Connect with us

રાષ્ટ્રીય

મંત્રી નવાબ મલિકના જમાઇની પૂછપરછ

મંત્રી નવાબ મલિકના જમાઇની પૂછપરછ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુંબઇમાં 200 કિલો ડ્રગ્સ જપ્ત કર્યા પછી, એનસીબીના અધિકારીઓએ મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકના જમાઇ સમીરખાનને પૂછપરછ માટે બોલાવ્યા છે.

એનસીબીના અધિકારીઓએ એમ કહ્યું છે કે, સમિરખાન અને કરણ સજનાણી વચ્ચે રૂા.20,000ની લેણદેણ થઇ હોવાનું જાણમાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમિરખાનની શાદી નવાબ મલિકની પુત્રી નિલોફર સાથે થયેલી છે.
એનસીબીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, કરણ અને સમિરખાન વચ્ચે ગુગલ પેના માધ્યમથી આર્થિક વ્યવહાર થયો છે. એજન્સીને એવી શંકા છે કે, આ લેણદેણ ડ્રગ્સના મામલે થઇ છે. આ શંકાની ખાતરી કરવા માટે એજન્સીએ સમિરખાનની પૂછપરછ હાથ ધરી છે.

એનસીબીના રડારમાં ઘણાં લોકો છે. ગઇકાલે મંગળવારે એનસીબીએ મુછડ પાનવાળાને ઝડપી લીધો હતો.તે પછી જયશંકર અને રામકુમાર તિવારીની પણ પૂછપરછ થઇ છે. તિવારીબંધુઓ આ પાનની દુકાનના માલિકો છે. રામકુમાર મોટો ભાઇ છે.

તિવારીબંધુઓની આ દુકાન દક્ષિણમુંબઇના અતિશ્રીમંત વિસ્તાર કેમ્પ કોર્નરમાં આવેલી છે.આ બન્ને ભાઇઓ છ-છ મહિના દુકાનનું સંચાલન કરે છે. બોલીવુડની ઘણી હસ્તીઓ અને ઉદ્યોગપતિઓ આ પાનની દુકાનની નિયમીત મુલાકાત લે છે.

અત્રે એ પણ નોંધનીય છે કે, સુશાંત મૃત્યુ કેસ શરૂ થયા પછી એનસીબીના અધિકારીઓએ ડ્રગ્સના મુદ્દે અત્યાર સુધીમાં દેશના આર્થિક પાટનગર અને માયા નગરી તરિકે સમગ્ર વિશ્ર્વમાં જાણીતા મુંબઇમાં ઘણી કામગીરી ઝડપથી નીપટાવી છે અને ગણતરીના મહિનાઓમાં એજન્સી ઘણાં મોટા માથાઓ સુધી પહોંચી છે.

રાષ્ટ્રીય

ધનંજય વિરૂધ્ધની ફરિયાદ પાછી ખેંચતી ગાયિકા

ગાયિકા રેણુ શર્માની બહેન ધનંજય મુંડેની ઉપપત્ની છે: રેણુએ સોશ્યલ મિડીયા પરની આ પોસ્ટમાં પ્રધાનમંત્રીને પણ ટેગ કર્યા છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

10 દિવસ પહેલાં જ સિંગર રેણુ શર્માએ સોશિયલ મીડિયામાં ધનંજય મુંડે પર રેપનો આક્ષેપ મૂક્યો હતો. 11 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આરોપી મંત્રીની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થઈ નથી. તેના જીવને જોખમ છે. હવે રેણુએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી કહ્યું હતું, હું કોઈ મોટા રાજકીય ષડયંત્રનો શિકાર બની છું. આથી જ હું ધનંજય મુંડે વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પરત લઉં છું.

હાથથી લખેલા પેત્રમાં રેણુએ કહ્યું હતું, જ્યારે ધનંજય મુંડે વિરુદ્ધ લગ્નનું વચન તથા બળાત્કાર અંગેના જે આક્ષેપો કર્યા હતા, તે અંગે મારું નિવેદન નીચે પ્રમાણે છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે મારી બહેન તથા ધનંજય મુંડેના સંબંધોમાં કેટલાંક સમયથી કડવાશ આવી ગઈ છે અને કોર્ટ કેસ થવાથી હું ઘણાં જ માનસિક તણાવ તથા દબાણમાં હતી. જોકે, વિરોધ પક્ષ તેમની વિરુદ્ધ જતાં મને લાગ્યું કે હું કોઈ મોટા રાજકીય ષડયંત્રનો શિકાર બની રહી છું. કેટલાંક લોકો મારા ખભે બંદૂક મૂકીને ગોળી ચલાવી રહ્યાં છે. આ બધું જ ખોટું છે.

હું મારા ઘરના કોઈ પણ વ્યક્તિનું નામ ખરાબ સંબંધોથી બચવા માટે કરવા માતી નથી. અંતે બસ એટલું જ કહીશ કે હું ધનંજય મુંડે વિરુદ્ધ દાખલ કરેલી ફરિયાદ પૂરી રીતે પરત લઉં છું. હું રેકોર્ડમાં સ્પષ્ટ કરવા માગું છું કે વચનનું ઉલ્લંઘન તથા બળાત્કારની કોઈ ફરિયાદ નથી. ના તો કોઈ અયોગ્ય ફોટો અથવા વીડિયોની ફરિયાદ છે. આ સ્ટેટમેન્ટ પૂરી સભાન અવસ્થામાં આપી રહી છું.’

રેણુએ આ પહેલાં સોશિયલ મીડિયામાં ફરિયાદની કોપી શેર કરીને કહ્યું હતું, મેં મંત્રી ધનંજય મુંડે વિરુદ્ધ મુંબઈ પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરી છે. જોકે, હજી સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ઓશિવારા પોલીસ સ્ટેશ મારી લેખિત ફરિયાદ સ્વીકારતું નથી. મારા જીવને જોખમ છે. મહેરબાની કરીને મદદ કરો.’ રેણુએ આ પોસ્ટ સાથે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા હતા.

ધનંજય મુંડેએ રેણુના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયામાં કહ્યું હતું કે સિંગર તેમને બદનામ કરવા માટે બ્લેકમેલ કરે છે. જોકે, તેમણે એ વાત સ્વીકારી હતી કે 2003માં તેમના સંબંધો સિંગરની બહેન કરુણા શર્મા સાથે હતા અને તેમને એક દીકરો તથા એક દીકરી છે. તેમણે આ સંતાનોને પોતાનું નામ આપ્યું છે. મુંડેના મતે, આ વાતની જાણ તેમની પત્ની તથા સંબંધીઓને પણ છે. બાળકો તેમની સાથે રહે છે અને તે કરુણાની પૂરી જવાબદારી ઉઠાવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને અડુ-અડુ, કયાં છે વિપક્ષ ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર 100 રૂપિયા લીટરથી મારૂ અઢી રૂપિયા દૂર થાય છે. તો મુંબઇ અને ઇન્દોરમાં પેટ્રોલનો ભાવ રૂા. 92 છે. આજે ડિઝલના ભાવમાં 23થી 27 પૈસા પેટ્રોલમાં રર થી રપ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એક સમયે ઇંધણના ભાવ વધારા મુદે સતા ગુમાવનારા કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો આ બેફામ વધારાને લઇને કેમ ચૂપ છે ? તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 85.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 75.63 થઇ ગયો છે. આ જ રીતે મુંબઇમાં પેટ્રોલ 92.04 અને ડીઝલ રૂા. 82.40 રૂપિયા લીટર થયું છે. ચેન્નાઇમાં પેટ્રોલના 88.07 રૂપિયા તો ડીઝલ 80.90 છે. કોલકતામાં પેટ્રોલનાો ભાવ 86.87 અને ડીઝલ 79.23 થયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તેના સૌથી ઉચ્ચતમ શિખરે પહોંચી ગયા છે. જો કે, આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં નરમાશ જોવા મળી છે. ડોલર પ્રતિ બેરલ થઇ ગયું છે. ભારતીય બાસ્કેટમાં જે ક્રુડ આવે છે તે લગભગ 20 થી રપ દિવસ જૂનું હોય છે એટલે આજે જે ક્રુડનો ભાવ છે તેની રપ દિવસ બાદ જોવા મળી શકે છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડયા બાદ તેનો ભાવ ડબલ થઇ જાય છે. જો કેન્દ્રની એકસાઇઝ અને રાજય સરકારનો વેટ હટાવાઇ તો ડીઝલ અને પેટ્રોલનો ભાવ લગભગ 27 રૂપિયા લીટર થઇ જાય પરંતુ કેન્દ્ર હોય કે, રાજય સરકાર બન્ને કોઇપણ હટાવી નથી શકતી કારણ કે, તેની આવકનો મોટો ભાગ આ જ છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કર્ણાટકમાં વિસ્ફોટક વહન કરી રહેલાં વાહનમાં બ્લાસ્ટ : 8નાં મોત

શિવમોગાની આ દુર્ઘટના અંગે વડાપ્રધાને વ્યકત કરી સંવેદના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કર્ણાટકના શિવમોગામાં ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે શક્તિશાળી વિસ્ફોટમાં 8 મજૂરનાં મોત થયાં હતાં. રિપોર્ટ અનુસાર, કેટલાક લોકો ટ્રકમાં જિલેટિન સ્ટિક લઇ જઇ રહ્યા હતા. શિવમોગા જિલ્લાના અબ્બાલગેરે ગામ પાસે આ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે શિવમોગાના નજીકના જિલ્લા ચિકમંગલુર સુધી સંભળાયો હતો.

ધડાકાને કારણે આજુબાજુનાં ઘરના કાચ તૂટી ગયા હતા. પહેલાં લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, જેથી ગભરાઇને લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અધિકારી ઘટનાની તપાસ કરી રહ્યા છે. શિવમોગા કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો છે.

શિવમોગાના ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે. તેમણે ઘટનાસ્થળ પર વધુ વિસ્ફોટકો હોવાની આશંકા વ્યક્ત કરી છે. વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી શિવમોગા દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, લોકોના જીવ ગુમાવવાથી દુ:ખી છું. તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલ ઝડપથી સાજા થાય તેવી કામના કરૂં છું. દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા લોકોને રાજ્ય સરકાર ઝડપથી મદદ પહોંચાડશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ