Connect with us

જામનગર

જામનગરમાં વધુ 12 કોરોના પોઝિટીવ, 5 દર્દી સાજા થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 12 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે જ શહેરમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 476 થવા પામી છે. બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન 5 દર્દીઓ સાજા થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરેન્ટાઇન વ્યક્તિઓની માહિતી

હાલમાં કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ 803
ઇન્સ્ટીટયુનલ કોરેન્ટાઇન 74
હોટેલ કોરેન્ટાઇન 100

કોરોના સેમ્પલ અંગેની માહિતી

અત્યાર સુધીમાં લેવાયેલ સેમ્પલ(30/07/2020 સાંજના 5.00 વાગ્યા સુધી) 6237
કુલ પોઝીટીવ મળેલ સેમ્પલ 476
નેગેટીવ સેમ્પલ 5761
આજે લીધેલ સેમ્પલ(તારીખ:-29/07/2020 થી 30/07/2020 સાંજના 5.00 વાગ્યા સુધી) 165

પોઝીટીવ કેસની માહિતી

આજની તારીખે શહેર વિસ્તારમાં મળેલકુલ પોઝીટીવ કેસ
(તારીખ:-29/07/2020 થી 30/07/2020 સાંજના 5.00 વાગ્યા સુધી)
12
આજની તારીખે હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા 05
આજ સુધી હોસ્પીટલમાંથી રજા આપેલ દર્દીઓ (સાજા થયેલ) ની સંખ્યા 297
અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 06
આજની તારીખે મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 00

કન્ટેઈનમેન્ટ ઝોનની માહિતી

આજ દિન સુધી જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 371
આજ દિન સુધી સક્રિય રહેલ કન્ટેઈનમેન્ટ ઝોનની કુલ સંખ્યા 164
આજના દિવસમાં જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 22
આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :-ઘર 872
આજ રોજ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં સર્વે થયેલા ઘર તથા વસ્તીની સંખ્યા :- વસ્તી 3251

હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી

ગઈ કાલ સુધી સ્ક્રીનીંગ થયેલ કુલ વસ્તીની સંખ્યા 1138001
ગઈ કાલ સુધી સર્વે થયેલ કુલ ઘરની સંખ્યા 275218
ગઈકાલે સ્ક્રીનીંગ થયેલ વસ્તીની સંખ્યા 47501
ગઈકાલે સર્વે થયેલ ઘરની સંખ્યા 11387

ઉકાળાહોમિયોપેથી દવાઓનું વિતરણ

ઉકાળા વિતરણ કરવામાં આવેલ કુલ વ્યક્તિની સંખ્યા 277505
હોમિયોપેથી દવાનું વિતરણ સંખ્યા 230560

જામનગર

યુવકે વ્યાજખોરોના ત્રાસથી ડરીને શરીરે ડીઝલ છાંટી જાત જાળવી

યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ : બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ દાખલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકાંડા રોડ રબ્બાની પાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા યુવકે અગાઉ એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને ચુકવવાના બાકી હોવાથી શખ્સોએ ઉઘરાણી કરતા યુવકે ડરીને શરીરે ડીઝલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના કાલાવડ નાકા બહાર મોરકાંડા રોડ રબ્બાની પાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા આશીફભાઈ આમદભાઈ ડોર નામના યુવકે અગાઉ આરોપી અસલમ શેખ પાસેથી વ્યાજે રૂપિયા લીઘા હતા. જેમાંથી ત્રણ હજાર રૂપિયા ચુકવવાના બાકી હોવાથી અસલમ યાસીન તથા અહેમદ બોદુએ યુવકને ફોન કરી ઘરની બહાર બોલાવી રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ રૂપિયાની સગવડ ન હોવાથી હાલ રૂપિયા નહિ આપું તેમ કહેતા બન્ને આરોપીઓએ ગાળો દઇ ઢીંકાપાટુનો માર મારી ધમકી આપી પૈસા પરત નહી આપે તો મારી નાખવાની ધમકી આપતા બળજબરી પૂર્વક ઉઘરાણી કરતા ફરિયાદીને ડર લાગતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. સીટી એ ડીવીઝન પોલીસે આ અંગે બન્ને આરોપી વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 136 બેઠક માટે ભાજપામાં 537 દાવેદાર

સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે 74 દાવેદાર નોંધાયા : જામનગર જિલ્લા ભાજપના નિરીક્ષકો દ્વારા ગઇકાલે દરેક તાલુકા મથકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા ભાજપ દ્વારા ગઇકાલે દરેક તાલુકા મથકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે તાલુકાવાઇઝ 3-3 નિરીક્ષકોની ટુકડી બનાવવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા દરમ્યાન જિલ્લા અને તાલુકા પંચાયતોની કુલ 136 બેઠકો માટે 537 મુરતિયાઓએ પોતાનો દાવો નોંધાવ્યો હતો. આ ઉપરાંત સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે પણ 74 દાવેદાર નોંધાયા હતા.

ભાજપ દ્વારા બુધવારે દરેક તાલુકા મથકોએ ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ધ્રોલ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 53 જોડિયાની 16 બેકઠ માટે 59, જામજોધપુરની 18 બેઠક માટે 78, લાલપુરની 18 બેઠક માટે 65, જામનગરની 26 બેઠક માટે 91 તથા કાલાવડ તાલુકાની 18 બેઠક માટે 67 ઉમેદવારોએ પોતાની દાવેદારી પક્ષના નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી. આમ તાલુકા પંચાયતોની કુલ 11ર બેઠક માટે 413 દાવેદારો નોંધાયા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે પણ સેન્સ લેવામાં આવી હતી. જિલ્લા પંચાયત માટે ભાજપની ટિકીટ મેળવવા 124 લોકોએ દાવેદારી નોંધાવી હતી.

બીજી તરફ જામનગર જિલ્લામાં એકમાત્ર સિકકા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે ત્યારે સિકકા પાલિકાની 28 બેઠક માટે નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં કુલ 74 લોકોએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી હતી.

વધુ વાંચો

જામનગર

બજેટ સત્ર દરમ્યાન સંસદસભ્ય દિલ્હીમાં

સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થાય છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા.29/01/2021 થી તા.15/02/2021 સુધી બજેટ સત્રના પ્રથમ તબકકા દરમ્યાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખંભાળીયા ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે : 9.30 થી રાત્રે : 8.30 સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. 0288-2676688, 2670100, ખંભાળીયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન. 02833-233388) નો સંપક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ