Connect with us

સ્પોર્ટ્સ

IPL: ખાલી સ્ટેડિયમે જ મેચો રમાડવી હતી તો ભારતમાં વાંધો શું હતો ?

કરોડોનું ટર્નઓવર ધરાવતી આ ટુર્નામેન્ટથી યુએઇના અર્થતંત્રને જબરો ફાયદો : ભારતને નુકશાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શનિવારથી યુએઇમાં ઇન્ડિયન પ્રિમિયર લિગ (IPL) નો પ્રારંભ થયો છે. દર્શકો ટીવી પર આઇપીએલના મેચની મજા માણી રહ્યા છે. જ્યારે જ્યાં આ મેચ રમાય રહ્યા છે તે સ્ટેડિયમો સાવ ખાલીખમ્મ ભાસી રહ્યા છે. સ્ટેડિયમમાં જતાં બોલને લેવા જવા માટે કોઇ વોલિન્ટિયર પણ નઝર આવતા નથી. ત્યારે ભારતીય દર્શકો અને ભારતીય બુધ્ધિજીવીઓમાં એ પ્રશ્ર્ન ઉઠ્યો છે કે જો તમામ મેચ ખાલી સ્ટેડિયમે જ રમાડવાતા તો ભારતમાં શું વાંઘો હતો ? સૌ કોઇ જાણે છે કે, બીસીસીઆઇ આઇપીએલ પાછળ કરોડોનું ખર્ચ કરે છે. ત્યારે એક રીતે આ ટુર્નામેન્ટને ભારતમાં નહી રમાડીને ભારતીય ઇકોનોમીને જબ્બરુ નુકશાન થયુ છે. બીજી તરફ આ ટુર્નામેન્ટથી યુએઇના અર્થ તંત્રને ખુબજ ફાયદો થયો છે. અને તે પણ આપણા પૈસે !

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે આઇપીએલને ભારતમાં રમાડવાની મંજૂરી આપવામાં નહી આવતા બીસીસીઆઇ દ્વારા ટુર્નામેન્ટ યુએઇમાં સીફ્ટ કરવામાં આવી છે. કરોડો અબજોનું આર્થિક ટર્નઓવર ધરાવતી ભારતની આ ટુર્નામેન્ટ ભારત બહાર સીફ્ટ થતાં ભારતીય અર્થતંત્ર અને વ્યવસાયકારોને મોટું નુકશાન થયાનું આર્થિક તજજ્ઞો જણાવી રહ્યા છે. કેમ કે ભારતમાં પણ હવે કોઇ સ્થળે લોકડાઉન અમલી નથી. ત્યારે હાલ યુએઇમાં જે રીતે ખાલી સ્ટેડિયમો સાથે ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે તે રીતે આ ટુર્નામેન્ટ ભારતમાં પણ રમાડી શકાય હોત. જે નિયમો અને પરિસ્થિતિ વચ્ચે યુએઇમાં ટુર્નામેન્ટ રમાય છે. તેનું ભારતમાં પણ ખુબ સરળતાથી પાલન કરાવી શકાયું હોત.
હાલ યુએઇમાં રમાતી આઇપીએલને કારણે ત્યાંના અર્થતત્ર અને જુદા જુદા વ્યવસાયીક ક્ષેત્રને ખુબ જ ફાયદો થયો છે. ખાસ કરીને યુએઇના હોટલ ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આ મંદીના સમયમાં કરોડોનો બિઝનેસ મળ્યો છે. આ ઉપરાંત આટલા મોટા પ્રમાણમાં વિશ્ર્વભરના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ યુએઇમાં બે મહિના જેટલું રોકાણ કરનાર હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આ લોકો ત્યાં શોપિંગ મોલમાં ખરીદી, પ્રવાસન સ્થાનોની મુલાકાત, રેસ્ટોરન્ટની મુલાકાત લેનારા હોય આ ઉદ્યોગોને પણ ખુબ લાભ થશે. આ ઉપરાંત બીસીસીઆઇ યુએઇના જે ત્રણ સ્ટેડિયમોમાં મેચ રમાડી રહી છે. તેનું તોતિંગ ભાડુ પણ યુએઇ સરકારને ચુકવશે. ઉપરોકત તમામ બાબતોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ જણાય રહ્યું છે કે ભારત સરકારે આ ટુર્નામેન્ટને ભારતમાં યોજવાની મંજુરી નહી આપીને પોતાના પગ ઉપર જ કુહાડો માર્યો છે. કેમકે કરોડોનો બિઝનેસ જે ભારતીય ઉદ્યોગો અને વ્યવસાયકારોને મળવો જોઇતો હતો તે હવે યુએઇને મળી રહ્યો છે. હા, ભારતમાં લોકડાઉનની સ્થિતિ હોત તો વાત અલગ હતી. પરંતુ દેશમાં અત્યારે લગભગ તમામ સેવાઓ કાર્યરત કરી દેવામાં આવી છે. એટલું જ નહીં હજુ પણ તેમાં ઢીલ આપવામાં આવી રહી છે. ત્યારે હાલ યુએઇમાં જે રીતે ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે તે રીતે તો ભારતમાં પણ એ જ નિયમો સાથે ખુબ સરળતાથી ટુર્નામેન્ટ રમાડી શકાય હોત કેમ કે સ્ટેડિયમમાં પ્રેક્ષકો લાવવાના નથી અને ખેલાડીઓ કોઇને મળવાના નથી. તો આ ટુર્નામેન્ટ ભારતમાં યોજવામાં વાંધો શું હતો ??

સ્પોર્ટ્સ

ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કપીલ દેવને હાર્ટએટેક આવ્યો

દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કેપ્ટન કપિલ દેવને હાર્ટ-અટેક આવ્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજને કારણે કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે.

ડોકટર્સે આપેલી માહિતી મુજબ, કપિલ દેવની સ્થિતિ હાલ સ્થિર છે. તેઓ ખતરાથી બહાર છે. હાર્ટ-અટેકના સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હર્ષા ભોગલે અને આકાશ ચોપડા સહિત અનેક ફેન્સે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરી છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

જાન્યુઆરીમાં અમદાવાદનાં મોટેરામાં યોજાશે ડે-નાઇટ ટેસ્ટ મેચ

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીની ટેસ્ટ રમાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇંગ્લેન્ડની ટીમ આગામી વર્ષની શરૂઆતમાં 5 ટેસ્ટ અને વન-ડે મેચોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. બંને ટીમ વચ્ચે અમદાવાદમાં ડે-નાઇટ (પિન્ક બૉલ) ટેસ્ટ રમાશે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી. અમદાવાદનું નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કોલકાતા અને ધર્મશાલામાં પણ મેચો રમાઇ શકે છે. મોટેરા સ્ટેડિયમ નવું બન્યા બાદ ત્યાં હજુ સુધી કોઇ મેચ રમાઇ ન હોવાથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ અહીં રમાનારી પ્રથમ મેચ બની રહેશે.

કોરોનાના કારણે આ શ્રેણી બીજા કોઇ દેશમાં રમાડવાની વાત થઇ રહી હતી. જોકે, બીસીસીઆઇ શ્રેણી ભારતમાં જ રમાડવાના શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે અમે હાલ કેટલાક પ્લાન બનાવ્યા છે પણ કોઇ પ્લાન અંગે અંતિમ નિર્ણય નથી થયો. હાલ બોર્ડની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે, જે માટે થોડા દિવસોમાં ટીમ જાહેર થશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ડબલ સુપર ઓવરમાં પંજાબનો વિજય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

IPLની 13મી સીઝનની 36મી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે મુંબઈ ઇન્ડિયન્સને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું. આ પહેલા બંને ટીમ વચ્ચે રમાયેલી પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. બીજી સુપર ઓવરમાં મુંબઈએ 12 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો. પંજાબ માટે ક્રિસ જોર્ડન અને મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે સુપર ઓવર નાખી. IPLમાં પહેલીવાર એક દિવસમાં 3 સુપર ઓવર રમાઈ.

મુંબઈ ઈન્ડિયન્સે પહેલાં બેટિંગ કરતાં 6 વિકેટ પર 176 રન બનાવ્યા હતા. તે બાદ કિંગ્સ ઈલેવન પંજાબે પણ આ જ સ્કોર બનાવ્યો હતો. તે બાદ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રિત બુમરાહે સુપર ઓવરમાં ફક્ત 5 રન આપ્યા હતા. તે બાદ મોહમ્મદ શમીએ પણ ઘાતક બોલિંગે રોહિત અને ડી કોકને 5 રન પર રોકી દીધા હતા. તે બાદ શરૂ થઈ બીજી સુપર ઓવર જેમાં મુંબઈએ 11રન બનાવ્યા અને પંજાબે 15 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

પહેલી સુપર ઓવરમાં પંજાબે 5 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ પણ 5 રન જ કરી શક્યું હતું. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ અને પંજાબ માટે મોહમ્મદ શમીએ સુપર ઓવર નાખી હતી. નિયમ અનુસાર, પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ અને બોલિંગ કરનાર ખેલાડીઓ બીજી સુપર ઓવરમાં માત્ર ફિલ્ડિંગ જ કરી શકે છે. આ કારણે મેચની બીજી સુપર ઓવરમાં અલગ-અલગ ખેલાડીઓએ બેટિંગ-બોલિંગ કરી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ