Connect with us

આંતરરાષ્ટ્રીય

જીનપીંગને ફરી ચડ્યો યુધ્ધનો ઉન્માદ, લશ્કરને કહ્યું કરો તૈયારી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીની પ્રમુખ શી જીનપીંગે ચીનના લશ્કરને હાકલ કરી હતી કે વાસ્તવિક યુદ્ધ ખેલાઇ રહ્યું હોય એ રીતે તૈયારી અને પ્રેક્ટિસ કરો. યુદ્ધ જીતવાની તમારી ક્ષમતા વધારી દો.

ચીનના શાસક પક્ષ સામ્યવાદી પાર્ટીએ 2027 સુધીમાં અમેરિકી લશ્કરની બરાબરી કરી શકે એવી તૈયારી પિપલ્સ લિબરેશન આર્મી કરે એવી યોજના બનાવી હતી. જીનપીંગે કહ્યું કે ચીની લશ્કરે યુદ્ધ જીતવાની ક્ષમતા પૂરી કરવી જોઇએ.

તાજેતરમાં જીનપીંગે કહ્યું હતું કે ચીની લશ્કરે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને બીજી લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઇ પણ યુદ્ધ જીતવાની પોતાની ક્ષમતાને મહત્તમ વધારવી જોઇએ. વિશ્વના સૌથી બળવાન લશ્કરોમાં ચીની લશ્કરની ગણતરી થવી જોઇએ.

67 વર્ષના જીનપીંગ ચીનના શાસક પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાની કાર્યકારી સમિતિના વડા હોવા ઉપરાંત ચીની સેન્ટ્રલ મિલિટરી કમિશનના વડા પણ છે. ચીનના 20 લાખ માનવબળ વાળા લશ્કર પર આ કમિશન પૂરેપૂરો કાબુ ધરાવે છે.

ચીની સમાચાર સંસ્થા શિંહુઆના એક અહેવાલ મુજબ જીનપીંગે લશ્કરને સંબોધીને કહ્યું હતું કે તમારે ક્ષમતા વધારવા ઉપરાંત યુદ્ધના વ્યૂહને પણ સંજોગોને અનુરૂપ તૈયાર કરવા જોઇએ. રણનીતિ ગમે તે સંજોગોમાં પણ ચીની લશ્કરને વિજય અપાવે એવી ઘડવી જોઇએ.

આંતરરાષ્ટ્રીય

સેમસંગના વડાને જેલનો આદેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દક્ષિણ કોરિયાની ગ્લોબલ કંપની સેમસંગ વિરુધ્ધ કાનુની સકંજો કસાયો છે. ભારતીય સમય પ્રમાણે આજે સોમવારે સવારે ભ્રષ્ટાચાર કાંડમાં સેમસંગ કંપનીના વડાને અદાલતે જેલનો આદેશ કર્યો છે. કંપનીના વડાનું નામ લી જા-યોંગ છે. તેઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ હતો.

વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન-મેમરી ચીપ નિર્માતા કંપની સેમસંગ માટે મુશ્કેલી સર્જાઇ છે. આ કંપની પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે. ગત્ ઓકટોબરમાં હાલના વડાના પિતાના મૃત્યુ પછી લી જા-યોંગ કંપનીના વડા બન્યા હતાં. આ કંપની વિશ્વની બારમા ક્રમની સૌથી મોટી કંપની છે. 2017ના એક ભ્રષ્ટાચાર પ્રકરણ અનુસંધાને દક્ષિણ કોરિયાની સુપ્રિમ કોર્ટે તેમને જેલનો આદેશ ફરમાવ્યો છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

જો બિડેને જાહેર કર્યું 1.9 ટ્રિલિયન ડોલરનું પેકેજ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બિડેને કોરોના મહામારીમાંથી અમેરિકી અર્થતંત્રને બહાર કાઢવા માટે 1.9 ટ્રિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવને અમેરિકન રેસ્ક્યૂ પ્લાન નામ આપવામાં આવ્યું છે.

આ પેકેજ દ્વરા કોરોના મહામારી દરમિયાન પ્રભાવિત થયેલા પરિવારો અને ધંધાર્થીઓને રાહત આપવાનો પ્રયાસ કરાશે. આ પેકેજ હેઠળ અમેરિકન નાગરિકોને સીધા જ 1400 ડોલરની આર્થિક મદદ કરાશે. ઉપરાંત બેરોજગારી ભથ્થાને વધારીને પ્રતિ સપ્તાહ 400 કરાશે. બિડેને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ પહેલાં જ પેકેજની જાહેરાત કરી છે.

પેકેજની જાહેરાત કરતાં બિડેને કહ્યું કે, હું જાણું છું કે આ સરળ નથી, પરંતુ અમેરિકા આવું કરવામાં નિષ્ફળ રહેશે તો આની ખૂબ જ મોટી કિંમત ચૂકવવી પડશે. આપણે કોરોના વાયરસ પર નિયંત્રણ અને અર્થતંત્રને ફરી બેઠું કરવું છે. અમેરિકામાં કોરોના મહામારીથી અત્યાર સુધી 3.8 લાખ અમેરિકી નાગરિકોની જાન જઇ ચૂકી છે. અમેરિકામાં રોજ બે લાખથી વધુ નવા કેસો નોંધાઇ રહ્યાં છે અને બે હજારથી વધુ લોકોના મોત થઇ રહ્યાં છે. જાહેર કરાયેલા પેકેજમાં 415 અરબ ડોલર કોરોના વાયરસનો સામનો કરવા માટે છે અને 440 ડોલર નાના ધંધાને મદદ માટે છે. બિડેનની જાહેરાત અનુસાર, સપ્ટેમ્બર મહિના સુધી કોઇપણ ભાડુઆત પાસેથી ઘર ખાલી કરાવવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેનના ચૂંટણી પ્રચારમાં કોરોના વાયરસ એક સૌથી મુખ્ય મુદ્દો હતો. બિડેને દાવો કર્યો હતો કે, તેઓ ટ્રમ્પની સરખામણીએ ઘણી સારી રીતે કોરોના મહામારીનો સામનો કરશે. ઉપરાંત બિડેને પોતાના ભાષણમાં ટ્રમ્પ પ્રશાસનના કોરોના વાયરસની વેક્સિનના પ્લાનને સંપૂર્ણ રીતે નિષ્ફળ ગણાવ્યું. તેમણે કહ્યું કે, અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી પડકારરૂપ કાર્ય હશે. અમારે વધુમાં વધુ લોકોને રસી આપવા માટે સખત મહેનત કરવી પડશે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

સૌંદર્યસામ્રાજ્ઞી પર સામૂહિક દુષ્કર્મથી સનસનાટી

આ બ્યૂટીકવીનનો મૃતદેહ હોટેલમાંથી મળી આવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ફિલીપાઇન્સ નામના દેશમાં બ્યૂટી સ્પર્ધાઓમાં નોંધપાત્ર દેખાવ કરનારી યુવતીઓ સાથે હિંસાના બનાવો વધી રહ્યા છે. જેના કારણે સમગ્ર દેશમાં ખાસ કરીને મહિલાઓમાં ખુબ જ આક્રોશ જોવા મળે છે. સોશ્યલ મિડીયામાં આ પ્રકારના બનાવોની અતિશય અને ગરમાગરમ ચર્ચાઓ થઇ રહી છે.

ફિલીપાઇન્સમાં એક બ્યૂટીકવીન સાથે સામૂહિક બળાત્કારની ઘટના પછી તેેણીનો મૃતદેહ એક હોટેલના બાથરૂમમાંથી મળી આવતા સમગ્ર ફિલિપાઇન્સમાં વધુ એક વખત સનસનાટી મચી ગઇ છે. ફિલિપાઇન્સ માં બ્યુટી ક્વીન સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર હચમચી ઉઠ્યું છે. લોકોએ તેને ન્યાય મળે તે માટે સોશિયલ મીડિયા પર એક અભિયાન શરૂ કર્યું છે. હોટલના બાથરૂમમાં બ્યુટી ક્વીનનો મૃતદેહ પણ મળી આવ્યો છે. પોલીસ તપાસમાં ગેંગરેપ બાદ ક્રિસ્ટીનની હત્યાનો ખુલાસો થયો છે.

23 વર્ષની ક્રિસ્ટીન બ્યૂટી ક્વીન રહી છે. ઉપરાંત હાલના દિવસોમાં તે ફિલિપાઇન્સ એરલાઇન્સની ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરી રહી હતી. તેનો મૃતદેહ મકાતી શહેરની ફોર સ્ટાર હોટલના બાથરૂમમાં મળી આવ્યો હતો. પોલીસે માહિતી આપી છે કે તપાસ દરમિયાન ક્રિસ્ટીનનો મૃતદેહ પર અનેક ઉઝરડાના નિશાન પણ જોવા મળ્યા છે.

પોલીસે ક્રિસ્ટીન પર કોઈ અણીદાર વસ્તુથી અનેક હુમલાઓ થયાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસે ડેડબોડી તપાસ માટે મોકલી આપી છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે અટોપ્સી રિપોર્ટ આવ્યા બાદ આ કેસ વિશે હજી ઘણા વધુ ખુલાસા થઈ શકે છે. નોંધનીય છે કે ક્રિસ્ટીનનો જન્મ દવાઓ શહેરમાં થયો છે. તે 2017ની મિસ સિલ્વા દવાઓની રનર-અપ રહી ચૂકી છે. તે મટિયા એનજી દાવો 2019ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

આ ગેંગરેપ અને હત્યા અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે પોલીસે આ હત્યામાં 11 લોકો પર શંકા છે જેમાંથી 3 લોકોની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ ટીમ અન્ય લોકોની શોધ કરી રહી છે.

બીજી બાજુ હાલના સમયમાં ફિલિપાઇન્સમાં બ્યુટી ક્વીન સાથેની એક પછી એક ઘટના સામે આવી રહી છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો ક્રિસ્ટીનનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે અને આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ