Connect with us

મનોરંજન

ભારતમાં desi TikTok શક્ય છે ?

વિડીયો અપલોડ કરનારાઓ શું માને છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

54 વર્ષના ભારતીય મહિલા ગીતા શ્રીધર ટીકટોક પર સંખ્યાબંધ વિડીયો અપલોડ કરતા હતાં. ટીકટોક પરના બેન થી તેઓ દુખી છે. મોબાઇલના સ્ક્રીન પર દીકરી સાથે દેખાઈ રહેલા ગીતા શું કહેવા ઈચ્છે છે ?
54 વર્ષીય ગીતા તથા તેની પુત્રી શ્રદ્ધા શ્રીધર કહે છે : ભલે ટીકટોક એપ પર પ્રતિબંધ આવ્યો હવે અમે ભારતીય એપ પર વિડીયો ડાઉનલોડ કરશું.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રના કાયદામંત્રી રવિશંકર પ્રસાદએ પણ બુધવારે સાંજે દેશવાસીઓને કહ્યું છે કે – ચાઇનીઝ એપ્સ પરનો પ્રતિબંધ દેશ માટે લાભ છે. દેશના સ્ટાર્ટઅપ્સ સાહસિકો તથા ટેકનોલોજીના જાણકાર યુવાનોએ ભારતીય એપ્સ બનાવવા જોઈએ. લોકોને વધુ ને વધુ ઉપયોગી થાય, લોકોને નિર્દોષ મનોરંજન મળે તે પ્રકારની ભારતીય એપ્સની જરૂરિયાત છે. આ એક મોટું માર્કેટ છે. કમાવવાનું સાધન છે. સંબંધિત લોકોએ આ દિશામાં નજર દોડાવવાની જરૂર છે, ભારતમાં બુદ્ધિમાન લોકોની કમી નથી.

મનોરંજન

લોકોની ધાર્મિક લાગણી દૂભાવી ન શકાય: ‘તાંડવ’ વેબસિરીઝ મામલો

સુપ્રિમ કોર્ટે અભિનેતા-નિર્માતાઓને રાહતો ન આપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુપ્રીમ કોર્ટે બુધવારે વેબ સિરીઝ તાંડવના મેકર્સ અને એક્ટર્સ વિરુદ્ધ FIR પર રોક લગાવાની યાચિકા પર સુનાવણી કરી. લાંબી ચર્ચા અને જોરદાર દલીલ બાદ બેન્ચે દેશના 6 અલગ-અલગ રાજ્યોમાં થયેલી FIRને ટ્રાન્સફર અને ક્લબ કરવાની અપીલ પર નોટિસ જાહેર કરી. આરોપી બનાવવામાં આવેલા મેકર્સ, એક્ટર્સ અને પ્રોડ્યુસર્સને અરેસ્ટથી ઇન્ટરિમ સુરક્ષા આપવાની અપીલને નકારતા કહ્યું કે આ સુવિધા આપી શકાય નહીં યાચિકાકર્તા સંબંધિત કોર્ટમાં જામીન માટે અપીલ કરવા સ્વતંત્ર છે.

જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમઆર શાહની બેન્ચ સામે યાચિકાકર્તાના વકીલ એફએસ નરીમન, મુકુલ રોહતગી અને સિદ્ધાર્થ લુથરાએ અર્નબ ગોસ્વામી કેસમાં લેવામાં આવેલા નિર્ણયનો હવાલો આપતા રાહતની અપીલ કરી હતી. સુનાવણી દરમ્યાન બેન્ચે કહ્યું, અમે CRPCની કલમ 482 હેઠળ આપવામાં આવેલા પાવરનો યુઝ ન કરી શકીએ. અમે ઇન્ટરિમ સુરક્ષા આપવા તૈયાર નથી.

રોહતગીએ એમેઝોન ઇન્ડિયાના ક્રિએટિવ હેટ્સ અપર્ણા પુરોહિત તરફથી, સિદ્ધાર્થ અગ્રવાલે જિશાન અયુબ તરફથી અને લુથરાએ રાઇટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરફથી દલીલ રજૂ કરી હતી.

તાંડવ વિવાદમાં આરોપી બનાવવામાં આવેલા બધા લોકો પર 6 રાજ્યોમાં ફરિયાદ થઇ છે. માટે બચાવ પક્ષના વકીલોએ અર્નબ ગોસ્વામી અને અમીષ દેવગણ કેસનો હવાલો આપી સુરક્ષાની માગ કરી હતી. કોર્ટની ડિવિઝન બેન્ચે અર્નબને સુનાવણી દરમ્યાન અરેસ્ટથી સુરક્ષા આપી હતી જ્યારે અમીષને અરેસ્ટ થવાથી સુરક્ષા મળી હતી. સાથે જ અમીષ વિરુદ્ધ થયેલી ફરિયાદ ક્લબ કરવા અને અજમેર ટ્રાન્સફર કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા.

અરજદારો તરફથી હાજર વકીલ ફલી નરીમન, એમેઝોન ઈન્ડિયા માટે મુકુલ રોહતગી, ફિલ્મ નિર્દેશક તથા લેખક માટે સિદ્ધાર્થ લુથરા, અભિનેતા અય્યુબ માટે સિદ્ધાર્થ અગ્રવાલે દલીલો રજૂ કરી.

નરીમન : સીરિઝનાં જે દૃશ્યો સામે વાંધો દર્શાવાયો તેને હટાવાયાં છે. અમે માફી પણ માગી છે.

જસ્ટિસ ભૂષણ : તમે ઈચ્છો છો કે અમે તમામ કેસ રદ કરી દઈએ. તેના માટે હાઈકોર્ટ જાઓ.

નરીમન : આ દેશમાં આર્ટિકલ 19એ છે અને તે હેઠળ મારો અધિકાર પ્રભાવિત ન થવો જોઈએ.

જસ્ટિસ ભૂષણ : બંધારણની કલમ 31 પણ છે. તમે હાઈકોર્ટ જાઓ.

રોહતગી : કલમ 19એ માટે સીધા સુપ્રીમકોર્ટ જઈ શકાય છે.લૂથરા : મારા અસીલ સામે કેસ નોંધાયા છે. ધરપકડ થઇ શકે છે. તેના પર સ્ટે આપો.

રોહતગી : આ એક રાજકીય કટાક્ષ છે. જો લોકો નાની નાની વાતો પર દુ:ખી થવા લાગશે તો ધીમે ધીમે દેશમાં કળા, સિનેમા અને ટીવી બધું સમાપ્ત થઈ જશે.

અગ્રવાલ : કોઈ પાત્રના ડાયલોગ માટે અભિનેતાને જવાબદાર ન ઠેરવી શકાય.

જસ્ટિસ શાહ : તમે વેબ સીરિઝની સ્ક્રીપ્ટ વાંચ્યા પછી જ કોન્ટ્રાક્ટ પર સહી કરી હશે. તમે કેવી રીતે કહી શકો કે તમારી જવાબદારી નથી. તમે લોકોની ધાર્મિક લાગણી દુભાવી ના શકો.

જસ્ટિસ ભૂષણ : અમે વચગાળાના જામીન પર સુનાવણી નથી કરી રહ્યા.

અગ્રવાલ : પાત્રના દૃશ્ય અભિનેતાને બતાવાતા નથી.

રોહતગી : બધા કેસોને એક જગ્યાએ ટ્રાન્સફર તો કરી દો.

જસ્ટિસ શાહ : અમે આ મામલે નોટિસ ઈશ્યૂ કરીએ છીએ.

વધુ વાંચો

મનોરંજન

અક્ષય કુમારે લોન્ચ કરી ગેમ “ FAU-G”, કહ્યું આપણા ધ્વજને રક્ષણ આપો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજે સમગ્ર દેશ 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે બોલીવુડ એકટર અક્ષય કુમારે  FAU-G ગેમ લોન્ચ કરી છે. અક્ષય કુમારે પોતાની ગેમિંગ એપ  FAU-G લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે દુશ્મનોનો સામનો કરો, તમારા દેશ માટે લડો અને રાષ્ટ્રધ્વજનું રક્ષણ કરો. આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે. આ કંપનીના માલિક દયાનિધિમ એમ જી છે. કંપનીના COO ગણેશ હંડે છે. ઉલ્લેખનીય છે કે FAU-Gનું પૂરું નામ ફિયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ છે. ગૂગલ પ્લે સ્ટોર પર FAU-Gનું 50 લાખથી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયું છે.

પ્રખ્યાત વિડીયો ગેમ પબ-જી પર પ્રતિબંધ બાદ અક્ષય કુમારે જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં મલ્ટિ-પ્લેયર ગેમ શરૂ કરશે, જેનો ભારતમાં “ FAU-G”ના નામથી ઓળખાશે. આ જાહેરાત બાદ વિડીયોગેમ રમવાના શોખીનો ઉત્સાહી હતા, અક્ષય કુમારને ભારતમાં બનેલી એક રમત સાથે સંકળાયેલા હોવાનો ગર્વ હતો. પબ-જીને બદલીને, અક્ષય કુમારની FAU-G, ગલ્લાવાન ખીણની ઘટનાઓના આધારે પ્રથમ રમત હશે.રમતનો પ્રોમો શેર કરતાં અક્ષય કુમારે એનિમેટેડ વિડિઓ શેર કરી જેમાં રમતની મૂળભૂત બાબતોનો ખ્યાલ આપવામાં આવ્યો. તીવ્ર ગ્રાફિક્સ સાથે, આ રમત થોડા જ સમયમાં હિટ થશે. આ ગેમની સાઈઝ 460 MB છે. અત્યારે આ ગેમ માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં જ રમી શકાશે. ટૂંક સમય બાદ આઈ ફોનમાં પણ આ ગેમ ઉપલબ્ધ થશે.

વધુ વાંચો

મનોરંજન

અભિનેત્રીઓ આપઘાત શા માટે કરતી હોય છે ?!

વધુ એક તારિકાની આત્મહત્યાથી ચકચાર: આશ્રમમાં લટકતી મળી લાશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કન્નડ એક્ટ્રેસ તથા બિગ બોસ કન્નડની પૂર્વ સ્પર્ધક જયશ્રી રામૈયાએ સોમવાર, 25 જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. જયશ્રી બેંગલુરુના જે આશ્રમમાં સારવાર કરાવતી હતી, તે જ આશ્રમના રૂમમાંથી લટકતી હાલતમાં મળી આવી હતી. રિપોર્ટ પ્રમાણે, જયશ્રી લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. તે સંધ્યા કિરણ આશ્રમમાં રહીને સારવાર કરાવતી હતી.

જયશ્રી રામૈયા કન્નડ બિગ બોસની સિઝન 3માં જોવા મળી હતી. ગયા વર્ષે જુલાઈ, 2020માં એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જીવન પ્રત્યેની નિરાશા જાહેર કરીને ઈચ્છા-મૃત્યુની વાત કરી હતી. જોકે, પછી તેણે આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

એક જિંદગી બચી ગઈ / ફેસબુક લાઈવમાં કન્નડ એક્ટ્રેસ જયશ્રી રામૈયાએ કહ્યું હતું, મને ઈચ્છા મૃત્યુ આપો, એક્ટર કિચ્ચા સુદીપે તરત એક્શન લઇ તેની જિંદગી બચાવી લીધી.

તે સમયે જયશ્રીએ પોસ્ટ શેર કરીને કહ્યું હતું, દુનિયા તથા તણાવને અલવિદા. હું આ બધું પબ્લિસિટી માટે કરતી નથી. હું સંદીપ સર પાસેથી આર્થિક મદદની આશા પણ રાખતી નથી. હું આર્થિક રીતે મજબૂત છું, પરંતુ ઘણી જ તણાવમાં છું. હું જીવનમાં અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી છું. મને નાનપણથી બસ વિશ્વાસઘાત જ મળ્યો છે અને હું આમાંથી બહાર આવી શકી નથી. હું એક લુઝર છું. મને દયા મૃત્યુ મળવું જોઈએ. હું હજી પણ આ અપેક્ષા રાખી રહી છું. હું એક સારી યુવતી નથી. પ્લીઝ…પ્લીઝ મને દયા મૃત્યુ આપો.

ગયા વર્ષે જુલાઈ, 2020માં જયશ્રીએ સોશિયલ મીડિયામાં એક લાઈવ સેશન કર્યું હતું. આ સેશન બાદ કિચ્ચાએ ફોન કરીને એક્ટ્રેસ સાથે વાત કરી હતી. જયશ્રીએ આ વાતનો ઉલ્લેખ પણ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કર્યો હતો અને કહ્યું હતું, મારી ચિંતા માટે બહુ જ આભાર સુદીપ સર. તમે તમારી ટીમની સાથે મારો જીવ બચાવ્યો. મારા ચાહકો તથા મિત્રોને પ્રેમ. માફ કરો, મારા કારણે તમને મુશ્કેલી થઈ. હું હવે મારા જૂના ફોર્મમાં પરત આવી ગઈ છું. મીડિયાનો પણ સપોર્ટ કરવા બદલ આભાર. બહુ જ બધો પ્રેમ.

સોમવાર, 25 જાન્યુઆરીના રોજ જયશ્રીના પરિવાર તથા મિત્રોએ અનેક મેસેજ તથા ફોન કર્યા હતા. જોકે, તેણે જવાબ આપ્યો નહોતો. આથી જ મિત્રોએ આશ્રમના મેનેજમેન્ટને વાત કરી હતી. જ્યારે આશ્રમના અધિકારીઓ રૂમમાં ગયા ત્યારે જયશ્રીની ડેડબોડી પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ