Connect with us

શહેર

જામનગર ફેકટરી ઓનર્સ એસો. તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાં 11 લાખનું અનુદાન

જામનગર ફેકટરી ઓનર્સ એસો. તથા સહયોગી સંસ્થાઓ દ્વારા ચીફ મિનિસ્ટર રિલિફ ફંડમાં 11 લાખનું અનુદાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીથી અસરગ્રસ્ત ભારત દેશને બચાવવા માટે જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી, કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સાંસદ પૂનમબેન માડમ તથા સમગ્ર વહીવટી તંત્ર જ્યારે દિવસ-રાત જોયા વિના સતત કામ કરી રહ્યાં છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં સહયોગ આપવા માટે જામનગર ફેકટરી ઓનર્સ એસો. દ્વારા સહયોગી સંસ્થા જામનગર હાર્ડવેર મેન્યુફેકચરર્સ એસો., જામનગર ઇલેકટ્રોપ્લેટર્સ એસો., જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો. તથા અન્ય ઉદ્યોગકારોના સહયોગથી એકત્રિત કરાયેલ ફંડમાંથી રૂા. 11,00,000 ચીફ મીનીસ્ટર રીલીફ ફંડના ચેક કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતાં.

આ તકે જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના ઉપપ્રમુખ કિશોરભાઇ ગલાણી, માનદ્મંત્રી ભરતભાઇ દોઢીયા, ખજાનચી ભાઇલાલભાઇ ગોધાણી, સંપાદક મનસુખભાઇ સાવલા તથા જામનગર ઇલેકટ્રોપ્લેટર્સ એસો.ના પ્રમુખ મનસુખભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ ફંડના ચેકનો સ્વીકાર કરી જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના તથા અન્ય સહયોગી સંસ્થાઓ તથા ઉદ્યોગકારો તરફ આભારની લાગણી વ્યક્ત કરી હતતી.

શહેર

જામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે ?

જાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના જુદા-જુદા 6 કન્ટેઈનમેન્ટ વિસ્તારને તબક્કા વાર મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિની તારીખ જાહેર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જામનગર શહેરના ઇબા ચોક, હમીદા મંજીલ વાળી ગલીનો વિસ્તાર, 3 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત ગણાશે. જ્યારે સનરાઇઝ એપાર્ટમેન્ટ 4 જૂનના રોજ, બજરંગ ફ્લોર મીલની ગલીથી માં-ખોડલ આશિષ મકાન સુધીનો વિસ્તાર પણ 4 જૂનના રોજ, સત્યસાંઇ નગર શેરી નં.6 તા.5 જૂનના રોજ, ધોળિયાફળી અનુરાગ મુખવાસની શેરી તા.5 જૂનના રોજ તથા નૂરી પાર્ક શેરી નં.3 તા.6 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થયેલા ગણાશે.

વધુ વાંચો

શહેર

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાપામાં આવેલ જલારામ મંદિરમાં આજે પ્રથમ વાર આંબા મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતાં. લેસ્ટરવાળા જલારામ ભક્ત ઇલાબેન દિપેશ કુમાર મશરૂ પરિવાર તરફથી આજે સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જલારામ મંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો

શહેર

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના એનસીસી કેડેટસ દ્વારા માસ્ક બનાવી કોરોનાની મહામારી સામે રક્ષણ માટે આ માસ્કનું વિતરણ કરાયું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા 1400 જેટલા માસ્ક બનાવી જામનગર શહેરના એસડીએમ હર્ષવર્ધનસિંહ સોલંકીને સુપ્રત કરાયા હતા.

આ તકે ચાર એએનઓ તથા બે પીઆઇ સ્ટાફ તેમજ ત્રણ એનસીસી કેડેટસ ઉપસ્થિત રહી આ માસ્ક સોંપવામાં આવ્યા હતા. એનસીસી કેડેટસે ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુર તથા લેફ. કમાન્ડર ચંદ્રેશ મિત્તલના માર્ગદર્શન હેઠળ આ માસ્ક તૈયાર કર્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ