Connect with us

બિઝનેસ

ચાર માસમાં દેશમાં 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થયા

CMIE નો ચોંકાવનારો અહેવાલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાના પગલે માત્ર ચાર મહિનામાં એંજિનિયર્સ, ફિઝિશ્યન્સ અને પ્રોફેસર્સ જેવા ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થઇ ગયા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું.

સેન્ટર ફોર ધ મોનિટરીંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ પ્રગટ કરેલા એક અહેવાલમાં આવો દાવો કરાયો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં જે પ્રગતિ થઇ હતી એ કોરોનાના ચાર માસમાં ધોવાઇ ગઇ હતી એમ કહી શકાય. વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ના રોજગારનો આંકડો આ રીતે 2016 પછી પહેલીવાર નીચે ઊતરી ગયો હતો.

CMIEના આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે છેલ્લા ચાર માસમાં 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો પણ બેકાર થયા હતા. કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડના સર્વે મુજબ સૌથી વધુ નુકસાન વ્હાઇટ કૉલર્સ પ્રોફેશનલ્સને એટલે કે એંજિનિયર્સ, ડૉક્ટર્સ, પ્રોફેસર્સ, એકાઉન્ટન્ટ્સ અને એનેલિસ્ટ્ વગેરે થયું હતું.  જો કે આ ડેટામાં સ્વરોજગાર હોય એવા લોકોનો સમાવેશ કરાયો નહોતો. એટલા પૂરતો આ ડેટા અપૂર્ણ હતો.

CMIEએ જણાવ્યા મુજબ 2019ના મે-ઑગષ્ટ વચ્ચે આવા વ્હાઇટ કૉલર્સ કહેવાય એવા એક કરોડ 88 લાખ લોકો કામકાજ કરતા હતા. અત્યારે એ આંકડો ઘટીને એક કરોડ બાવીસ લાખ પર આવી ગયો હતો એટલે કે ઓછામાં ઓછા 66 લાખ લોકો બેકાર થઇ ગયા હતા. 2016 પછી રોજગાર ક્ષેત્રે આ સૌથી મોટો ઘટાડો હતો.

જો કે સૌથી વધુ ફટકો ઔદ્યોગિક શ્રમિકોને પડ્યો હતો. આ વર્ષના મેથી ઑગષ્ટ વચ્ચે 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો રોજગાર ગુમાવીને બેકાર થઇ ગયા હતા. એટલે કે છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક શ્રમિકોમાં 26 ટકાનો ઘટાડો થઇ ગયો હતો. ખાસ કરીને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીના શ્રમિકો વધુ બેકાર થયા હતા. આવા ઔદ્યોગિક એકમોને લૉકડાઉનની મરણતોલ અસર થઇ હતી.

બિઝનેસ

નિફટી ફયુચર ૧૧૮૦૮ પોઇન્ટ મહત્ત્વની સપાટી ….!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૬.૧૦.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૦૬૮૫.૫૦ સામે ૪૦૬૪૯.૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૯૯૪૮.૨૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૭૬.૧૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૦.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૪૦૧૪૫.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૩૪.૩૫ સામે ૧૧૯૩૩.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૭૧૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૮.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૪.૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૭૭૯.૭૫ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત નરમાઈ સાથે થઈ હતી. અમેરિકા, યુરોપના દેશોમાં કોરોનાના કેસો ફરી વધતાં અને અમેરિકા – ચાઈના વચ્ચે ટેન્શન વધવા સાથે આર્થિક પેકેજમાં વિલંબને પગલે અમેરિકા, યુરોપના બજારોમાં નરમાઈ સામે ભારતમાં કોરોના કેસો ઝડપી અંકુશમાં આવવા લાગતાં અને રિકવરી રેટ વધીને ૯૦% નજીક પહોંચતા તહેવારો ટાંકણે ફરી ઉદ્યોગો – બજારોમાં ધમધમાટ વધવાની અપેક્ષા અને કેન્દ્ર સરકાર દ્વારા વધુ સ્ટીમ્યુલસના પગલાંના સંકેત છતાં આજે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેત તેમજ ચાલુ સપ્તાહે એફએન્ડઓ સેગમેન્ટમાં ડેરિવેટીવ્ઝ ઓક્ટોબર વાયદો પૂરો થવા જઈ રહ્યો હોય તેમજ વિશ્વમાં કોરોનાની બીજી લહેરને લઈ નકારાત્મક સમાચારની બજાર સેન્ટીમેન્ટ પર વ્યાપક અસરે એનર્જી, મેટલ શેરોમાં લોકલ ફંડો દ્વારા પ્રોફિટ બુકિંગ કર્યા સાથે હેલ્થકેર – ફાર્મા શેરોમાં ફંડોની અવિરત વેચવાલી રહેતાં અને ઓટોમોબાઈલ શેરોમાં સાવચેતીએ ઈન્ડેક્સ બેઝડ બજારમાં આરંભથી જ ઘટાડાની ચાલ જોવા મળી હતી અને સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ભારે કડાકા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૬૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૯૮ અને વધનારની સંખ્યા ૯૯૦ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોના વેક્સિનની શોધમાં થઈ રહેલી સારી પ્રગતિ અને હજુ વધુ વેક્સિનના ટ્રાયલમાં આગામી દિવસોમાં સફળતા મળવાના સંકેતોને ધ્યાનમાં લઈ કોઈપણ મોટું પોઝિટીવ ડેવલપમેન્ટ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનું આકર્ષણ ઘટાડે વધારી શકે છે, પરંતુ હવે અમેરિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણી નજીક આવી રહી છે અને અમેરિકા – ચાઈના અને ભારત – ચાઈનાના વણસતા સંબંધોને લઈ આર્થિક કરારો – સંબંધો વધુ વણસવાના સંજોગોમાં શેરોમાં પેનીક કરેક્શનની શકયતા નકારી ન શકાય. બજારમાં હાલ કોઈ નક્કર દિશા જોવા મળતી નથી અને અનિશ્ચિતતા વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ઓકટોબર માસની એક્સપાયરી હોવાના કારણે વોલેટિલિટી વધી શકે છે. જેથી ઈન્ડેક્સ બેઝડ તેજીને અનુસરવામાં ખૂબ જ સાવચેતી જરૂરી રહેશે. સ્થાનિક શેરબજાની ચાલ કંપનિઓના બીજા ત્રિમાસિકના પરિણામો અને વૈશ્વિક ઘટનાક્રમ ઉપર નક્કી થવાની સંભાવના છે. એફઆઈઆઈની ખરીદી સામે સ્થાનિક ફંડો દ્વારા બજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે, જેથી રોકાણકારોનું ધ્યાન અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા ઉપર રહેશે.

તા.૨૭.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૬.૧૦.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૭૭૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૭૦૭ પોઈન્ટના પ્રથમ અને ૧૧૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૮૦૮ પોઈન્ટ થી ૧૧૮૧૮ પોઈન્ટ, ૧૧૮૪૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૬.૧૦.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૪૧૨૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૩૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૦૩ પોઈન્ટ થી ૨૪૩૭૩ પોઈન્ટ, ૨૪૪૪૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૪૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • મારુતિ સુઝુકી ઈન્ડિયા ( ૭૦૫૫ ) :- મારુતિ સુઝુકી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૯૦૯ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૭૧૦૭ થી રૂ.૭૧૩૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૭૧૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • રિલાયન્સ ઈન્ડ. ( ૨૦૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૦૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૦૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૦૬૬ થી રૂ.૨૦૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • લાર્સન એન્ડ ટૂબ્રો ( ૯૫૨ ) :- રૂ.૯૩૩ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રક્શન & એન્જિનિયરિંગ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • અમર રાજા બેટરી ( ૭૫૫ ) :- ઓટો પાર્ટ્સ & એક્વિપમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૬૭ થી રૂ.૭૭૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ડાબર ઈન્ડિયા ( ૫૧૪ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પર્સનલ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૩ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • હીરો મોટોકોર્પ ( ૨૯૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૯૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૮૦ થી રૂ.૨૮૬૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • HCL ટેકનોલોજી ( ૮૪૭ ) :- રૂ.૮૬૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૭૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૮૩૩ થી રૂ.૮૨૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૬૧૭ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૦૮ થી રૂ.૫૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • TVS મોટર ( ૪૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૪૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૧૪ થી રૂ.૪૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • સન ટીવી નેટવર્ક ( ૪૧૬ ) :- રૂ.૪૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૦૪ થી રૂ.૩૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 25-10-2020

આજના લેખમાં NIFTY, CYIENT,HEROMOTOCO, TATASTEEL, અને TORRENTPOWER વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા વીક ના લેખમાં NIFTY, AMBUJACEM, TATAMOTORS અને MOTHERSUMI વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 • NIFTY માં જોઇયે તો Inside Bar જોવા મળી હતી. અને 12025 નું લેવલ પાર કરવામાં સફળતા મળી નથી.
 • AMBUJACEM માં વાત કરીયે તો 256 નો હાઇ બનાવેલ છે. અને 244 ના સપોર્ટ લેવલ નજીક લો બનાવેલ છે અને એની ઉપર જ ક્લોજ પણ આવેલ છે.
 • TATAMOTORS માં 122 નો LOW Break ના થતાં ઉપરની મુવ જોવા મળી હતી.129 ઉપર 132-135-146 ના લેવલ હતા, 139 નજીક હાઇ બનાવેલ છે.
 • MOTHERSUMI માં 104 ના સપોર્ટ લેવલ ની વાત હતી તે મુજન 104 નો લો બનાવી 111.95 નો high બનાવેલ છે. 112 ના Resistance લેવલ ની વાત કરી હતી.

NIFTY

 

 • NIFTY માં last week માં narrow રેંજ જોવા મળી હતી, અને Inside Week કેન્ડલ બની હતી. એ જોતાં આવનાર week માં 12025 અને 11770 ની Range Break ના થાય ત્યાં સુધી કઈ પણ કહેવું તકલીફ વાળું છે. INDIAVIX પણ 23 ના અગત્યના લેવલ નજીક છે. એ જોતાં જો 23 ઉપર બંધ આવે તો આવનાર દિવસોમાં માર્કેટ માં અફડાતફડી નો માહોલ જોવા મળી શકે છે. ઉપર નીચે બંને તરફ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે. તો કોઈ પણ ટ્રેડ Strict Stop Loss સાથે કરવો વધુ હિતાવહ છે.
 • Support Level :- 11794-11832-11618-11553-11507-11410.
 • Resistance Level :- -11985-12025-12032-12130-12220.

CYIENT

 • CYIENT નો ચાર્ટ જોઇયે તો ખ્યાલ આવશે કે Resistance Trend Line નજીક બંધ આવેલ છે. પાછલા મહિના નો High પણ ત્યાજ આવે છે.
 • 533 to 184 ના 78.6% એ 443 નજીક આવે છે. એ જોતાં 445 એ અગત્યનો Resistance Zone બને છે, એની ઉપર બંધ આવે તો જ વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
 • Support Level :- 430-420-416-407-396.
 • Resistance Level :- 443-456-472-481-490-513-520.

HEROMOTOCO

 • HEROMOTOCO નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશેકે 2019 ના top સાથે Double Top Formation doji candlestik સાથે બનાવેલ હતી અને તેના સમર્થન માં પાછલા વીક માં મોટી Bearish candle બનાવેલ હોય તેનો લો બ્રેક થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 200W SMA પણ 3035,  Low  નજીક આવેલ છે.
 • Support Level :- 3035-3022-2992-2900-2885-2880-2830.
 • Resistance Level :- 3125-3175-3245-3269-3360-3380.

TATASTEEL

 • TATASTEEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે તે 2018 અને 2020 January ના ટોપ નજીક ટ્રેડ કરી રહ્યું છે. લાસ્ટ વીક બંધ પણ Resistance Line નજીક આવેલ છે. એ જોતાં આવનાર દિવસોમાં જો તે Cross કરી Sustian થવામાં સફળ થાય તો Trend Reversal થવાના પણ chance છે. તો સાથે સાથે Metal Sector ના બીજા સ્ટોક માં પણ ધ્યાન આપી શકાય.
 • Support Level :- 410-404-393-389-386.
 • Resistance Level :- 425-441-443-448-463-478-500-506.

 

Torrentpower

 • Torrentpower નોચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Last swing ના 61.8% નો લેવલ નજીક Doji candlestik પેટર્ન બનાવી ને ત્યાં થી ઉપર તરફ ની શરૂવાત સારા Volume સાથે કરી હોય તેવું લાગે છે.
 • 50W SMA ઉપર બંધ થવામાં પણ સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
 • Support Level :- 317-314-312-305-293.
 • Resistance Level :- 332-338-344-350-357-369.

==================================================

 • Disclaimer:-
  અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
  BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
  અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.

  કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
 • આભાર

 

 

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૧૮૦૮ થી ૧૨૦૮૮ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદને…!!!

વૈશ્વિક મોરચે અમેરિકામાં પ્રમુખપદ માટેની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ જતા અને ચૂંટણી પહેલા સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ વૈશ્વિક બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ સેન્ટિમેન્ટ સુધર્યું હતું. કોરોના મહામારીનો ભય હજુ વિશ્વભરમાં યથાવત તેમજ તમામ દેશોમાં વધી રહેલા કેસોને લઈ ચિંતા સામે વર્ષના અંત સુધીમાં વિશ્વ આગામી વર્ષમાં કોરોના વાઇરસની રસી ઉપલબ્ધિ દ્વારા કોરોના મહામારીમાંથી બહાર આવી ના આશાવાદે વૈશ્વિક બજારોમાં તેજી સાથે કોર્પોરેટ ઈન્ડિયાની જુલાઈ માસથી સપ્ટેમ્બર માસ ૨૦૨૦ના બીજા ત્રિમાસિકના પરિણામોની સીઝનમાં સાધારણ થી નેગેટીવ રિઝલ્ટો આવતા ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી સરેરાશ સપ્તાહ દરમિયાન અફડાતફડી બાદ ભારતીય શેરબજારમાં મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો.

કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનની ઉત્પાદન ક્ષેત્ર પર વ્યાપક અસર પડી હતી અને આ કારણે સેબીએ લિસ્ટેડ કંપનીઓને તેમના નાણાંકીય પરિણામો સુપરત કરવાની તારીખ લંબાવીને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૦ કરી હતી.વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના ઉત્પાદન ક્ષેત્રની ખાનગી  કંપનીઓનું એકંદર વેચાણ વાર્ષિક ધોરણે ૪૧.૧૦ % નીચું રહ્યું હતું. ઉત્પાદન ક્ષેત્રની ૧૬૧૯ લિસ્ટેડ ખાનગી કંપનીઓના જાહેર થયેલા ત્રિમાસિક પરિણામોને આધારે નાણાં વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ત્રિમાસિક ગાળામાં વેચાણમાં ૧૫.૬૦ % ઘટાડો જોવાયો હતો. ફાર્મા કંપનીઓના તેમજ આઈટી, ટેલિકોમને બાદ કરતા  સેવા ક્ષેત્રની કંપનીઓના વેચાણમાં વાર્ષિક તથા ત્રિમાસિક  બન્ને ધોરણે વૃદ્ધિ જોવા મળી જ્યારે ઉત્પાદન ક્ષેત્રને મોટાભાગની કંપનીઓના વેચાણ પર ખરાબ અસર પડી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….  સ્થાનિક સ્તરે કોરોનાની અસરમાંથી ભારતીય અર્થતંત્ર બહાર નીકળી રહ્યું છે અને રિકવરી શરૂ થવાની તૈયારીમાં છે. દેશનું અર્થતંત્ર સુધારાના પંથે છે ત્યારે આજની તારીખમાં બેન્કો તથા નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પાસે પૂરતી મૂડી હોય તે આવશ્યક છે.મહામારીના ફેલાવા સાથે રિઝર્વ બેન્કે બેન્કો તથા એનબીએફસીને સ્ટ્રેસ ટેસ્ટસ લેવાની સૂચના સાથે તેમને સાવચેત રહેવા ગવર્નરે જણાવ્યું હતું ઉપરાંત દેશની બેન્કો તથા એનબીએફસીસમાં વહીવટી સુધારાની આજે આવશ્યકતા છે અને તે એકદમ મહત્વનું પણ છે જે બેન્કો મજબૂત વહીવટી પદ્ધતિ, આંતરિક નિયંત્રણ વ્યવસ્થા તથા રિસ્ક એસેસમેન્ટ  ધરાવે છે તે કયારેય ઓવરલિવરેજ થતી નથી અને આ બેન્કો કટોકટીના સમયમાં માં ટકી જાય છે અને વિકાસ પણ કરે છે.

દેશભરમાં ચોમાસું અત્યંત સફળ નીવડતાં કૃષિ ક્ષેત્રે ચાલુ વર્ષે ઊંચી અસાધારણ વૃદ્ધિની અપેક્ષા છે. જેના થકી ગ્રામીણ અર્થતંત્ર ધમધમતું થવાની અને આર્થિક વિકાસને વેગ મળી શકવાની શકયતા છે. દિવાળી અગાઉ હજુ ૧૬ ટ્રેડિંગ સત્રો બાકી છે જે ધ્યાને લેતાં જો કોઈ આકસ્મિક પ્રતિકૂળ કારણ ના આવ્યું અને વૈશ્વિક બજારોનો સપોર્ટ મળી જશે અને તો હાલનો ટ્રેન્ડ જોતાં નિફ્ટી ફ્યુચર દિવાળી પૂર્વે અંદાજિત ૧૨૦૦૮ પોઈન્ટ ઉપર ૧૨૨૦૦ થી ૧૨૪૦૦ ની તેની વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં જોવા મળેલી ટોચની સપાટી નજીક જોવા મળી શકે છે.

માર્કેટમાં સૌથી વધુ વેઈટેડ ધરાવતાં બેંકિંગ સેક્ટરમાં જોવા મળી રહેલો સુધારો પણ આશાવાદી બનાવે છે. એચડીએફ્સી બેંકે બીજા ક્વાર્ટર માટે અપેક્ષાથી સારા પરિણામો જાહેર કરતાં બેંકિંગ ક્ષેત્રે સેન્ટિમેન્ટ બદલાયું છે. રિલાયન્સ  ઈન્ડસ્ટ્રીઝ અને ટીસીએસ બાદ માર્કેટ-કેપમાં ત્રીજા ક્રમે આવતી એચડીએફ્સી બેન્કનો શેર જાન્યુઆરી ૨૦૨૦ પછીની ટોચ પર રહ્યો હતો. ટૂંકમાં બજારમાં આગામી સુધારાની શકયતા બેંકિંગ સેકટરની આગેવાની હેઠળ જોવાં મળી રહી છે.

મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો ઓગસ્ટ ૨૦૨૦માં અંદાજીત રૂ.૧૧,૦૪૬.૭૮ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂ.૧૧૦.૩૦ કરોડની ખરીદી તેમજ ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૧૪,૨૫૫.૮૦ કરોડની વેચવાલી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો ઓગસ્ટ ૨૦૨૦માં અંદાજીત રૂ.૧૫,૭૪૯.૮૬ કરોડની ખરીદી સપ્ટેમ્બર ૨૦૨૦માં અંદાજીત રૂ.૧૧૪૧૦.૬૯ કરોડની વેચવાલી તેમજ ૨૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં અંદાજીત રૂ.૧૨,૬૫૭.૮૧ કરોડની ખરીદી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા….

કોરોનાની અસરે વૈશ્વિક અર્થતંત્રને ડામાડોળ કર્યા સાથે ભારતીય અર્થતંત્રની હાલત પણ હાલ કફોડી કરી છે. કેન્દ્ર સરકારે રાજયોને જીએસટી એક્ત્રિકરણમાં ઘટને લઈને ચૂકવણી કરવા રૂ.એક લાખ કરોડનું ઋણ લેવાની ફરજ પડી રહી છે. આ માટે ઓપન માર્કેટ ઓપરેશનમાં આગામી દિવસોમાં રૂ.૧૦,૦૦૦ કરોડ ઊભા કરવાની તૈયારી અને લોન મોરેટોરિયમ મામલે પણ બેંકોની હાલત આગામી દિવસોમાં કફોડી થવાના અંદાજોએ આર્થિક મોરચે વધી રહેલી ભીંસને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે.

માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હોવા છતાં હાલ બજાર ઊંચાઈ પર ટકી રહ્યું છે તેનું સૌથી મહત્વનું કારણ એફઆઈઆઈની ખરીદી છે.અમેરિકામાં ચૂંટણી હવે નજીક આવી છે અને પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આંતરવિગ્રહ જેવી સિવિલ વોરની પરિસ્થિતિ સર્જાતાં વૈશ્વિક બજારોમાં સાવચેતીની સાથે ભારત સહિત વિશ્વના બજારોમાં જોખમ ટાળવાનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી. કોમોડિટી સંદર્ભે પણ દરેક ઉછાળે ગોલ્ડ અને સિલ્વરમાં બંને તરફી મુવમેંટ જોવાં મળી હતી. સપ્તાહ દરમ્યાન એશિયાના બજારોમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ માર્કેટમાં એકંદરે સ્થિરતા જોવા મળી હતી.

યુરોપમાં વધતા જતા કોરોના કેસને પગલે ફ્રાન્સ-જર્મની જેવા દેશોમાં લાગુ થયેલા નિયંત્રણોને કારણે ગયા સપ્તાહે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું.આગામી દિવસોમાં કોઈ મોટી ઈવેન્ટ ન હોવાથી વૈશ્વિક પરિબળો અને કોરોના સંબંધિત ઘટનાક્રમ ભારતીય શેરબજાર પર પ્રભાવિત રહેશે. યુરોપ સહિતના દેશોમાં જો વધુ નિયંત્રણો આવશે તો બજાર નેગેટિવ રિએક્ટ કરશે. ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્તર પર સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામોની અસર જોવા મળશે અને વૈશ્વિક સ્તર પર કોરોના અને અમેરિકાની ચૂંટણી જેવા પરિબળો અસર કરશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૯૩૪ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૧૧૭૩૭ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૧૯૮૯ પોઇન્ટથી ૧૨૦૦૮ પોઇન્ટ, ૧૨૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૨૦૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૪૫૨૭ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૨૩૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઇન્ટથી ૨૪૭૪૭ પોઇન્ટ, ૨૪૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૮૦૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) સોનાટા સોફ્ટવેર લિ. ( ૩૭૨ ) :-  ટેક્નોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૫૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૮૪ થી રૂ.૩૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૩૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૯૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) વેરોક એન્જિનિયરિંગ ( ૩૦૩ ) :- રૂ.૨૯૦ નો પ્રથમ તેમજ રૂ.૨૮૨ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૭ થી રૂ.૩૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) વોકહાર્ટ લિ. ( ૨૯૭ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૮ થી રૂ.૩૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) આઈનોક્સ લેઈઝર ( ૨૬૭ ) :- રૂ.૨૫૩ નો પ્રથમ તેમજ રૂ.૨૪૪ ના સ્ટોગ સપોર્ટથી સ્પેશીયાલી રીટેલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૮૨ થી રૂ.૨૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ( ૨૦૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૧૩ થી રૂ.૨૨૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ભારતી ઈન્ફ્રાટેલ ( ૧૯૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૮૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૦૮ થી રૂ.૨૧૩ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) અપોલો ટાયર્સ લિ. ( ૧૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો ટાયર અને રબર પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭ આસપાસ રોકાણકારે રૂ.૧૫૩ થી રૂ.૧૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ટેક મહિન્દ્ર લિ. ( ૮૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૮૪૮ થી રૂ.૮૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૬૦૬ ) :- આ સ્ટોક રૂ.૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૫૮૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૬૨૨ થી રૂ.૬૩૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૬૨૫ ) :- ૧૪૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૬૧૩ નો પ્રથમ તેમજ રૂ.૬૦૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કાર અને યુટિલિટીઝ વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૬૩૭ થી રૂ.૬૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( ૧૩૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૧૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૭૭ થી રૂ.૧૩૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથુત ફાઈનાન્સ ( ૧૧૮૩ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૩૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) લુપિન લિ. ( ૯૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૧૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૭૭ થી રૂ.૯૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જયંત એગ્રો ( ૯૮ ) :- સ્પેશિયલીટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૯ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓરિયનપ્રો સોલ્યુશન્સ ( ૭૫ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્નોલોજી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૭ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૨ થી રૂ.૮૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ઓર્બિટ એક્સપોર્ટ્સ ( ૬૭ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૬ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્સટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૩ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) યશ કેમેક્સ ( ૫૪ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૮ થી રૂ.૬૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૨ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

ટ્રેન્ડીંગ