Connect with us

રાષ્ટ્રીય

PUB-Gને ટક્કર મારવા આવશે ભારતીય ગેમ ‘FAU-G’

PUB-Gને ટક્કર મારવા આવશે ભારતીય ગેમ ‘FAU-G’

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં પબ-જી ગેમ પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે એક નવી ગેમ ભારતમાં લોન્ચ થવા જઇ રહી છે. મશહૂર અભિનેતા અક્ષય કુમારે ફૌ-જી ગેમ લોન્ચ કરવા જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચેના તણાવ બાદ ભારત સરકાર દ્વારા અનેક ચીની એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જેમાં ગઇકાલે પબ-જી ગેમ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને સમર્થન આપતા બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે ફૌ-જી ગેમ લોન્ચ કરવા અંગે ટવીટર દ્વારા જાણકારી આપી છે. અક્ષય કુમાર દ્વારા લોન્ચ થનાર આ એકશન ગેમમાંથી થનારી આવકના 20 ટકા રેવન્યુ ભારત કે વીર ટ્રસ્ટમાં અનુદાન આપવામાં આવશે.

 

રાષ્ટ્રીય

વિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’

જાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’

હાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આજે જાહેર થઇ શકે છે અનલોક 5.0

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીના કારણે લોકડાઉનને અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. અનલોક 4 સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. આ સાથે આજે Unlock 5.0માં 31 ઓક્ટોબર સુધીની નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે.

સાર્વજનિક સ્થાન જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે પાબંદી સાથે ખોલી શકાય છે. પરંતુ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખુલ્યા નથી. એવામાં ખાસ વાત તો એ છે કે આ બાબતોને ઓક્ટોબરથી પણ ખોલવાની પરમિશન અપાશે કે નહીં.

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે પહેલાંના નિર્દેશમાં તેને 21 સપ્ટેમ્બરથી ખોલવાનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેને પહેલાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. તો 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે તેને ખોલી શકાશે કે કેમ તે પણ જોવું રહ્યું.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ