તોજતરમાં સમાચારોનુ જે રીતે કવરેજ થઇ રહયું છે તે માત્ર ટીવી ઇન્ડસ્ટ્રી માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે નુકસાનકારક છે. સમાચાર ચેનલો અને વિજ્ઞાપનદાતાઓની દેશ પ્રત્યે જવાબદારીઓ છે. આપણે અમુક લોકોને એ અનુમતિ ન આપી શકીએ કે, તેઓ લોકોને ટાર્ગેટ કરે, દરરોજ ઝેર ઓકે અને પછી બચી પણ જાય.

લોકતંત્રની ચોથી જાગીર હોવાના કારણે મીડિયા દેશના બંધારણ સાથે જોડાયેલું છે. દેશના વાતાવરણને કલુષિત કરવાની કે, બે સમુદાયો વચ્ચે અંતર ઉભું કરવાની અનુમતી કોઇને નથી. પત્રકારોએ આચારસંહિતાનું પાલન કરવું જોઇએ અને મીડિયા ટ્રાયલથી દૂર રહેવું જોઇએ. પત્રકારોને કાયદાઓનું ઉલ્લંઘન કરવાનો પરવાનો નથી. એમ રજત શર્માએ ઇન્ટરવ્યુ દરમ્યાન જણાવ્યું હતું.

વધુ વાંચો

રાષ્ટ્રીય

અનલોક-5 ની ગાઇડલાઇન જાહેર: શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્યસરકાર પર છોડાયો

અન્ય કઇ-કઇ છૂટછાટો આપવામાં આવી એ જાણો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે અનલોક-5ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ 15 ઓકટોબરથી દેશભરમાં 50 ટકા ક્ષમતા સાથે સિનમા, થિએટર અને મલ્ટીપ્લેક્સ ખોલી શકાશે. જ્યારે શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય જે-તે રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.

15 ઓક્ટોબર પછી આ રીતે અમલ થશે

 • સિનેમા-મલ્ટિપ્લેક્સ-થિએટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે શરૂ કરી શકાશે
 • બિઝનેસ એક્ઝિબિશન (બી2બી)ને મંજૂરી અપાશે જે વાણિજ્ય મંત્રાલયની શરતોને આધિન રહેશે.
 • ફક્ત સ્પોર્ટ્સપર્સન એટલે કે રમતવીરોને તાલીમ આપવા સ્વિમીંગ પુલ ખુલશે.
 • મનોરંજન પાર્ક તથા તેના જેવા સ્થળોને ખોલવા મંજૂરી અપાશે.
 • સ્કૂલ-કોલેજ-કોચિંગ ક્લાસ શરૂ કરવા બાબતે જે-તે રાજ્ય સરકાર નિર્ણય લેવા મુક્ત.
 • હજી પણ ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને જ પહેલી પસંદગી આપવા ભલામણ.
 • સ્કૂલો ખૂલ્યા પછી પણ જે વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ જ લેવા માગે તેને સ્કૂલમાં હાજર રહેવા ફરજ ન પાડવી.
 • વાલીઓની લેખિત મંજૂરી પછી જ વિદ્યાર્થી સ્કૂલ/કોચિંગ ક્લાસિસમાં જઈ શકશે.
 • હાજરી માટે કોઈ ફરજ નહીં પાડી શકાય, તેનો સંપૂર્ણ આધાર વાલીની સંમતિ પર રહેશે.
 • સ્કૂલોએ ખૂલ્યા પછી પણ શિક્ષણ વિભાગની એસઓપીનું ચુસ્ત પાલન કરવું પડશે.
 • કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ફરી ખોલવાનો નિર્ણય પણ આ રીતે જ લેવાશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

109 ટકા વરસાદ સાથે ચોમાસાની વિદાય શરૂ : શિયાળો રહેશે સામાન્ય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં હવે ચોમાસું વિદાઈ લઈ રહ્યું છે. આ વર્ષે ગત વર્ષની જેમ સામાન્યથી વધારે વરસાદ પડ્યો. છેલ્લા 120 વર્ષોમાં આ 19મું વર્ષ છે જ્યારે 109% કે તેનાથી વધારે વરસાદ દેશના જુદાં-જુદાં ભાગમાં પડ્યો છે. 61 વર્ષ બાદ એવું થયું છે કે સતત બે વર્ષો સુધી ચોમાસામાં વરસાદ સામાન્યથી વધારે નોંધાયો હોય.

ગત વર્ષે 2019માં 110%થી વધારે વરસાદ નોંધાયો જ્યારે 2020માં વરસાદનો આંકડો 109% રહ્યો. આ પહેલા વર્ષ 1958માં 109.8% અને 1959માં 114.3% વરસાદ નોંધયો હતો. આ સિવાય 1916માં 110% અને 1917માં 120%થી વધારે વરસાદ નોંધાયો હતો.

આ વખતે દેશના 36માંથી 31 સબ ડિવિઝનમાં સામાન્યથી વધારે વરસાદ નોંધાયો. આ વર્ષે ચોમાસાની સિઝનમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો. ચાર મહિના રહેલા ચોમાસામાં ઓગસ્ટ મહિનામાં 27% વરસાદ નોંધાયો. આ વખતે ચોમાસાની વિદાય 11 દિવસ મોડી થઈ છે. સામાન્યપણે 17 સપ્ટેમ્બરે ચોમાસાની વિદાય થતી હોય છે. પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય મોડી થઈ. આ વર્ષે ચોમાસાની વિદાય પ્રક્રિયા 28 સપ્ટેમ્બરના રાજસ્થાન અને પંજાબમાંથી શરૂ થઈ. સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયની સામાન્ય તારીખ 15 ઓક્ટોબર છે.

જુલાઈમાં બંગાળની ખાડીમાં મોનસૂન ડિસ્ટર્બન્સ પેદા નહી થવાના કારણે વરસાદમાં ઘટાડો જોવા મળ્યો. હવામાન વિભાગે જાણકારી આપી કે ઓગસ્ટના અંતમાં પેસિફિક મહાસાગરમાં નબળું લા-નીના અને જુલાઈથી હિંદ મહાસાગરમાં ન્યૂટ્રલ IOD બનેલું છે. વિભાગે જણાવ્યું કે, ઓક્ટોબરથી ડિસેમ્બર સધી આ સ્થિતિ બની રહેવાની સંભાવના છે. તેથી આ વર્ષે ઠંડી સામાન્ય રહેશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ