Connect with us

રાષ્ટ્રીય

ભારતે POK માં લોન્ચપેડ ફૂકી માર્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનના શેલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. શુક્રવારના રોજ જ્યારે પાકિસ્તાને તંગધાર સેકટરમાં LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું તો સેનાએ જવાબી કાર્યવાહી કરી. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં લોન્ચપેડસને નિશાન બનાવીને હુમલો કરતાં ખાસ્સું નુકસાન થયાના સમાચાર છે.

પાકિસ્તાની અખબાર ‘ડોન’ના મતે લેપાઘાટીમાં એક મહિલાનું મોત થયું જ્યારે ચાર લોકો ઘાયલ થયા. પાકિસ્તાની મીડિયામાં જે વિઝ્યુઅલ ચાલે છે તેમાં કેટલીક ઇમારતો ધરાશાયી થયેલી અને મોટું નુકસાન દેખાઇ રહ્યું છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટસમાં દાવો કરાયો છે કે ભારતની તરફથી આટલું ભારે શેલિંગ પહેલાં કયારેય થયું નહોતું. એક રિપોર્ટના મતે શનિવાર વહેલી સવારે ચાર વાગ્યે મોર્ટાર અને મીડિયમ રેન્જ આર્ટિલરીથી એટેક કર્યો. પાકિસ્તાને એક દિવસ પહેલાં જ નૌગામ અને તંગધાર સેકટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ શેલિંગમાં કુપવાડાના જિલ્લાના છ નાગરિક ઘાયલ થયા હતા. સેનાએ જવાબી કાર્યવાહીમાં પીઓકેના લોન્ચિંગ પેડ્સને નિશાન બનાવ્યું.

સુરક્ષા એજન્સીઓએ થોડાંક દિવસ પહેલાં જ ચેતવણી આપી હતી કે એલઓસીની પેલે પાર અંદાજે 300 આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે તૈયાર બેઠા છે. આ આતંકી કાશ્મીર ઘાટીના ઉરી, કુપવાડા, બાંદીપોરા, ગુરેજમાં અને જમ્મુના સંબા અને રાજૌરી-પૂંછથી લાગેલી સરહદ પર આવેલ છે. ઇનપુટમાં કહેવાયું હતું કે આ આતંકીઓનો મંસૂબો સ્વતંત્રતા દિવસ પર હુમલો કરવાની છે. તાજેતરના દિવસોમાં ધૂસણખોરીની કોશિષ કરતાં કેટલાંય આતંકી ઠાર થયા છે.

રાષ્ટ્રીય

ભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ

સ્વામીએ કોને આપ્યો રામ મંદિરનો યશ… જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષયમાં કશું પ્રદાન કર્યું નથી.

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીએ કહ્યું કે સરકારના વડા તરીકે રામ મંદિરના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું હોવાનું મારા ધ્યાનમાં નથી.

‘રામ મંદિરની તમામ ચર્ચા અમે બધાએ કરી. સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. હા, જેમણે રામ મંદિર માટે કશું કર્યુ એમનું નામ હું પહેલાં આપી ચૂક્યો છું. કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિર માટે કંઇક કર્યું હતું’ એમ સ્વામીએ કહ્યું હતું.

વધુ વાંચો

રાષ્ટ્રીય

વિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’

જાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’

હાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ