Connect with us

આંતરરાષ્ટ્રીય

અનંત એમ.પી. શાહનું બ્રિટનના મહારાણી દ્વારા યુકેના સર્વોચ્ચ એવોર્ડથી સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અનંતભાઈ શાહનો જન્મ નાયરોબી, કેન્યામાં થયો. તેમણે થોડા વર્ષો ભારતમાં વિતાવ્યા અને ત્યાર બાદ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લંડનમાં પૂરું કરી લંડન સ્કુલ ઓફ ઈકોનોમીકસ માંથી સ્નાતક B.Sc.-Economicsની ડીગ્રી પ્રાપ્ત કરેલ હતી.

વર્ષ 1973માં તેમણે પોતાના મોટા ભાઈ વિપીનભાઈ સાથે મળીને મેઘરાજ ગ્રુપ ની સ્થાપના કરી ફાઈનાન્સયલ સર્વિસ સેક્ટરમાં પદાર્પણ કર્યું. મેઘરાજ બેંક યુનાઇટેડ કિંગડમની પ્રથમ ખાનગી બેંકો પૈકીની એક છે જેણે યુ.કે. માં ભારતીય લોકોને બહોળા પ્રમાણમાં સેવા આપેલ.

યુવાનીના સત્યાવીસ વર્ષ આર્થિક ઉપાર્જનમાં વિતાવ્યા બાદ, સમાજ-સેવક અને દાનેશ્વરી તરીકે જગ-વિખ્યાત પિતાશ્રી મેઘજીભાઈના ચિંધ્યા માર્ગે પોતાની શેષ જિંદગી સમાજ સેવા માટે અપર્ણ કરવાનો નિર્ણય કરી ઇસ. વર્ષ 2000 થી સમાજ સેવાના કાર્યોમાં પ્રવૃત્ત થયા.

મેઘજી પેથરાજ શાહ પરિવારથી ચાલતી અનેક સંસ્થાઓથી દરરોજ લગભગ 35000થી વધુ લોકો લાભાન્વિત થાય છે !! માદરે વતન જામનગરમાં એમ. પી. શાહ મ્યુ. ટાઉન હોલ, એમ. પી. શાહ મ્યુ. વૃદ્ધાશ્રમ, એમ. પી. શાહ કોમર્સ કોલેજ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, એનિમલ હેલ્પલાઈન, જામનગર જીલ્લામાં અનેક શાળાઓ તથા છાત્રાલયો જેવી અનેક સખાવતો તો કરી જ પણ સાથે સાથે સુરેન્દ્રનગર, કડી વાઘોડિયા, પાલીતાણા, ભાવનગર, સાવરકુંડલા, લીમડી, મુંબઈ વિગેરેમાં શૈક્ષણિક સંકુલ અને દિલ્હી સ્થિત ગુજરાતી સમાજમાં ઓડીટોરીયમ જેવા અનેક અનુદાન સમગ્ર ભારતમાં કરી તેમણે સમાજનું ઋણ અદા કરવાનો અનોખો પ્રયાસ કર્યો છે.
જામનગર સ્થિત એમ. પી. શાહ મેડીકલ કોલેજમાંથી 11000થી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટરની ઉપાધી મેળવી સમાજ સેવામાં કાર્યરત થયા છે. તો, અમદાવાદ સ્થિત એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલની, તેની ઉચ્ચ કક્ષાની સેવાઓ ને કારણે, સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમે ગણના થાય છે.

આ પરિવાર દ્વારા અનુદાનિત અનેક સંસ્થાઓ માટે પોતાનો અમુલ્ય સમય આપવા ઉપરાંત અનંતભાઈ ભારતીય વિદ્યાભવન, Institute of Jainology, Brooke, Scope, Global Giving, Trees for Cities, Animal Interfaith Alliance, iPartner India, ProVeg, Citizens Advice Enfield, Faraja Cancer Care જેવી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી અથવા સલાહકાર તરીકે સેવારત છે.
આવા અનંતભાઈને, તા. 10 ઓક્ટોબરના રોજ, તેમના શિક્ષણ, એનિમલ વેલ્ફેર તથા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં બહુમુલ્ય પ્રદાન બદલ, યુ.કે.ના મહારાણી દ્વારા ઓ.બી.ઈ. ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. યુનાઇટેડ કીન્ગડમ દ્વારા આપતા સર્વોચ્ચ ખિતાબોમાં સી.બી.ઈ. કમાન્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર પુરસ્કાર પ્રથમ ક્રમનો; ઓ.બી.ઈ. પુરસ્કાર બીજા ક્રમનો અને એમ.બી.ઈ. મેમ્બર ઓફ બ્રિટીશ એમ્પાયરએ ત્રીજા ક્રમનો પુરસ્કાર છે.

આમ, જામનગરના મૂળ વતની, હાલારી વિશા ઓશવાલ જ્ઞાતિના અનંતભાઈનું બ્રિટનના મહારાણી દ્વારા ઓ.બી.ઈ. તરીકેનું, યુ.કે.ના દ્વિતીય ક્રમના સર્વોચ્ચ પુરસ્કારથી બહુમાન થયું તે સમગ્ર ભારતવાસીઓ માટે ગૌરવ અને ગર્વની વાત છે.

આંતરરાષ્ટ્રીય

ચીનના 60 હજાર નાગરીકોને કોરોના વેકસીન આપવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આખી દુનિયામાં જે-તે સમયે એવું જાહેર થયું હતું કે, કોરોનાની ઉત્પતિ ચીનમાં થઇ છે. આ મુદ્દે સમગ્ર વિશ્ર્વમાં ચીનના વુહાન પ્રાંતનું નામ ગાજયું હતું. હવે ચીનથી એવા સમાચાર પ્રકાશિત થયા છે કે ચીનના 60 હજાર નાગરિકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીન આપી દેવામાં આવી છે.

ચીનના સાયાન્સ અને ટેકનોલોજી મંત્રાલયના એક અધિકારીએ મંગળવારે આ વેકસીનના આંકડાની સતાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, જે 60 હજાર નાગરિકોને વેકસીન આપવામાં આવી છે તે પૈકી એક પણ કેસમાં વેકસીનની કોઇ આડ અસર જોવા મળી નથી. વેકસીનની છેલ્લાં તબકકાની ટ્રાયલના સારા પરિણામો પછી વેકસીન આપવાની આ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચીનના સતાવાળાઓએ જણાવ્યું છે કે, હવે પછીના તબકકામાં ચીનનાં નાગરિકોને વેકસીન આપવાનો કાર્યક્રમ મોટા પાયા પર યોજવામાં આવશે.

જે નાગરિકોને વેકસીન આપવામાં આવી છે તેઓના પ્રાથમિક પરિક્ષણમાં જાણવા મળ્યું છે કે, આ તમામ નાગરિકો સલામત છે. કોઇપણ પ્રકારની આડ અસર જોવા મળી નથી. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ ચીનના સતાવાળાઓએ જુદી-જુદી ચાર પ્રકારની વેકસીનના ટ્રાયલના અંતીમ તબકકા અંગે ભારે ગુપ્તતા જાળવી હતી. અધિકારીઓ કહ્યું છે કે, વેકસીનના ટ્રાયલ ડેટા હજુ પણ ગુપ્ત રાખવામાં આવ્યા છે. પરંતુ જે લોકોને વેકસીન આપવામાં આવી છે તેઓની સલામતી માટે પુરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. બીજી બાજુ ચીનના કેટલાંક વૈજ્ઞાનિકો એમ કહે છે કે, ટ્રાયલના ત્રીજા તબકકાને પુર્ણ કર્યા વિના આપવામાં આવેલી આ વેકસીન અમુક લોકોના આરોગ્ય સામે જોખમ સર્જી શકે છે. સીનોફાર્મ નામની ચીનની વેકસીન બનાવતી સરકારી કંપનીએ એવું જાહેર કર્યુ છે કે, ત્રીજા તબકકાની ટ્રાયલ માટે બે વ્યકિતઓ પર પ્રયોગો ચાલી રહ્યા છે. પરંતુ સાથે સાથે એમ પણ કહ્યું છે કે, ઘણાં બધા લોકોને આ વેકસીન આપવામાં આવી છે અને કોઇ આડઅસરો જોવા મળી નથી. આ સરકારી કંપનીના 3000 કર્મચારીઓને પણ આ વેકસીન આપવામાં આવી હોવાનું કંપનીના અધિકારીઓએે સતાવાર રીતે જાહેર કર્યું છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફી-2020

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમગ્ર વિશ્ર્વના 86 દેશોમાંથી પ્રોફેશનલ ફોટોગ્રાફર અને શોખથી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરી રહેલા કુલ 49,000 લોકોએ તાજેતરની વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી-2020માં ભાગ લીધો. આ સ્પર્ધાની આ 56મી એડિશન હતી. આ સ્પર્ધામાં 7 ભારતીયો દ્વારા લેવામાં આવેલાં ફોટોગ્રાફસને પણ સ્થાન મળ્યું હતું. કુચબિહારના રિપન બિશ્ર્વાસે ફોટોગ્રાફર ઓફ ધ યર પોર્ટફોલિયો એવોર્ડ જિત્યો છે. આ સ્પર્ધાના તમામ ફોટોગ્રાફસ લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. આ સ્પર્ધાનું સૌથી મોટું ઇનામ રશિયન ફોટોગ્રાફર સર્ગેય ગોર્શકોવના ફોટોગ્રાફસને મળ્યું હતું. આ ફોટોગ્રાફસમાં એક સાઇબેરિયન વાઘણ વૃક્ષને હગ આપે છે.

દસ વર્ષ અને તેનાથી નીચેની વયના ફોટોગ્રાફરો માટેની કેટેગરીમાં બેંગ્લોરના વિદ્યુન આર. હેબરના ફોટોગ્રાફસ માટે ભલામણ કરવામાં આવી હતી. તેના ફોટોગ્રાફસમાં રોડ સાઇડ પર કરોળિયાનું ઝાળું અને કરોળિયો દ્રશ્યમાન થાય છે. આ ઉપરાંત 11 થી 14 વર્ષની કેટેગરીમાં અર્શદિપસિંઘના ફોટો માટે ભલામણ થઇ હતી. તેણે લાલ પગવાળા લંગુર પ્રજાતિના વાંદરાનો ફોટો સ્પર્ધામાં મોકલ્યો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના નેશનલ ચંબલ સેંકચુરીમાં ધ્રીતિમાન મુખર્જીએ પાડેલો ફોટો પણ સ્પર્ધામાં હતો. તામિલનાડુના ચેન્નાઇના સંબથ સુબૈયાએ ગરૂડ અને સાપનો ફોટો ચેન્નાઇ નજીક પાડયો હતો તેને પણ આ પણ સ્પર્ધામાં સ્થાન મળ્યું હતું. ઐશ્ર્વર્યા શ્રીધર નામના ફોટોગ્રાફરે આગિયાઓનો ફોટો ભારતના પશ્ર્ચિમ ઘાટ પર પાડયો હતો. તેને પણ આ સ્પર્ધામાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત અર્બન વાઈલ્ડલાઇફ કેટેગરીમાં એક દિવાલ પર આરામ ફરમાવી રહેલાં ચિત્તાની તસ્વીરને પણ આ સ્પર્ધામાં સ્થાન મળ્યું છે. આ ફોટોગ્રાફ મસુદ હુશેન દ્વારા લેવામાં આવ્યો છે. નાગપુર નજીકના એક વિસ્તારમાં શાળાની દિવાલ પર ચિત્તો સુતેલો છે એ પ્રકારનો આ ફોટોગ્રાફ તેના દ્વારા લેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઇના પરામાં એક ચિત્તો ઘુમી રહ્યો છે તેનો ફોટોગ્રાફ નયન ખાનોલકર દ્વારા રાત્રિના સમયે લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવનાર રશિયન ફોટોગ્રાફર સર્ગેયએ ઇનામી ફોટો મેળવવા માટે સાઇબિરીયાના જંગલમાં 11 માસ વિતાવ્યા હતા એવું જાહેર થયું છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

કોરોના ઇફેક્ટ: ભારતની પ્રતિવ્યક્તિ જીડીપી બાંગ્લાદેશ કરતા પણ ઓછી!

જાણો બન્ને દેશની કેટલી છે જીડીપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પછાત દેશોમાં ગણાતા બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ GDP ભારતની પ્રતિ વ્યક્તિ GDP કરતાં વધુ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ આ માહિતી આપી છે. IMFએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં પ્રતિ વ્યક્તિ GDP 1,888 ડોલર (લગભગ 1,38,400 રૂપિયા) છે, જ્યારે ભારતમાં એ 1,877 ડોલર(લગભગ 1,37,594 રૂપિયા) છે.

IMFએ આ સાથે એવું પણ કહ્યું હતું કે 2021માં ભારત આમાં આગળ થઈ જશે. 2021માં ભારતમાં પ્રતિ વ્યક્તિ GDP 1 લાખ 48 હજાર 190 રૂપિયા હશે, જ્યારે બાંગ્લાદેશના લોકોની GDP 1 લાખ 45 હજાર 270 રૂપિયા હશે. હાલ ભારતમાં એક લાખ 37 હજાર 21 રૂપિયા જ્યારે બાંગ્લાદેશમાં એક લાખ 37 હજાર 824 રૂપિયા પ્રતિ વ્યક્તિ GDP છે. આ આંકડો એક ડોલર પર 73 રૂપિયાના આધારે છે.

IMFએ કહ્યું હતું કે પહેલા ત્રિમાસિકનાં પરિણામોએ ભારતની અર્થવ્યવસ્થા પર માઠી અસર કરી છે. એવું લાગે છે કે આવનારા દિવસોમાં એની મુશ્કેલી ઓછી નહીં થાય. ભારતની અર્થવ્યવસ્થાનો રસ્તો પડકારજનક છે. IMFના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક પર નજર કરીએ તો કંઈક આવું જ જોવા મળે છે. IMFના રિપોર્ટ પ્રમાણે, દેશની સ્થિતિ બાંગ્લાદેશથી પણ ખરાબ થવાની છે. તેની પ્રતિ વ્યક્તિ GDP બાંગ્લાદેશથી પણ નીચે જશે અને આ બધી લોકડાઉનની અસર છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ