Connect with us

જામનગર

ખુનના કેસમાં પેરોલ પરથી 1 વર્ષથી ફરાર આરોપીને ઝડપતી જામનગર એસઓજી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખુનના ગુન્હાના પેરોલ પરથી છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી મહેબુબ ખાન પઠાણને જામનગર એસઓજીએ પકડી પાડી રાજકોટ જેલમાં મોકલી આપવા કાયૃવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ એસઓજી બ્રાંચના પો.સ.ઇ.આર.વી. વિછી અને સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એસઓજી સ્ટાફના પી.સી.રવિભાઇ બુજડ તથા એએસઆઇ હિતેષભાઇ ચાવડાને બાતમી મળેલ કે રાજકોટ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનના ગુન્હાનો આરોપી મહેબુબખાન હુશેનખાન પઠાણ (રહે.ગાંધીગ્રામ ધરમનગર આરએમસી કવાર્ટર રાજકોટ) તા.11/08/2019ના રાજકોટ જિલ્લા જેલમાંથી પેરોલ ઉપર છુટ્યા બાદ ફરાર રહી જિલ્લા જેલમાં હાજર થયેલ ન હોય જે જામનગર એસઓજીને મળી આવતા આરોપીને પકડી પાડી રાજકોટ જેલમાં મોકલી આપવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી આઇ/સી પો.ઇન્સ. કે.જી.ચોધરી તથા પો.સ.ઇ. આર.વી.વિછી અને એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ