Connect with us

સ્પોર્ટ્સ

લોકડાઉનમાં વિરાટ કોહલીએ ઘરે બેઠા જ 3.6 કરોડ કમાઇ લીધા

લોકડાઉનમાં વિરાટ કોહલીએ ઘરે બેઠા જ 3.6 કરોડ કમાઇ લીધા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લોકડાઉનના દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર સ્પોન્સર્ડ પોસ્ટ મારફતે કમાણી કરનાર દુનિયાભરનાં ખેલાડીઓની લિસ્ટમાં ટોપ 10માં સામેલ એકમાત્ર ક્રિકેટર છે. એક રિપોર્ટના અનુસાર કોહલી આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને સામેલ છે.

‘અટેન’એ 12 માર્ચ અને 14 મેના દરમિયાન આંકડાઓ તૈયાર કર્યા છે. જ્યારે કોરોના વાયરસનાં કારણે સમગ્ર દુનિયાની રમત ઠપ્પ હતી. લિસ્ટના અનુસાર કોહલીએ પોતાની સ્પોન્સર્ડ પોસ્ટ મારફતે 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે પ્રત્યેક પોસ્ટ માટે તેને 1.2 કરોડ રૂપિયા મળ્યા હતા.

પોર્ટુગાલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ લિસ્ટ પર સૌથી ટોચ પર છે. તેની કમાણી લગભગ 17.9 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે આર્જેન્ટિના અને એફસી બાર્સેલોનાના સ્ટાર લિયોનલ મેસ્સી 12.3 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને છે. તથા પીએસજીના નેમાર 11.4 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.

બાસ્કેટબોલનાં મહાન ખેલાડી શાક્વિલે ઓનીલ 5.5 કરોડ અને ઈંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલ કેપ્ટન ડેવિડ બેકહમ ચોથા અને પાંચમા સ્થાને છે. સ્વીડનના ફૂટબોલર જ્લાટન ઈબ્રાહિમોવિચ 3.8 કરોડ રૂપિયા, એનબીએના પૂર્વ સ્ટાર ડ્વેન વેડ, બ્રાઝિલ ફૂટબોલર દાની એલવ્સ અને મુક્કેબાજ એન્થોની જોશુઆ ટોપ 10 ખેલાડીઓમાં સામેલ છે.

સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ જઇ રહેલી પાકિસ્તાની ટીમનાં ત્રણ ક્રિકેટરોને કોરોના

ઇંગ્લેન્ડ જઇ રહેલી પાકિસ્તાની ટીમનાં ત્રણ ક્રિકેટરોને કોરોના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જીવલેણ કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ક્રિકેટ જગતમાં વાયરસથી સંક્રમિત ખેલાડીઓ સામે આવી રહ્યા છે. હવે પાકિસ્તાનના ત્રણ ક્રિકેટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે ઈંગ્લેન્ડની વિરુદ્ધ સીરિઝ માટે રવાના થવાના હતા.

પાકિસ્તાના ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટિ કરી છે. પીસીબીના જણાવ્યા મુજબ, ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

ત્રણેય ક્રિકેટરોને હવે સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું પડશે. બોર્ડે જણાવ્યું છે કે, પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થાય તે પહેલા રાવલપિંડીમાં ખેલાડીઓનો કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

બોર્ડે જણાવ્યું હતું કે, પીસીબીની મેડિકલ પેનલ તે ત્રણેય ખેલાડીઓના સંપર્કમાં છે જેમને સેલ્ફ આઈસોલેશનની સલાહ આપવામાં આવી છે. અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ભારતમાં હાલ ક્રિકેટ રમાડવા જેવી સ્થિતિ નથી: રાહુલ દ્રવિડ

ભારતમાં હાલ ક્રિકેટ રમાડવા જેવી સ્થિતિ નથી: રાહુલ દ્રવિડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ રાહુલ દ્રવિડના મતે કોરોના વાયરસનો સામનો કરી રહેલા ભારતમાં આપણે એવી સ્થિતિમાં હજુ સુધી પહોંચ્યા નથી જ્યાંથી ક્રિકેટ શરૂ કરવા પર વિચાર કરી શકાય. તેમણે જણાવ્યું કે, હાલ આપણે ‘વેટ એન્ડ વોચ’ની નીતિ અપનાવવી જોઈએ.

ટેસ્ટ ક્રિકેટમાં ‘ધ વોલ’ના નામથી જાણીતા દ્વવિડે જણાવ્યું કે, મને નથી લાગતું કે આપણે ક્રિકેટને ફરીથી શરૂ કરવાની સ્થિતિમાં છીએ. હાલ આપણે ધૈર્ય રાખવું જોઈએ અને રાહ જોવી જોઈએ. આપણે દરેક મહિનાની આની સમીક્ષા કરવી પડશે. આપણે તમામ વિકલ્પો પર વિચાર કરવું પડશે. જો ઘરેલુ ક્ષત્ર ઓક્ટોબરથી શરૂ થઈ જાય, જે સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પણ શરૂ જાય છે તો જોવું પડશે કે શું આ વખતે સીઝનને ટૂંકાવી શકાય છે.

દ્રવિડે જણાવ્યું છે કે, હાલ બધુ જ અનિશ્ચિત છે. આ વખતે કેટલી ક્રિકેટ રમાશે અને રમવા માટે શું-શું જરૂરી હશે આ બધુ સરકાર અને મેડિકલ એક્સપર્ટની ગાઈડલાન્સ પર નિર્ભર હશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

હરભજનસિંહના ટિવટથી ચીનને મરચા લાગ્યા

હરભજનસિંહના ટિવટથી ચીનને મરચા લાગ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લદાખની ગલવાન વૈલી (Galwan Valley)માં ચીનના સૈનિકો વચ્ચે અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા બાદ દેશભરમાં ચીનનો વિરોધ થઈ રહ્યો છે. Boycott Chinese Goods ટ્રેન્ડ થઈ રહ્યુ છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંહે તમામ ચીનની પ્રોડક્ટ અને સામાન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી દીધી છે.

આ વાત કમ્યુનિસ્ટ પાર્ટી CCPના મુખપત્રમાં ગ્લોબલ ટાઇમ્સને આ વાત સહેજ પણ પસંદ આવી નથી. હરભજનના આ નિવેદન બાદ સંપાદક હૂ શીઝીને ટ્વીટ કર્યુ અને કહ્યુ કે ચીન હવે એ સમયથી ખુબ આગળ નીકળી ગયુ છે જેમાં સેલિબ્રિટીઝ વિદેશી સામાનને બહિષ્કાર કરવાની વાતો કરતા હતા. આ પ્રભાવી ભારતમાં સૌથી સ્પોર્ટેસ સ્ટાર છે. આવી વાત કરીને તેમની નકારાત્મક અને વિચારશૈલી પર આંગળી ઉઠે તેવુ લાગી રહ્યુ છે.

શુક્રાવારે હરભજને એક વાર ફરીથી ટ્વીટ કર્યુ હતુ. આ વખતે હરભજને હિન્દીમાં લખ્યુ કે શરીર તેમજ રાષ્ટ્ર બંનેને સ્વસ્થ રાખવાનો એક જ ઉપાય છે. ચીની બંધ કરો. શરીર માટે દેશી ગોળ અને રાષ્ટ્ર માટે દેસી Goods.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ