Connect with us

શહેર

જામનગર જિલ્લામાં 36 કલાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી

જામનગર જિલ્લામાં 36 કલાર્કને નાયબ મામલતદાર તરીકે બઢતી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર સહિત ગુજરાતભરમાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતાં કલાર્ક અને રેવન્યુ તલાટી મંત્રીઓને મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા કુલ 789 નાયબ મામલતદાર તરીકે બઢતીનો ઓર્ડર અપાયો છે. જેમાંથી જામનગર જિલ્લાના 36 લોકોનો પણ સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના 36 લોકોને નાયબ મામલતદાર તરીકેનું પ્રમોશન મળતાં કર્મચારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.

મહેસૂલ વિભાગે 700થી વધુ કર્મચારીઓને નાયબ મામલતદાની બઢતી આપી છે જેમાં જામનગર જિલ્લાના મહેસૂલ વિભાગના 36 કર્મચારીઓને પણ કલાર્કમાંથી નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં ફિરોઝ મુર્જમા, પ્રવિણકુમાર વઘેરા, દિવ્યેશ નંદાસણા, દિગ્વિજયસિંહ ગોહિલ, જીતેન્દ્રકુમાર ચાવડા, રાકેશકુમાર વિરમગામા, દેવાંગકુમાર રામાવત, મિતેષકુમાર ઠાકર, નિશા બારૈયા, અશ્ર્વિન ભીમાણી, આનંદ વ્યાસ, ધીરેન સોલંકી, અમરીશ જાની, સંજય ડોબરિયા, અનિરૂધ્ધસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ગોહિલ, રાજભદ્રાસિંગ રાણા, મનિષકુમાર તાલા, જયોતિબેન પરમાર, વિપુલ રાઠોડ, ક્રિષ્ના ખાંટ, ઉત્તમા ચોટાઇ, ભીખાભાઇ વારૂ, ભોલાભાઇ ભારવડિયા, હિતેન રામાવત, પુનમ હડિયલ, કિરણ પીસાવદિયા, જીતેન્દ્ર પીપરીયા, જયદિપ ડાંગર, રિમ્પલ તરૈયા, અલ્પેશકુમાર ભેંસદડિયા, હિતેશ જાદવ, નિલેશ બાવરિયા, બાપાલાલ ગોહિલ, જયેન્દ્રકુમાર પટેલ, પ્રફુલ્લ પરમારનો બઢતી તરીકે સમાવેશ કરાયો છે.

શહેર

જામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે ?

જાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના જુદા-જુદા 6 કન્ટેઈનમેન્ટ વિસ્તારને તબક્કા વાર મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિની તારીખ જાહેર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જામનગર શહેરના ઇબા ચોક, હમીદા મંજીલ વાળી ગલીનો વિસ્તાર, 3 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત ગણાશે. જ્યારે સનરાઇઝ એપાર્ટમેન્ટ 4 જૂનના રોજ, બજરંગ ફ્લોર મીલની ગલીથી માં-ખોડલ આશિષ મકાન સુધીનો વિસ્તાર પણ 4 જૂનના રોજ, સત્યસાંઇ નગર શેરી નં.6 તા.5 જૂનના રોજ, ધોળિયાફળી અનુરાગ મુખવાસની શેરી તા.5 જૂનના રોજ તથા નૂરી પાર્ક શેરી નં.3 તા.6 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થયેલા ગણાશે.

વધુ વાંચો

શહેર

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાપામાં આવેલ જલારામ મંદિરમાં આજે પ્રથમ વાર આંબા મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતાં. લેસ્ટરવાળા જલારામ ભક્ત ઇલાબેન દિપેશ કુમાર મશરૂ પરિવાર તરફથી આજે સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જલારામ મંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો

શહેર

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના એનસીસી કેડેટસ દ્વારા માસ્ક બનાવી કોરોનાની મહામારી સામે રક્ષણ માટે આ માસ્કનું વિતરણ કરાયું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા 1400 જેટલા માસ્ક બનાવી જામનગર શહેરના એસડીએમ હર્ષવર્ધનસિંહ સોલંકીને સુપ્રત કરાયા હતા.

આ તકે ચાર એએનઓ તથા બે પીઆઇ સ્ટાફ તેમજ ત્રણ એનસીસી કેડેટસ ઉપસ્થિત રહી આ માસ્ક સોંપવામાં આવ્યા હતા. એનસીસી કેડેટસે ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુર તથા લેફ. કમાન્ડર ચંદ્રેશ મિત્તલના માર્ગદર્શન હેઠળ આ માસ્ક તૈયાર કર્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ