Connect with us

જામનગર

જામ્યુકોએ માસ્ક નહિ પહેરનારાઓ પાસે થી રૂા. 48,000 વસૂલ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં કોરોના ના સંક્રમણને વધતુ અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સીંગ તથા માસ્ક પહેરવાના નિયમનો ભંગ કરનાર લોકો સામે દંડાત્મક કાર્યવાહીને વેગવંતી બનાવવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન નિયમનો ભંગ કરનાર લોકો પાસેથી રૂા. 48,000 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

સમગ્ર રાજયની સાથે જામનગર શહેરમાં પણ કોરોનાને અંકુશમાં રાખવા માટેના નિયમોની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. લોકો માસ્ક પહેરવાને લઇને જાગૃત બને તે માટે જામ્યુકોની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને આરોગ્ય શાખા દ્વારા દંડાત્મક કાર્યવાહી અંતર્ગત છેલ્લા 3 દિવસમાં શહેરનો જુદી-જુદી જગ્યાએ નિયમોનો ભંગ કરીને અન્ય લોકો માટે જોખમ સર્જતા બેદરકાર લોકો પાસેથી દંડ સ્વરૂપે રૂા.48,000 ની રકમ વસૂલવામાં આવી છે. સાથે-સાથે શહેરીજનોને બહાર નિકળતી વખતે સામાજીક અંતર જાણવા તથા માસ્ક પહેરવા તેમજ જયાં ત્યાં નહિ થૂંકવા અપીલ કરવામાં આવી છે.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ