Connect with us

જામનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીના મૃતદેહ પરથી દાગીના ગાયબ

જામનગરની કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા મહિલા દર્દીના શરીર પરથી સોનાના દાગીના તફડાવી લેવાયાનો ચોકાવનારો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. મૃતદેહ પરથી દાગીના ચોરવાના આ ગંભીર આક્ષેપથી ખડભડાટ મચી જવા પામ્યો છે. પરિજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર કરી પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરમાં 54 દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા સરોજબેન કિશોરભાઇ કટારમલ (ઉ.વ.57) નું ગઇ રાત્રે કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યું હતું. સરોજબેનના મૃતદેહ જ્યારે તેમના પરિજનોને સોપવામાં આવ્યો ત્યારે તેમણે કાનમાં પહેરેલા સોનાના અંદાજે રૂા.1 લાખની કિંમતના બુટીયા ગાયબ હોવાનો ચોકવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેણીના સસરા જેઠાલાલ વેરશીભાઇ કટારમલએ જણાવ્યા મુજબ સરોજબેનને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેણીએ બે બંગડી એક વીટી અને કાનની બુંટ પહેરેલા હતા. દાખલ થતાં સમયે હોસ્પિટલ સ્ટાફે બે બંગડી અને એક વીટી કાઢીને પરિજનોને આપી દીધી હતી. પરંતુ કાનની બુટ કાઢવાનો તેણીએ ઇન્કાર કર્યો હતો. અને તે પહેરી રાખી હતી. દરમિયાન ગઇ રાત્રે સરોજબેનનું મૃત્યુ નિપજતા તેમનો મૃતદેહ પરિજનોને સોપવામાં આવ્યો હતો. પરંતુ તેણીએ પહેરેલી કાનની બુટ મૃતદેહ પરથી ગાયબ હતી. જે પરિજનોને સોંપવામાં આવી ન હતી. મૃતદેહ પરથી દાગીના ગાયબ થવાની આ ઘટનાથી ચોકેલા પરિજનોએ દાગીના ચોરીનો આક્ષેપ લાગાવ્યો હતો. તેણીના સસરા જેઠાલાલ કટારમલએ ખબર ગુજરાતને જણાવ્યું હતું કે આ અંગે અમે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી હોસ્પિટલ સતાવાળાઓને જાણકરી છે. તેમજ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ પણ હાથ ધરી છે.

વિડિઓ

ખબર ગુજરાત હેડલાઈન્સ 26-10-2020

ખબર ગુજરાત હેડલાઈન્સ 26-10-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગરના નર્મદાબેન ચેરીટેબલ ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં હેલ્થશિબીર યોજાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

દિગ્જામ મીલનાં કામદારોને પૂર્ણ પગાર આપવા માગણી

કામદારોએ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

ટ્રેન્ડીંગ