Connect with us

શહેર

જી.જી.હોસ્પિટલમાંથી ફરાર થયેલ કોરોના પોઝિટીવ આરોપીને પકડી પાડતી જામનગર એલસીબી

આરોપી તથા તેને ભગાડવામાં મદદગારી કરનાર બંન્ને શખ્સને સીટી બી પોલીસ સ્ટેશનને સોપાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જી.જી.હોસ્પિટલમાં કોવિડ-19 જુના વોર્ડમાંથી નાસી જનાર ચીલઝડપનો આરોપી તથા તેને ભગાડવામાં મદદગારી કરનારને જામનગર એલસીબીએ પડવલા ગામ તાલુકો ઉપલેટા જી.રાજકોટથી પકડી આગળની કાર્યવાહી માટે સીટી બી પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.

જામનગર પોલીસ દ્વારા ચીલઝડપના કેસમાં મુળ પોરબંદરના અડવાણા ગામના વતની અને અન્ય જુદા જુદા ગુનાહોમાં અમદાવાદની જેલમાં સજા ભોગવી રહેલા ભીમો ઉર્ફે ભીમડી ગરેજા નામના શખ્સને સીટી સી ડીવીઝન પોલીસે આરોપીનો અમદાવાદની જેલમાંથી કબજો સંભાળી જામનગર લયાવેલ જી.જી.હોસ્પિટલમાં તેનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટીવ આવતા પોલીસ તંત્ર દ્વારા આરોપીને જી.જી.હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરાવ્યો હતો. આ દરમિયાન આરોપી ભીમો ઉર્ફે ભીમડી ગરેજા જી.જી.હોસ્પિટલની ટીમની નઝર ચૂકવીને ભાગી ગયો હતો. આરોપીને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક શ્ર્વેતા શ્રીમાળીએ જિલ્લામાં તમામ પો.સ્ટે.ને નાકા બંધી કરાવીને એલસીબી પો.ઇન્સ. એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ એલસીબીની બે ટીમને કાર્યરત કરી હતી.

આ દરમિયાન એલસીબીના અજયસિંહ ઝાલા, હરપાલસિંહ સોઢા, હરદીપભાઇ ધાધલ, દિલીપભાઇ તલાવડીયાને મળેલ બાતમી આધારે પડવલા ગામ તા.ઉપલેટા જી.રાજકોટથી ભીમો ઉર્ફે ભીમડી વેજાભાઇ ગરેજા ઉ.વ.33 રહે. અડવાણા તા.જી.પોરબંદર વાળાને પકડી લાવી તેમજ સાથોસાથ આ ગુન્હામાં આ મજકુર રીઢા અને જેલના પાકા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ આરોપીને ભગાડવામાં મદદગારી કરનાર ગુન્હેગાર ઇશાન્ત ભીખાભાઇ જોશી રહે. રાજકોટને પણ ઝડપી લઇ બન્ને મજુકરોને આગળની કાર્યવાહી કરવા સીટી બી પોલીસ સ્ટેશનએ સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એમ.જે.જલુની સુચના થી પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડિયા અશ્ર્વિનભાઇ ગંધા, ખીમાભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજ મકવાણા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકિયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

શહેર

જામનગરમાં પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો

સમર્પણ ઓવરબ્રિજ પર ગળુ કપાઇ ગયુ : ઘટના સ્થળેજ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

શહેર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકુફ રાખવા માગણી

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે રાજ્ય ચુંટણીપંચને કરી રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ મોકુફ રાખવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ રાજ્ય ચુંટણી પંચને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં રાજ્યની 6 મહાનગરપાલિકા, 55-નગરપાલિકાઓ, 231-તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની 6000 જેવા મતવિસ્તારોમાં લગભગ 8000ની આસપાસ જેટલા ઉમેદવારોની ચુંટણી યોજવાની છે. તાજેતરમાં માર્ચ મહિનાથી કોરોનાએ દેશમાં જે રીતે ફેલાવો કરેલ છે. જે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે એવા સમય જો ઉપરોકત ચુંટણીઓ યોજવામાં આવે તો રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને અસંખ્ય અન્ય સ્ટાફની આ કામગીરી માટે સતત રાત-દિવસ કામ કરવાનું બનશે. ડબલ્યુ એચ.ઓ. અને આઇ.સી.એમ.આર.ની ગાઇડ લાઇન અનુસાર આટલા બધા કર્મચારીઓ અને તેને સંલગ્ન કામગીરી એક સાથે કરે તો રોગનું સંક્રમણ વધવાનું પુરી શકયતા છે.

આવા સમયે સમગ્ર માનવનું મહામુલ્ય જીવન દાવ ઉપર લગાડી કર્મચારીઓ અત્યારે કોરોના વોરીયસ તરીકે કામ કરી રહ્યા છે. એવા સમયે જો આ ચુંટણીઓ યોજવામાં આવે તો આ ચુંટણી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનું જીવનું જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે અને તે પરિસ્થિતિ કાબુ બહાર જવાની પણ શક્યતાઓ છે અને આવી મહામારી જો એક વખત કાબુ બહાર જતી રહે તો તેને રોકવા માટે સૌ અસમર્થ થઇ જશે એવી પરિસ્થિતિમાં તમામ કેડરના કર્મચારીઓનું જો મોરલ તુટી જશે તો તેવી ગંભીર અસરો આગામી સમયમાં વહીવટ અને કાયદા વ્યવસ્થા ઉપર પડશે. જેથી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ ફરજ બજાવતાં કુલ-5000 કર્મચારી પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી આ ચુંટણી છ મહિના માટે ટાળવા અપીલ છે.

વધુ વાંચો

શહેર

લૈયારામાં બીમારીથી કંટાળી વૃદ્ધાનું અગ્નિસ્નાન

6 વર્ષ પૂર્વે પતિના મોત બાદ માનસિક બીમારી : જિંદગીથી કંટાળી કેરોસીન રેડી દિવાસળી ચાંપી : દરેડમાં લોખંડનો પાઈપ વાગતા શ્રમિક યુવકનું મોત: જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા વૃદ્ધાએ તેના પતિના મૃત્યુ બાદ તબિયત સારી ન રહેતા માનસિક બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા સમયે લોખંડનો પાઈપ ખેંચતા પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું. જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા શરીફાબેન કરીમશા શાહમદાર (ઉ.વ.65) નામના ફકીર વૃદ્ધાના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી વૃદ્ધાની તબિયત સારી રહેતી ન હતી અને થોડાક સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને 17 તારીખે રાત્રિના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા સી-1 પ્લોટ નં.302 માં મજૂરી કામ કરતો ઉવેશ મહેંદી હશનભાઈ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગુરૂવારે બપોરના સમયે લોખંડનો પાઈપ ખેંચી ઉંચકતો હતો તે દરમિયાન પગ લપસી જતા પાઇપ લાગવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વાહીદ અલી દ્વારા જાણ કરાતા હે.કો. એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.17/8 મા રહેતા અને કર્મકાંડ કરતા દિલીપભાઈ જયંતીભાઈ રાજયગુરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ