Connect with us

આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ ભારતને સાથ આપ્યો તો, ચીનને તકલીફ પડી: આપ્યું તાઇવાનનું ઉદાહરણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત સાથેના તણાવ દરમ્યાન ચીનને એ વાતની ચિંતા સતાવે છે કે ભારત અને અમેરિકા એકબીજાની નજીક આવી જશે અને ચીન વિરુદ્ધ જૂથ બનાવી લેશે. અમેરિકાએ ગુરુવારે એવો રણનીતિક નિર્ણય લીધો છે કે તે યુરોપમાં પોતાની સેના ક્રમશ: ઘટાડશે અને એશિયા માં પોતાની સેના વધારશે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીયો એ એમ કહ્યું કે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયા ના દેશો સામે ચીન નો ખતરો વધી રહ્યો છે તે ધ્યાનમાં રાખીને અમેરિકા યુરોપમાં પોતાની સૈન્ય શક્તિ ઓછી કરીને જે જગ્યાએ જરુરી છે ત્યાં સૈન્ય શક્તિ ગોઠવી રહ્યું છે. આ ઘટના ક્રમ વચ્ચે ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ માં એક તંત્રી લેખ લખવામાં આવ્યો છે જેમાં ભારત અને અમેરિકા વચ્ચેનું અંતર ઘટવાના મુદ્દાને લઈને ચીન તરફથી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે.

ફાઈનાન્સીયલ ટાઈમ્સ નામના એક અખબારમાં ગીડોન રેચમેન નામના લેખકે એમ લખ્યું છે કે, ભારતે નવા ઠંડા યુદ્ધ દરમ્યાન એક પક્ષની પસંદગી કરી લીધી છે. વધુમાં એમ લખ્યું છે કે, પોતાના પ્રતિસ્પર્ધી ને અમેરિકા નજીક જવા માટેની તક ચીને આપી છે અને આ ચીનની મૂર્ખતા છે.

ફાઈનાન્સીયલ ટાઈમ્સના આ લેખ પર પ્રતિક્રિયા આપતા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ચીન અને ભારત વચ્ચે સીમા વિવાદ રાતોરાત પેદા થયો નથી. એક સમય એવો હતો કે બંને દેશો વચ્ચેનો તણાવ એક મોટો ખતરો હતો. ભારત એ સમયે પણ કોઈ એક દેશ પર નિર્ભર બન્યો ન હતો અને તેથી એ તર્ક બિલકુલ ખોટો છે કે હાલના તણાવ માં ભારત કોઈ એક જૂથની સાથે જવા માટે મજબૂર થઇ જશે.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે ભારત સાથેના સરહદી તણાવને યુદ્ધ તરફ લઇ જવાની ચીનની કોઈ ઈચ્છા નથી. ગલવાન ખીણમાં ભારત તરફથી ઉશ્કેરાટ પછીજ તણાવ શરુ થયો છે. ત્યાં સુધી કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ખુદે સ્વીકાર્યું છે કે ભારતની સરહદની અંદર કોઈએ ઘુસણખોરી કરી નથી.

ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે રેચમેન જેવા લોકોએ અમેરિકા તરફના આકર્ષણ નું ખોટું અનુમાન જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલીયા, કેનેડા અને તાયવાન ટાપુ જેવા દેશો અમેરિકા અથવા અમેરિકાના હિતો માટે કામ કરવા ઈચ્છુક છે એ અમને ખબર છે. તાયવાનનું સંપૂર્ણ નિયંત્રણ અમેરિકા ના હાથ માં છે. પરંતુ એ કલ્પના કરવી મુશ્કેલ છે કે કોઈ વૈશ્વિક મહાતાકાત અમેરિકા ના હાથમાં રેહવાનું પસંદ કરે. ભારતની વિશેષતા એ છે કે તે પોતાની કુટનીતિક સ્વતંત્રતા કાયમ રાખવા ઈચ્છે છે.

આંતરરાષ્ટ્રીય

પ્રધાનમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ ચીન-પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયાને મોટો સંદેશ

પ્રધાનમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ ચીન-પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયાને મોટો સંદેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે લેહ સરહદે અચાનક પહોંચ્યા તેથી મોટા ભાગના લોકોને અચરજ થયું છે. લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ખાતે ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીની આ સરપ્રાઇઝ વિઝિટ પાકિસ્તાન અને ચીન માટે આકરો સંદેશ છે. અને સમગ્ર દુનિયા માટે એક મોટો સંકેત છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત અંગે રક્ષા વિશેષજ્ઞો એવું માને છે કે પ્રધાનમંત્રીએ લેહ પહોંચી એક મોટું પગલું ભર્યુ છે. તેઓએ ચીનને સંદેશ મોકલાવી દીધો છે. ભારત આ સ્થળે પાછળ હટવા તૈયાર નથી. રીટાયર્ડ મેજર જનરલ એ.કે.સીવાચએ પત્રકારોને જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ચીનને સાફ સંદેશો મળી ગયો છે કે, હાલના ભારત-ચીન તણાવમાં ભારત પાછળ હટવા તૈયાર નથી. જો ચીનનું સૈન્ય એલ.એ.સી. આસપાસ તૈનાત રહેશે તો ભારતીય સૈનિકો પણ ત્યાંજ રહેશે. ભારત કોઇ પણ મામલામાં સમાધાન કરવા તૈયાર નથી. એવો આ મુલાકાતનો સંકેત છે.
રક્ષા વિશેષજ્ઞ રિટાયર્ડ બ્રિગેડીયર વિક્રમ દતાએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીની આ મુલાકાતથી ફ્રન્ટ લાઇન પર રહેલા સૈનિકોનું મનોબળ વધ્યું છે. પ્રધામંત્રીને સૈન્ય સાથે અગાઉથી જ ખુબ લગાવ છે. સૈનાના જવાનો અને અધિકારીઓને આ મુલાકાતથી તાકાત અને મનોબળ વધશે. જેનો ઉપયોગ કરીને વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈન્ય ચીનનો જોરદાર સામનો કરી શકશે.
રિટાયર્ડ મેજર જનરલ શશિ અસ્થાનાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી ચીન સાથે સૈન્ય મંત્રણાઓ ચાલી રહી હતી તે દરમ્યાન પ્રધાનમંત્રીએ વાસ્તવીક સ્થિતિને સમજવા માટે તથા અત્યાર સધીમાં ચીન સાથે શું વાતચીત કમાન્ડર સ્તરે થઇ છે તે સમજવા આ ખાસ મુલાકાત લીધી. આ સાથે જ તેઓ ભારતીય સૈન્યની તૈયારીની પણ સમીક્ષા કરી શકશે. વર્તમાન સ્તિથિમાં ભારત ચીન પર ભરોસો કરી શકવાની સ્થિતિમાં નથી.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

લ્યો બોલો… ચીને રશિયાના આખે આખા શહેર પર પોતાનો દાવો ઠોક્યો!!

લ્યો બોલો… ચીને રશિયાના આખે આખા શહેર પર પોતાનો દાવો ઠોક્યો!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિસ્તારવાદી ચીન અનેક દેશોની જમીન પચાવી પાડ્યા બાદ હવે રશિયાના એક આખે આખા શહેર પર પોતાનો દાવો ઠોકી દીધો છે.

ચીને રશિયાના વ્લાદિવોસ્તોક શહેર પર પોતાનો દાવો ઝીંકી દીદો છે. ચીનનું કહેવું છે કે, રશિયાનું આ શહેર વ્લાદિવોસ્તોક તો 1860 પહેલા ચીનનો ભાગ હતું. રશિયાએ તેની પાસેથી આ શહેર આંચકી લીધું હોવાનો દાવો કરી દીધો છે. હવે ચીન અને રશિયા વચ્ચે વિવાદ ઉભો થાય તેવી શક્યતા છે.

ભારત સાથે ચીનના સરહદી વિવાદને લઈને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે ચીન સંયમ દાખવવાના બદલે ઉશ્કેરણીજનક હરકત કરવા લાગ્યું છે. ચીનની સરકારી સમાચાર ચેનલ સીજીટીએનના એડિટર શેન સિવઈએ દાવો કર્યો છે કે, રશિયાનું વ્લાદિવોસ્તોક શહેર 1860 પહેલા ચીનનો ભાગ હતું. આ શહેર પહેલા હૈશેનવાઈ તરીકે જાણીતું હતું.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને બ્રાઝીલ માં થયો કોરોના વિસ્ફોટ

24 કલાક માં અમેરિકા માં 52000 ,બ્રાઝીલ માં 45000 ,નવા કેસ નોંધાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમેરિકામાં એક હેલ્થ એકસપર્ટે વ્યકત કરેલી ચિંતા સાચી સાબિત થતી દેખાઈ રહી છે. મંગળવારે અમેરિકામાં હેલ્થ એકસપર્ટે ચેતવણી આપી હતી કે નિયમોનું પાલન કરવામાં ના આવ્યું તો અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વ આપવાની વાત કરી હતી. અમેરિકામાં પાછલા ૨૪ કલાકમાં ૫૨,૦૦૦ કેસ સામે આવ્યા છે.

અમેરિકામાં વેપાર-ધંધા ફરી શરુ થવાના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. દેશના મુખ્ય એકસપર્ટ ડો. એન્થની ફાઉચે ચેતવણી આપીને કહ્યું હતું કે જો સ્વાસ્થ્ય નિયમોનું પાલન ના થયું તો અમેરિકામાં એક દિવસમાં એક લાખ કેસ સામે આવી શકે છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧.૮ કરોડ કરતા વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે, જયારે ૫.૧૮ લાખ કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. જયારે ૫,૯૩૯,૯૯૪ દર્દીઓ સાજા થઈ ગયા છે. અમેરિકા અને બ્રાઝિલમાં આ સમયે દુનિયામાં કોરોના સંક્રમણનું મોટું કેન્દ્ર બન્યા છે. અત્યાર સુધી કોરોનાના દર મહિને ૪૦,૦૦૦ કરતા વધારે કેસ સામે આવ્યા છે, અત્યાર તેની ગતિમાં વધારો થયો છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૭૭૯,૯૫૩નાપાર થઈ ગઈ છે, જયારે અત્યાર સુધીમાં ૧૩૦,૭૯૮ લોકોના મોત થઈ ગયા છે

આ પહેલા ફાઉચીએ આશંકા વ્યકત કરી હતી કે અમેરિકામાં એક દિવસમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ૧ લાખ થઈ શકે છે. તેમણે આ વાત સીનેટમાં સ્કૂલ અને કાર્યસ્થલોને ફરી ખોલવા અંગે સુનાવણી દરમિયાન કરી હતી. કેટલાક રાજયોમાં કોરોનાના કેસ ફરી વધવા અંગે પૂછવા પર તેમણે કહ્યું, ‘જો ચોક્કસ પૂર્વાનુમાન નહીં લગાવાય તો સ્થિતિ વધારે ભયાનક બની શકે છે અને તેના કારણે ચિંતિત છું.

બ્રાઝિલમાં પાછલા ૨૪ કલાકમાં ૪૫,૦૦૦ કેસ સામે આવ્યા છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૪.૫૩ લાખને પાર થઈ ગઈ છે. દેશમાં પાછલા ૨૪ કલાકમાં ૧,૦૫૭ લોકોના મોત થઈ ગયા છે સાથે જ અહીં કુલ મૃત્યુઆંક ૫૬૦,૭૧૩ થઈ ગયો છે. બ્રાઝીલ દુનિયાભરમાં કોરોના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં બીજા નંબરે છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ