Connect with us

રાષ્ટ્રીય

વાવાઝોડું અમ્ફાન ‘સુપર સાયકલોન’માં ફેરવાયુ

બુધવારે ઓરિસ્સા-પ.બંગાળ વચ્ચે ત્રાટકવાની સંભાવના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બંગાળની ખાડીમાં ઉદ્દભવેલા ચક્રવાત અમ્ફાને હવે સુપર સાયકલોનનું સ્વરૂપ ધારણ કર્યું છે. ફાનીની શ્રેણીમાં આવતું આ વાવાઝોડું બુધવારે ઓરિસ્સા અને પ.બંગાળ વચ્ચે દીધા પાસે લેન્ડફોલ કરે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. પરિણામે ઓરિસ્સા બંગાળના કાંઠાળ જિલ્લાઓમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર્વના તટીય રાજ્યો પર પહેલા કોરોના અને હવે વાવાઝોડાની એમ બેવડી આફત તોળાઇ રહી છે.

દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં બનેલુ દબાણ ચક્રવાતમાં બદલાવા લાગ્યુ છે. જે બંગાળી ખાડીના ઉત્તર-પશ્ચિમમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટ પર ઝડપથી આગળ વધી રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાન એમ્ફાનનુ ઝડપી હોવા બાદ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટો માટે એલર્ટ જારી કર્યુ છે.

બંગાળની ખાડીમાં ઉઠેલુ તોફાન આગામી 12 કલાકમાં ઝડપી થવાની સંભાવના છે. જે 18 મે એટલે સોમવારે ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. આ દરમિયાન ઝડપી પવન સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. માછીમારોને દરિયાકાંઠે ન જવાની સલાહ અપાઈ છે.

હવામાન વિભાગ અનુસાર ચક્રવાતી તોફાન એમ્ફાનથી ઓડિશામાં 18 મેએ સામાન્યથી મધ્ય વરસાદ થઈ શકે છે જ્યારે કેટલાક સ્થળો પર ભારે વરસાદ થવાની આગાહી છે. સાથે જ અંદમાન-નિકોબાર આઈલેન્ડ સહિત કેટલાક સ્થળો પર ભારે વરસાદની પણ સંભાવના છે. તોફાનના કારણે મોટાભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ થઈ શકે છે.

રાષ્ટ્રીય

દિલ્હીની હિંસા સરકાર-પોલીસનું ષડ્યંત્ર: ખેડૂત નેતાઓ

કૃષિ કાયદાઓ વિરૂધ્ધનું આંદોલન ચાલુ રાખવા ખેડૂતો હજૂ મકકમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સંયુક્ત કિસાન મોરચાના ખેડૂત નેતાઓએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન પહેલાની જેમ જ ચાલું રહેશે, ખેડૂત નેતાઓએ કહ્યું છે કે, તેમનું આંદોલન ત્યાર સુધી ચાલું રહેશે જ્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાઓને પરતલેવામાં આવશે નહીં. દિલ્હીમાં થેયલી હિંસા પર ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તે સરકારનું ષડયંત્ર હતું અને દિલ્કી પોલીસ પણ તેમાં સામેલ હતી.

સંયુક્ત કિસાન મોરચાએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે, પાછલા સાત મહિનાઓથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલનને બદનામ કરવાનું ષડયંત્ર હવે જનતા સામે ઉજાગર થઈ ચૂક્યું છે. કેટલાક વ્યક્તિઓ અને સંગઠન (મુખ્ય રીતે દિપ સિધુ અને સતનામ સિંહ પન્નની આગેવાનીમાં ખેડૂત મજૂર સંઘર્ષ કમિટી)ના સહારે, સરકારે આ આંદોલને ફિંસક બનાવ્યું, અમે ફરીથી સ્પષ્ટ કરીએ છીએ કે, લાલ કિલ્લા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં થયેલી હિંસક કાર્યવાહી સાથે અમારો કોઈ જ સંબંધ નથી. અમે તે ગતિવિધિઓની કડક નિંદા કરીએ છીએ.

ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી ખુબ જ સફળતાપૂર્વક થઈ, જો કોઈ ઘટના ઘટી છે તો તેના માટે પોલીસ પ્રશાસન જવાબદાર રહ્યું છે. કોઈ લાલ કિલ્લા ઉપર પહોંચી જાય અને પોલીસની એક ગોળી પણ ના ચાલે. આ ખેડૂત સંગઠનોને બદનામકરવાનું ષડયંત્ર હતું. ખેડૂત આંદોલન ચાલું રહેશે.

ખેડૂત નેતાઓનું કહેવું છે કે, તેઓ 30 જાન્યુઆરીએ ગાંધીજીના શહાદતદિવસ પર શાંતિ અને અહિંસા પર ભાર આપવા માટે, આખા દેશમાં એક દિવસનો ઉપવાસ રાખવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ જનતાને દીપ સિદ્ધ જેવા તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની અપીલ કરી છે. ખેડૂત નેતાઓએ 1 ફેબ્રુઆરીએ સંસદ કૂચ કરવાનો કાર્યક્રમ રદ કરી દીધો છે. ખેડૂત નેતાઓએ નૈતિક જવાબદારી લેતા એક ફેબ્રુઆરી માટે નિર્ધારિત સંસદ માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આવતીકાલથી સંસદનું બજેટસત્ર: જબરી ટકકરના એંધાણ

પ્રારંભે રાષ્ટ્રપતિનું સંયુકત ગૃહને સંબોધન અને સોમવારે દેશનું બજેટ: પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને શનિવારે સર્વપક્ષિય બેઠક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આવતીકાલથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્રમાં ભારે ગરમાગરમી થવાના એંધાણ મળી રહ્યા છે. કિશાન આંદોલન, ભારત-ચીન મુદ્દો, દેશની તૂટતી અર્થવ્યવસ્થા, વોટસએપ ચેટ લીક, કોરોના સંકટ સહિતના મામલે વિપક્ષ સરકારને ભીડવે તેવી શકયતા છે. આ બધા પ્રશ્ર્નોનો મોદી સરકારે જવાબ આપવો પડશે. આજે વિપક્ષો સંયુકત રણનીતી ઘડી રહ્યા છે. આજે કોંગ્રેસ, ડાબેરીઓ, તૃણમૂલ, ડીએમકે, રાજદ, શિવસેના, આપ, એનસીપી સહિતના વિપક્ષો મંત્રણા કરી રહ્યા છે.

સંસદનું સત્ર આવતીકાલે શરૂ થઈ રહ્યુ છે. 1લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થશે. અર્થતંત્રના મોરચે ઘેરાયેલી સરકાર માટે આ બજેટ સરળ નથી થવાનું. પરંતુ સૌથી મોટી સમસ્યા કૃષિ કાનૂનને લઈને ખેડૂતો અને સરકાર વચ્ચે જારી સંગ્રામ અને ભારત-ચીન સીમા વિવાદનો મુદ્દો છે.

બજેટ સત્રમાં સરકારની સૌથી મોટી સમસ્યા કોવિડ સંકટ વચ્ચે અર્થતંત્રને સુધારવાની છે. પરંપરા મુજબ સત્ર પહેલા રાષ્ટ્રપતિનું પ્રવચન થશે. જેમાં તેઓ સરકારની ભાવિ યોજનાઓનુ માળખુ રજૂ કરશે. સંસદનું બજેટ બે ભાગમાં યોજાશે. જેમાં પ્રથમ સત્ર 15 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે બીજુ સત્ર 8 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.

બજેટ સત્ર સારી રીતે ચાલે તે માટે પીએમ મોદીએ 30મીએ સંસદમાં વિપક્ષોની બેઠક બોલાવી છે. જો કે સંસદમાં સૌથી મોટો મુદ્દો કિસાન આંદોલનનો જ રહેશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

લાલ કિલ્લા પર હિંસાને લઇને દિલ્હી પોલીસની સૌથી મોટી કાર્યવાહી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગણતંત્ર દિનના અવસર પર દિલ્હીના લાલકિલ્લા ખાતે થયેલી હિંસાને લઇને સમગ્ર દેશમાં ટ્રેક્ટર રેલીની ટીકા થઇ રહી છે. ત્યારે દિલ્હી પોલીસે પણ આ હિંસાને લઇને કાર્યવાહી શરુ કરી દીધી છે. પોલીસ હિંસાના આરોપી ખેડૂત નેતાઓ પર લુકઆઉટ નોટીસ જાહેર કરશે. તો હિંસા બાદ ખેડૂત આંદોલનમાં તિરાડ પડી ગઈ છે. અને બે ખેડૂત સંગઠનોએ પોતાનું આંદોલન પાછુ ખેચી લીધું છે.

ગૃહમંત્રાલયના સુત્રો પાસેથી સમાચારો વહેતા થયા છે કે દિલ્હી પોલીસ દ્રારા કાર્યવાહીનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. અને પોલીસ હિંસાના આરોપી ખેડૂત નેતાઓ પર લુકઆઉટ નોટીસ જાહેર કરશે. ઉપરાંત એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે આજથી જ દિલ્હી પોલીસ ખેડૂત નેતાઓના પાસપોર્ટ જપ્ત કરશે અને જે ખેડૂતો સામે ફરિયાદ થઇ છે તેમને લુક આઉટ નોટીસ ફટકારવામાં આવશે. હિંસા મામલે અત્યાર સુધી 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 25 FIR દાખલ કરવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે થયેલી હિંસાના પરિણામે હરિયાણાના રેવાડી જિલ્લાના ઓછામાં ઓછા પંદર ગામોની પંચાયતોએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા પોતાના ખેડૂતોને તત્કાળ દિલ્હીની સડકો ખાલી કરીને  ગામડે પાછાં ફરવાનો આદેશ મોકલ્યો હતો.

ગાઝીપુર વિસ્તાર જેવા અન્ય કેટલાક સ્થળેથી પણ ખેડૂતો પાછા ફર્યા હતા.હરિયાણામાં વિરોધ કરી રહેલા ખેડૂતો પણ પોતાને અગાઉ મળેલો ટેકો ખોઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પંદર ગામોની બનેલી એક પંચાયતે દિલ્હી જયપુર નેશનલ હાઇ વે પર ત્રીજી જાન્યુઆરીથી દેખાવો કરી રહેલા ખેડૂતોને પોતપોતાને ઘેર પાછા ફરવાનો આદેશ મોકલ્યો હતો.મોટા ભાગના ખેડૂતો લાલ કિલ્લા ખાતે બનેલી ઘટનાથી નારાજ હતા. અને કહ્યું હતું કે હિંસા ફેલાવનાર ખેડૂતો ન હતા તેઓ અસામાજિક તત્વો હતા.

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ