Connect with us

આંતરરાષ્ટ્રીય

ભારતનો વૈશ્વિક દબદબો : કાશ્મિરનો ખોટો નકશો દર્શાવતી ચલણી નોટ સાઉદી અરેબિયાએ પાછી ખેંચી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વૈશ્વિક લેવલે ભારતનો દબદબો કેટલો છે તેનું વધુ એક પ્રમાણ સામે આવ્યું છે. મુસ્લિમ દેશ હોવા છતાં પાકિસ્તાનને નહી ગાંઠતા સાઉદી અરેબિયાએ ભારતના દબાણમાં આવીને જમ્મુ-કાશિમરનો ખોટો નકશો ધરાવતી 20 રિયાલની નોટ પાછી ખેંચી લીધી છે. અને વધુ નોટોનું છાપકામ પણ અટકાવી દીધું છે. આમ ભારતનો વધુ એક કુટનિતીક વિજય થયો છે. તાજેતરમાં જ લદ્દાખનો ખોટો નકશો પ્રસિધ્ધ કરવા અંગે ટિવટરને સખ્ત ચેતવણી આપ્યા બાદ ટિવટરને પણ લેખિત માફી માગવાની ફરજ પડી હતી.

જી 20 શિખર પરિષદ માટે આ નોટ પ્રગટ કરવામાં આવી હતી. જો કે ભૂલ સમજાતાં શિખર પરિષદ શરૂ થવા અગાઉજ સાઉદી અરેબિયાએ આ નોટ પાછી ખેંચી લીધી હતી જેથી ગેરસમજ પ્રસરતી અટકી જાય.
આ નોટ પર ભારતનો જે નકશો પ્રગટ કરાયો હતો એમાં જમ્મુ કશ્મીરને અને લદ્દાખને ભારતથી અલગ દેખાડાયા હતા. એ સામે ભારતે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો. સાઉદી અરેબિયાએ પોતાની ભૂલ સ્વીકારીને તરત નોટ પાછી ખેંચી લીધી હતી અને ટંકશાળમાં છપાઇ રહેલી નોટોની છપાઇ અટકાવી દીધી હતી.

અત્રે એ મહત્ત્વનું છે કે આ વખતે જી 20 સમિટના અધ્યક્ષપદે સાઉદી અરેબિયા છે. આ નોટ છપાઇ એની એક તરફ સાઉદીના કિંગ સલમાનની તસવીર અને જી 20 સમિયનો લોગો છે. બીજી બાજુએ જી 20ના સભ્ય દેશોને દર્શાવતો નકશો હતો. આ નકશામાં ભારતનાં જમ્મુ કશ્મીર તથા લદ્દાખને ભારત કરતાં જુદાં દર્શાવ્યાં હતાં. ભારતે તરત એ સામે વિરોધ નોંધાવ્યો હતો.

સાઉદી અરેબિયા ખાતેના ભારતીય રાજદૂત ઔસાફ સૈયદે ભારત વતી વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો સુમેળભર્યા છે એટલે સાઉદી અરેબિયાએ તરત પોતાની ભૂલ સ્વીકારીને 20 રિયાલની નોટ પાછી ખેંચી લીધી હતી અને નોટ છપાઇ રહી હતી એ પ્રેસમાં પણ છાપકામ અટકાવી દીધું હતું.

આંતરરાષ્ટ્રીય

ઇસ્લામિક દેશોના સંગઠનોએ પાકિસ્તાનને આપ્યો મોટો આંચકો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાન પ્રત્યેની ભારતીય કૂટનીતિનો આડકતરો પરંતુ મોટો વિજય આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળે છે. દૂનિયાભરના ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. ઓરગેનાઇઝેશન ફોર ઇસ્લામિક કો.ઓપરેશન એટલે કે, OIC એ પોતાના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના કાશ્મીરનો મુદ્દો એજન્ડામાં સામેલ ન કરીને પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. જો કે, આમ છતાં પાકિસ્તાન પોતાનો ચહેરો બચાવવા માટે આ મહત્વની ઘટના અંગે લિપાપોતી કરી રહ્યું છે.

ઇસ્લામિક રાષ્ટ્રોના આ સંગઠનોએ અંગ્રેજી અને અરજી ભાષામાં નિવેદન જાહેર કર્યુ છે. આજે શુક્રવારે નાઇઝરની રાજધાની નાયમી ખાતે આ સંગઠનના વિદેશ મંત્રીઓની કાઉન્સિલની બેઠક અંગે આ નિવેદન આવ્યું છે. જેમાં કોઇપણ એજન્ડામાં કાશ્મીરનો ઉલ્લેખ નથી. આજની આ બેઠકનું નેતૃત્વ સાઉદી અરેબિયા કરી રહ્યુું છે.

પાકિસ્તાનના સૌથી વધુ લોકપ્રિય અખબાર ડોનમાં એમ લખવામાં આવ્યું છે કે, આ ઇસ્લામિક રાષ્ટ્રોના સંગઠને કાશ્મીરને પોતાના એજન્ડા માંથી એવા સમયે બહાર કર્યુ છે. જયારે પાકિસ્તાનના સાઉદી અરેબિયા તથા સંયુકત આરબ અમિરાત સાથેના સંબંધો ખુબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. જો કે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ આ સમગ્ર ઘટનાક્રમ અંગે એમ જણાવ્યું છે કે, કાશ્મીર ઇસ્લામિક રાષ્ટ્રોના આ સંગઠનનો સ્થાઇ મુદ્દો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, પાકિસ્તાન ને આ બેઠકમાં કાશ્મીર પર જોરદાર સમર્થન મળવાની અપેક્ષા હતી.

પાકિસ્તાન એક ઇસ્લામિક રાષ્ટ્ર છે અને કાશ્મીરને તે કાયમ માટે મુસ્લમાનો સાથે જોડતું રહ્યું છે. આ તર્કના આધાર પર આ સંગઠનમાં પણ પાકિસ્તાન કાયમ કાશ્મીરનો મુદ્દો જોર શોર થી ઉઠાવે છે. જોકે, અત્યાર સુધીમાં પાકિસ્તાનને સમર્થન મળ્યું નથી. ભારત અને સાઉદી વચ્ચેના સંબંધો મજબુત બની રહ્યા છે. આ ઉપરાંત સંયુકત આરબ અમિરાત દ્વારા પાકિસ્તાનના નાગરીકોને નવા વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આજની આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કૂરેશી પણ હાજર છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

વિશ્વનો પહેલો દેશ જે મહિલાઓને મફત આપશે ‘પિરિયડ પ્રોડકટ્સ’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્કોટલેન્ડ વિશ્વનો પહેલો દેશ બન્યો છે જ્યાં “પિરિયડ પ્રોડક્ટ્સ” ને નિશુલ્ક કરી દેવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણય ચાર વર્ષના અભિયાન બાદ લેવામાં આવ્યો છે. જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં હજી પણ ઘણી ભ્રાંતીઓ અને રૂઢિચુસ્ત પરંપરાઓ રહેલી છે, સ્કોટલેન્ડએ એક દ્રષ્ટાંત બેસાડ્યું છે. દેશમાં સર્વસંમતીથી પીરિયડ પ્રોડક્ટ (ફ્રી પ્રોવિઝન) (સ્કોટલેન્ડ) એક્ટ પસાર કરી દેવામાં આવ્યો.

આ દાયદા હેઠળ સ્થાનિક વહીવટી તંત્રએ પિરિયડ પ્રોડક્ટમને ફ્રિમાં ઉપલબ્ધ કરાવવી પડશે, આ નોર્થ આયરશાયર જેવી કાઉન્સિંલ પહેલાથી જ કરવામાં આવતા કામ પર આધારીત કરવું પડશે, આ પહેલાથી જ ફ્રી ટૈપોન અને સેનેટરી ટાલ જાહેર ઇમારતોમાં વર્ષ 2018થી આપવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું વલણ હકારાત્મક અને વેલકમ કહેવાલાયક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પોતાની વિદેશ નીતિ માટેની ટીમને ઇન્ટ્રોડ્યૂસ કરતી વખતે અમેરિકાના ભાવિ પ્રમુખ જો બાઇડને બે સંકેતો ખૂબ સરસ આપ્યા. આ બંને સંકેતો ખૂબ જ મહત્વના છે.
બાઇડને કહ્યું : અમેરિકા ફરી એક વખત વૈશ્ર્વિક નેતૃત્વની પોઝિશનમાં છે અને સાથીદારોની સાથે કામ કરવાથી તે (અમેરિકા) સૌથી વધુ શકિતશાળી બન્યું છે. બાઇડનની આ વાત આવકારપાત્ર છે. વિશ્ર્વ જે કોઇ સમસ્યાઓ અનુભવે છે. તેનાં સામના માટે બહુરાષ્ટ્રીય નેતૃત્વ અસરકારક ભૂમિકા ભજવી શકે.
આક્રમક અને પારંપરિક ચીનની સરખામણીએ આ બાબતમાં USA હંમેશા આગળ રહ્યું છે. અમેરિકાની પાછલાં 4 વર્ષની નીતિઓને કારણે ચીનને ફાયદો થયો છે, ચીન વિશ્ર્વની બીજી સૌથી મોટી આર્થિક સતા હોવાના કારણે ટ્રમ્પની ગેરહાજરીમાં ચીન વિશ્ર્વના નેતૃત્વ માટે કમરકસી રહ્યું છે ત્યારે બાઇડનનું આ નિવેદન મહત્વનું બની રહેશે. ટ્રમ્પ દ્વારા અમેરિકાને જે સ્થિતિમાં મૂકવામાં આવ્યું છે તેમાંથી બહાર નીકળવું બાઇડન માટે અનિવાર્ય છે.
જે દેશો કાયદાઓને માન આપે છે, ક્ષેત્રિય સાર્વભૌમત્વને માનની નજરોથી જૂએ છે તેઓ સ્વાભાવિક રીતે જ ચીનથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે, અમેરિકા રાતોરાત આ ચમત્કાર ન કરી શકે. પરંતુ તે દિશામાં ઝડપથી આગળ જરૂર વધી શકે.
RCEP નાં સંદર્ભમાં જાપાન તથા દક્ષિણ કોરિયા જેવાં દેશોનું ચીન પ્રત્યેનું વલણ પણ મહત્વનું છે. ન્યૂઝીલેન્ડ તથા ઓસ્ટ્રેલિયા જેવાં દેશો પણ RCEP મુદ્દે અમેરિકાની સાથે છે.
ટ્રમ્પ શાસન દરમિયાન ચીન સાથેનો અમેરિકાનો વ્યવહાર અન્ય રીતે ભલે યોગ્ય હોય પરંતુ ટ્રમ્પશાસને સાથીદેશોને સાથે રાખવાને બદલે પોતે જ આગળ વધવાનું વલણ દાખવ્યું હતું. બાઇડને આ સંક્રાન્તિકાળમાં સાથીદારો પાસે સહયોગનું મન બનાવ્યું છે. આ સ્થિતિમાં ભારત પણ USA સાથે વ્યૂહાત્મક ટ્રેડ ડીલ કરી શકે છે. એકંદરે બાઇડનનો એપ્રોચ વેલકમ કરવા યોગ્ય અને સરખામણીએ હકારાત્મક છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ