Connect with us

શહેર

હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે જામ્યુકોએ ડોકટરો સાથે રીક્ષાઓ દોડાવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેને ધ્યાને લઇ વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાીલકાએ હોમ આઇસોલેશનમાં રહેલા લોકો માટે એમબીબીએસ ડોકટર સાથેની વધુ 18 રીક્ષાઓ ફરતી કરી છે. જે હોમઆઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઘરે ઘરે જઇ સારવાર આપશે.

જામનગરમાં વધતાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ અધિક મુખ્યસચિવ બે દિવસથી જામનગરની મુલાકાતે છે. જામનગરને કોરોના સંક્રમણથી મુકત કરવા જામનગર જિલ્લો આ મહામારી સામેની લડાઇમાં વધુ અસરકારક રીતે લડત આપી શકે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા એમબીબીએસ ડોકટરો સાથેની 18 રીક્ષા શહેરમાં દોડાવવામાં આવી છે. જામનગરમાં હોમઆઇસોલેશનમાં રહેલા દર્દીઓને આ ટીમ ચકાસણી કરશે. આ ટીમ દ્વારા હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓના પ્લસ માપી તેમને દવા આપવામાં આવશે તથા જો વધુ સારવારની જરૂર લાગશે તો હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, મેયર હસમુખ જેઠવા, સ્ટે.ચેરમેન સુભાષ જોશી સહિતના પદાધિકારીઓ દ્વારા લીલીઝંડી બતાવી આ રીક્ષાઓ રવાના કરી હતી. જેથી હોમઆઇસોલેશનમાં રહેલા દર્દીઓને ઘરે બેઠા જ સારવાર મળે તેમની આરોગ્ય ચકાસણી થઇ શકે અને દવાઓ પણ આપી શકાય.

શહેર

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરતા એસ.પી. દિપેન ભદ્રન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં નવ નિયુક્ત પી.આઇ. કે.જી.ચૌધરીની એલસીબીમાં તથા એસ. એસ. નિનામાની એસ.ઓ.જી.માં નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગર એસ.ઓ.જી.ના પી.આઇ. કે.એલ.ગાંધેની સીટી બી ડિવીઝનમાં, એલ.સી.બી.ના પી.આઇ. એમ.જે.જલુ, સિટી એ ડિવિઝનના પી.આઇ. એમ.આર.ગોંડલિયાની સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, સિટી સી ડિવિઝનના પી.આઇ. યુ.એચ.વસાવાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે.ભોલેની જામનગર ગ્રામ્ય સીપીઆઇમાં તથા જામનગર ગ્રામ્ય સીપીઆઇના પીઆઇ આર.બી.ગઢવીની એરપોર્ટ સિક્યુરીટીમાં નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ક્રાઇમ અગેઇન્સ્ટ વુમનના વધારાના ચાર્જમાંથી ટ્રાફિક પી.આઇ. એસ.એચ.રાઠવાને મુક્ત કરવામાં આવ્યા છે અને સિટી બી ડિઝિનના વધારાના ચાર્જમાંથી પો.સ.ઇ. વાય.બી.રાણાને મુક્ત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

જામનગર શહેર-જિલ્લામાં વધુ 57 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર, અંજતા સોસા. ૬ પટેલ કોલોની, ગોપાલભાઈ ઠાકરશીભાઈ પટેલના એક ઘરનો વિસ્તાર
  2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં. ૯, રોડ નં. ૧, શ્યામ એવન્યુ – ર, અનસુયાબેન નરશીભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદબાગ દર્શન એપાર્ટ. ફલોર નં. ર, હાઉસ નં. ૧, ધારીની સાગરના એક ઘરનો વિસ્તાર.
  4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, ઈન્જોય રેસીડન્સી, ર પટેલ કોલોની ડો. ધીરેન જયંતીલાલ પીઠડીયાના એક ઘરનો વિસ્તાર.
  5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ર૧૪, મધુવન સોસા. નવાગામ ઘેડ, મધુબેન રમેશભાઈ ચુડાસમાના એક ઘરનો વિસ્તાર.
  6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ સોસા. પટેલ કોલોની – ૧૦, બ્લોક નં. ૧૮૫, કમલાબેન મનસુખભાઈ પરમારના એક ઘરનો વિસ્તાર.
  7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નર્સીંગ સંકુલ કવાર્ટર સ્ટાફ, ફીઝીયો હોસ્પીટલ, મીતલ હર્ષભાઈના એક ઘરનો વિસ્તાર.
  8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂકૃપા હાઈટસ, સરૂ સેકશન રોડ, હસમુખભાઈ બી. સંઘવીના એક ઘરનો વિસ્તાર.
  9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી રાજ, વિરલ બાગ પાસે, રાહુલ કેતનભાઈના એક ઘરનો વિસ્તાર.
  10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃષ્ણ કોલોની આદીનાથ રેસીડન્સી – ૧૦૧, ફર્સ્ટ ફલોર, રાજેશભાઈ હસમુખભાઈના એક ઘરનો વિસ્તાર.
  11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રામવાડી શેરી નં. ર, ગુલાબનગર પરેશ હર્ષદરાય રામાવતના એક ઘરનો વિસ્તાર.
  12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ, સુભાષ પાર્ક, બાપા સીતારામ મઢુલી પાસે, જયશ્રીબેન અમીતભાઈ મઘવાણીયાના એક ઘરનો વિસ્તાર.
  13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મથુરાનગર રડાર રોડ પાસે, રાધે ક્રિષ્નાવાળી શેરી, પરમાર સવજીભાઈ નાનજીભાઈના એક ઘરનો વિસ્તાર.
  14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ઈરવીન હોસ્પીટલ હીમતનગર શેરી નં. ૩, ભાવનાબેન લાલશંકર કેવલીયાના એક ઘરનો વિસ્તાર.
  15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શિવમ સોસા., ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નં. ૬, ઈન્દુબેન જાનીના એક ઘરનો વિસ્તાર.
  16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર રડાર રોડ, મથુરા સોસા. શેરી નં. ૧, ભીખુભાઈ સામતભાઈ રાવલીયાના એક ઘરનો વિસ્તાર.
  17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃછાંયા બ્લોક નં.પપ, ચિત્રકુટ સોસા., ખોડીયાર કોલોની સામે, રેખાબેન વિપુલભાઈના એક ઘરનો વિસ્તાર.
  18. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોયલ પુષ્પપાર્ક શેરી નં. ૪, રામભાઈ ટપુભાઈ કરમુરના એક નો ઘરનો વિસ્તાર.
  19. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્યામ ટાઉનશીપ ગુલાબનગર વિજય કાનાભાઈ નંઝારના એક ઘરનો વિસ્તાર.
  20. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તીરૂપતી પાર્ક, બેડી બંદર રીંગ રોડ, ઢીચડા, મહાદેવ મંદિર પાસે, માયાબેન અસ્પરભાઈ ગઢવી તથા અસ્પરભાઈ મનીષભાઈ ગઢવીના એક ઘરનો વિસ્તાર.
  21. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૪, દિ. પ્લોટ, વિશ્રામવાડી પાછળ, માતૃકૃપા, નયનાબેન ધનજીભાઈ મંગીના એક ઘરનો વિસ્તાર.
  22. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નંદનવન પાર્ક શેરી નં. ર, રણજીતસાગર રોડ, હંસાબા નટુભા ચૌહાણના એક ઘરનો વિસ્તાર.
  23. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષપાર્ક, બાપા સીતારામની મઢુલીવાળી ગલી રણજીતસાગર રોડ, જયશ્રીબેન અમિતભાઈ મગવાણીયાના એક ઘરનો વિસ્તાર.
  24. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જામવંથલી ગામમાં આવેલ તાલુકા શાળાની પાછળ કિશોર સવજી મોભેરા નું ઘર કુલ ઘર ૧.
  25. જામનગર જિલ્લાના લાલપુર ગામના સી.એચ.સી. પાસે આવેલ મગન કાનજી ભારદીયાનું ઘર કુલ ઘર ૧.
  26. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના પ્લોટ વિસ્તારમાં આવેલ નાથા ખીમા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  27. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલ ગોસાઈ ફળીમાં નીલેશગર લાભુગર ગોસાઈનાં ઘર થી ધર્મેન્દ્રગીરી લાભુગર ગોસાઈનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  28. જામનગર જિલ્લાના લાલપુર ગામના ૬૬ કે.વી. આંગણવાડી બાજુમાં આવેલ કિશોર જેઠીરામ શ્રીમાળીનું ઘર કુલ ઘર ૧.
  29. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં ભોજેઘર મંદિરની પાસે આવેલ મોહન માધા ભંડેરીનાં ઘરથી ભગવાનજી જીણા ભંડેરીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  30. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામના વિસ્તારમાં આલ્ફા સ્કુલની સામે શિવ પાર્ક સોસાયટીમાં આવેલ રમાબેન કાન્તીલાલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  31. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામનાં વિસ્તારમાં પાદર પાસે આવેલ તરસી ભીમાણીનું ઘર કુલ ઘર ૧.
  32. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના રણજીતપર ગામમાં આવેલ ભરત પરસોતમ પરમારનાં ઘરથી પરસોતમ ભાણા પરમારનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  33. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ રામદૂત નગર વિસ્તારમાં ટ્રાયો ગેસ્ટ હાઉસનો વિસ્તાર કુલ ઘર ૭.
  34. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલ હોરાભાઈ પાલાભાઈ યાદવનું ઘર કુલ ઘર ૧.
  35. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલ આશાપુરા મંદિર પાસે ગુલામ પ્રેમજી લાઠીયાનું ઘર કુલ ઘર ૧.
  36. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં નાંદુરી ગામમાં આવેલ સોરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સામે જમન સવજી સુરાણીનાં ઘર થી રાકેશ જમણ સુરાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ર
  37. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકાના માકડીયાવાડી વિસ્તારમાં આવેલ જાદવજી મેઘજી વાછાણીનું ઘર કુલ ઘર ૧
  38. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં તિરુપતિ સોસાયટી વિસ્તારમાં આવેલ અરુણ જમન ચનીયારાનું ઘર કુલ ઘર ૧
  39. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં વિસ્તારનાં આંબેડકર ચોકમાં આવેલ અમિત લાલજી વિંઝુડાનું ઘર કુલ ઘર ૧.
  40. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં રામવાડી વિસ્તારમાં આવેલ વીરેન્દ્ર રણમલ ગોધમનું ઘર કુલ ઘર ૧.
  41. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના વિસ્તારમાં ખોડિયાર પરામાં આવેલ કુસુમ માધવજી અભંગીનું ઘર કુલ ઘર ૧.
  42. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયા ગામમાં આવેલ ગ્રામ પંચાયત પાસે હીરા પાલા યાદવ નું ઘર કુલ ઘર ૧.
  43. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભાટિયા ગામમાં પાદર પાસે આવેલ શાંતાબેન પરસોતમ સંઘાણીનાં ઘરથી ગોમતી તુલસી સંઘાણીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  44. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં ચોરાની બાજુમાં આવેલ રમાબેન લક્ષ્મણ લક્ષ્મણ વિરાણી ના ઘર થી શાંતિભાઈ ભીમજી વિરાણીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  45. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિર પાસે અશોક કારા મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  46. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આમદભાઈની ખોલીમાં આવેલ દિનેશ સાગરનું ઘર કુલ ઘર ૧.
  47. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાનાં માંકડિયા વાડી વિસ્તારમાં આવેલ અશ્વિન મોહન ખાંટના ઘર થી સુરેશ સુરેજા ના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  48. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં દાળમાંદાદા ચોકમાં આવેલ સવજી હરજી ખાણધરનાં ઘરથી પ્રવીણ સવજી ખાણધરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
  49. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ખારા પાછળ આવેલ કિશોર બીજલ મકવાણાનું ઘર કુલ ઘર ૧.
  50. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમલેયા ગામમાં આવેલ રામ મંદિર સામે છગન રવજી મઘોડીયા નું ઘર કુલ ઘર ૧.
  51. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાગના ગામમાં આવેલ રામવાડી વન વિહાર પાસે કાંતિલાલ મોહન નકુમનું ઘર કુલ ઘર ૧.
  52. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નંદપુર ગામમાં આવેલ રામ મંદિરની સામે પ્રાગજી હીરા બોરસદીયાનું ઘર કુલ ઘર ૧.
  53. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં આવેલ પાદરમાં વસંતબેન રતીલાલ તાળાનાં ઘરથી રમેશ વીરજી તાળાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
  54. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલ નવી સોસાયટી પાસે ગરબી ચોકમાં રમેશ કેશવદાસ નિમાવતનું ઘર કુલ ઘર ૧.
  55. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોરકંડા ગામમાં આવેલ રામ મદિર પાસે અરવિંદ જીવા ચૌહાણનું ઘર કુલ ઘર ૧
  56. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વિજરખી ગામમાં આવેલ દરબાર શેરીમાં નવલસંગ ઝાલાનું ઘર કુલ ઘર ૧.
  57. જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલિકાના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં આવેલ પ્રતાપગીરી રતનગીરીનાં ઘરથી ઈશ્વરગીરી કુંવરગીરીનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

-: અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

શહેર

જામસાહેબને મળવા જામ ધર્માદા સંસ્થામાં દાન કરવાનો નિયમ રદ્દ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લગભગ 45 વર્ષ પહેલા એક એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, જામસાહેબને તેમની કિંમતી જમીનનો સોદો રજૂ કરવા માટે મળવું હોય તો પહેલા જામ ધર્માદા સંસ્થામાં એક નાનું દાન કરવું પડે. આ નિયમ સારી અને જવાબદારી વ્યકિતઓને અલગ તારવવા માટે બનાવવામાં આવ્યો હતો. કારણ કે ઘણા લોકો એવું વિચારી મળતા હતા કે, જમીન ખરીદવાના બહાને જામસાહેબને રૂબરૂ મળી શકાય અથવા અમુક લોકો જમીનનો સાચો ભાવ ચૂકવી શકે તેટલા સક્ષમ ન હતાં.

હાલમાં એક સ્પષ્ટતા કરવાની છે કે, લગભગ 25 વર્ષ પહેલા આ નિયમ નાબૂદ થઇ ગયો છે. તેથી લોકો ખોટી અફવાઓ પર ધ્યાન આપવું નહિં. હાલના સમયમાં જે વ્યકિત જમીનનો સોદો કરવા ઇચ્છતી હોય તે ફોન પર અથવા પત્ર દ્વારા પોતાની રજુઆત જણાવી શકે છે અને પોતાની સબળતાને પુરવાર પણ કરી શકે છે. બાદમાં, જામસાહેબ સાથે રૂબરૂ મુલાકાત કરી સામ-સામી ચર્ચા કરી શકે છે જેથી, બંનેના કિંમતી સમયની બચત થાય.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ