Connect with us

શહેર

પત્ની સાથેના ઝઘડાનું લાગી આવતા પતિનો ગળેફાંસો

કરિયાણાની વસ્તુઓ અને પૈસા માટે બોલાચાલી થતા ઝઘડો થતા જીવતર ટૂંકાવ્યું : ભણગોરમાં રોટાવેેટરમાં આવી જતા યુવાનનું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના ગ્રીન સીટી પાસે આવેલા યુવા પાર્કમાં રહેતાં યુવાને પત્ની સાથે ઝઘડો થયા બાદ ઘરેથી ચાલી જઈ વસઈ ગામની સીમમાં લીમડાના ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. લાલપુર તાલુકાના ભણગોર ગામમાં યુવાનનો પગ લપસી જતા રોટાવેટરમાં આવી જતા મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગ્રીન સીટી પાસે આવેલા યુવા પાર્કમાં રહેતાં ધનપાલસિંહ પૂન્યસિંહ રાણા (ઉ.વ.25) નામના યુવાનને તેની પત્ની તુલસી સાથે ગત્ સોમવારે રાત્રિના સમયે કરિયાણાની વસ્તુ તથા પૈસા બાબતે બોલાચાલી અને ઝઘડો થતા રાત્રિના સમયે ઘરેથી ચાલ્યો ગયો હતો અને મનમાં લાગી આવતા વસઈ ગામની સીમમાં આવેલા અવાવરુ ખેતરમાં લીમડાના ઝાડમાં ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની જાણ થતા હે.કો. પી.જી. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પત્નીના નિવેદનના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મનોજ જીવણભાઈ કઢાણિયા (ઉ.વ.40) નામના પટેલ યુવાન ગુરૂવારે સાંજના સમયે તેના ખેતરે રોટાવેટનું કામ કરાવતો હતો તે દરમિયાન યુવાનનો પગ અકસ્માતે લપસી જતા રોટાવેટરમાં આવી જતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે હે.કો. એન.પી. વસરા તથા સ્ટાફે મૃતકના પિતા જીવણભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર

જામનગરના ક્યા વિસ્તાર ક્યારે કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થશે ?

જાણો કલેકટરે બહાર પાડ્યું જાહેરનામું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના જુદા-જુદા 6 કન્ટેઈનમેન્ટ વિસ્તારને તબક્કા વાર મુક્તિ આપવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરી કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્તિની તારીખ જાહેર કરવામાં આવી છે.

કલેકટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર જામનગર શહેરના ઇબા ચોક, હમીદા મંજીલ વાળી ગલીનો વિસ્તાર, 3 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત ગણાશે. જ્યારે સનરાઇઝ એપાર્ટમેન્ટ 4 જૂનના રોજ, બજરંગ ફ્લોર મીલની ગલીથી માં-ખોડલ આશિષ મકાન સુધીનો વિસ્તાર પણ 4 જૂનના રોજ, સત્યસાંઇ નગર શેરી નં.6 તા.5 જૂનના રોજ, ધોળિયાફળી અનુરાગ મુખવાસની શેરી તા.5 જૂનના રોજ તથા નૂરી પાર્ક શેરી નં.3 તા.6 જૂનના રોજ કન્ટેઈનમેન્ટ એરિયામાંથી મુક્ત થયેલા ગણાશે.

વધુ વાંચો

શહેર

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

હાપા જલારામ મંદિરમાં આંબા મનોરથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાપામાં આવેલ જલારામ મંદિરમાં આજે પ્રથમ વાર આંબા મનોરથના દર્શન યોજવામાં આવ્યા હતાં. લેસ્ટરવાળા જલારામ ભક્ત ઇલાબેન દિપેશ કુમાર મશરૂ પરિવાર તરફથી આજે સવારે 11 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જલારામ મંદિરમાં આંબા મનોરથ યોજવામાં આવ્યો હતો.

વધુ વાંચો

શહેર

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

જામનગર એનસીસી ગ્રુપ દ્વારા માસ્ક બનાવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટરના એનસીસી કેડેટસ દ્વારા માસ્ક બનાવી કોરોનાની મહામારી સામે રક્ષણ માટે આ માસ્કનું વિતરણ કરાયું હતું. જામનગર એનસીસી ગ્રુપ હેડકવાર્ટર દ્વારા 1400 જેટલા માસ્ક બનાવી જામનગર શહેરના એસડીએમ હર્ષવર્ધનસિંહ સોલંકીને સુપ્રત કરાયા હતા.

આ તકે ચાર એએનઓ તથા બે પીઆઇ સ્ટાફ તેમજ ત્રણ એનસીસી કેડેટસ ઉપસ્થિત રહી આ માસ્ક સોંપવામાં આવ્યા હતા. એનસીસી કેડેટસે ગ્રુપ કમાન્ડર કે.એસ. માથુર તથા લેફ. કમાન્ડર ચંદ્રેશ મિત્તલના માર્ગદર્શન હેઠળ આ માસ્ક તૈયાર કર્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ