Connect with us

શહેર

જામનગર શહેર જિલ્લાના સેકડો લોકોને મળી આઝાદી

34 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મળી મુકિત : નવા 7 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ હેઠળ લવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લાના કોરોના બંધકોને મોટી રાહત મળી છે. એક સાથે સેકડો લોકો કે જેઓ છેલ્લા 14 દિવસથી પોતાના ઘરોમાં કેદ હતાં. તેઓને આજથી મુકિત મળી છે. બીજી તરફ શહેર અને જિલ્લાના વધુ 7 વિસ્તારોના રહેવાશીઓને પ્રતિબંધ હેઠળ મુકવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાનાં કુલ 34 વિસ્તારોની કન્ટેઇનમેન્ટ અવધી પુર્ણ થતાં તેમને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુકિત આપવામાં આવી છે. જિલ્લા કલેકટર દ્વારા મુકિત અપાયેલા વિસ્તારોમાં 26 જામનગર શહેરના અને 8 જામનગર ગ્રામ્યના વિસ્તારોનો સમાવેશ થાય છે. છેલ્લા 14 દિવસથી કન્ટેઇનમેન્ટ હેઠળ રહેતા આ વિસ્તારના સેકડો લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. હવે તેઓ પોતાના ઘરની બહાર નીકળી શકશે. અને મુકિતનો એહસાશ કરી શકશે. બીજી તરફ કોરોનાના નવા કેસને પગલે શહેર અને જિલ્લાના વધુ 7 વિસ્તારોને કન્ટેઇનમેન્ટ હેઠળ મુકવામાં આવ્યા છે. જેઓ આગામી 14 દિવસ સુધી પોત-પોતાના ઘરોમાં કેદ રહેશે. જે વિસ્તારો ક્ધટેઇનમેન્ટ જાહેર કરાયા છે. તેની યાદી નીચે મુજબ છે.

૧) જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં નગરપાલિકા વિસ્તારમાં કુંભારનાથ પરામાં ભીખુભાઈ ગરીશંકર ચાઉથી મનસુખગીરી જેરામગીરી ગોસ્વામી સુધી રમણીકલાલ ગૈરીશંકર ઠાકર થી પ્રેમજીભાઈ બરજીલાઈ દુધાગરા સુધી તથા પરેશભાઈ મગનભાઈ હિરપરા થી વસનબેન પરશોતમભાઈ ઠુંમર સુધીના 14 ઘર.

ર) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શંકર ટેકરી સિધ્ધાર્થ કોલોની શેરી નં.13 માં સમાવિષ્ટ 10 મકાનોનો વિસ્તાર.

3) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર બાલનાથ મહાદેવ મંદિર પાસે બાબુ અમૃતના ડેલા તરીકે ઓળખાતો વિસ્તાર જેમાં જય ચામુંડા કૃપા નાનજી નિવાસ તથા શ્રી ગણેશાય બંગલો વિ. નો સમાવેશ થાય છે તેવા 8 મકાનોનો વિસ્તાર.

4) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટણી વાડમાં શાહ બાપુની દરગાહ પાસે આવેલ નસીબ પ્રોવીઝન સ્ટોર સામેની બંધ ડેલીનો પેક વિસ્તાર.

પ) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્શનાથ દેરાસરની બાજુમાં આવેલ આંબલી ફળી તરીકે ઓળખાતા વિસ્તારમાં મામા સાહેબની શેરી જેમાં પાર્થમણી બંગલોનો સમાવેશ થાય છે તે 50 મી.લંબાઈનો શેરીનો વિસ્તાર.

૬) જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતસાગર રોડ પર આવેલ નંદનવનપાર્ક શેરી નં.2, શ્રધ્ધા જનરલ સ્ટોર વાળી શેરીના 12 મકાનોનો સમાવિષ્ટ વિસ્તાર.

૭) વંચાણ-(5) માં દર્શાવેલ આ કચેરીના તા.30/06/2020 ના જાહેરનામાંના કોષ્ટકના ક્રમ નં.7 ઉપર દર્શાવેલ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલ શ્રીજી હોલ નજીક ગોકુલધામ સોસાયટી કન્ટેઈનમેન્ટ ઝોનના વિસ્તાર ઉપરાંત પાર્થ બંગલા સુધીના 5 મકાનોનો વધારાનો વિસ્તાર.

શહેર

બેકાબુ કોરોના સંક્રમણની સમીક્ષા માટે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી કાલે જામનગરમાં

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિનો તાગ મેળવશે : કોવિડ હોસ્પિટલની મુલાકાત પણ લેશે : મુખ્ય સચિવ, આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓનો કાફલો પણ જોડાશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે શનિવારે જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે. જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિની સમીક્ષા માટે તેઓ જામનગર આવી રહ્યા છે. બપોરે 2.30 વાગ્યે  જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મુખ્ય સચિવ, પંચાયતના અધિક મુખ્ય સચિવ, સી.એમ.ના અંગત સચિવ સહિતનો કાફલો પણ જામનગર આવશે.

ગાંધીનગરમાં રાજયમંત્રી હકુભા જાડેજા સાથે જામનગરની સ્થિતિની ચર્ચા થયાં બાદ મુખ્યમંત્રીએ જામનગર આવવાનું નિર્ણય કર્યો હતો. જે અનુસંધાને આવતીકાલે બપોરે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોરોના મહામારી અંગે સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ તેઓ જામનગરની કોવિડ હોસ્પિટલની મુલાકાત પણ લેશે. અત્રેએ ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી કોરોનાનું સંક્રમણ બેકાબુ બન્યું છે. ત્યારે રાજયના અન્ય શહેરોની જેમ જામનગરની સ્થિતિની સમીક્ષા કરવી પણ જરૂરી બની હોય મુખ્યમંત્રી જામનગર આવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રી સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ જેવાં મહાનગરોમાં કોરોના સંક્રમણ અંગે અધિકારીઓ સાથે બેઠક યોજી ચુકયા છે.

 

વધુ વાંચો

શહેર

ગણેશ સાર્વજનિક મરાઠા મંડળ દ્વારા ગણેશ મહોત્સવ રદ્દ કરાયો

ગણેશ સાર્વજનિક મરાઠા મંડળ દ્વારા ગણેશ મહોત્સવ રદ્દ કરાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તા ૬ જામનગર ના ચાંદી બજાર ના ચોકમાં પ્રતિવર્ષ મુજબ શ્રી ગણેશ સાર્વજનિક મરાઠા મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે ચાલુ વર્ષે કોરોનાની મહામારી ને લઈને રદ કરવામાં આવ્યો છે.
જામનગરના શ્રી ગણેશ સાર્વજનિક મરાઠા મંડળ દ્વારા લાંબા સમય થી ચાંદી બજાર ના ચોકમાં સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે, અને મોટી મૂર્તિ પ્રસ્થાપિત કરી ૧૧ દિવસ માટેના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ વર્તમાન કોરોનાની મહામારી ને લઈને આ મહોત્સવ આ વર્ષે મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે, અને ૧૧ દિવસ દરમિયાન ગણેશભક્તો એ પોતાના ઘરમાં જ ગણેશ ભગવાનનું પૂજન અર્ચન કરવા ગણેશ મરાઠા મંડળ દ્વારા વિનંતિ કરાઈ છે.

વધુ વાંચો

શહેર

જામનગરમાં વધુ 21 માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા

જામનગરમાં વધુ 21 માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલપુર રોડ, ભાનુ પેટ્રોલ પંપ પાછળ સરસ્વતી પાર્ક શેરી નં. ૩ માં પ્લોટ નં. ૬૬, વિનોદ જીણાભાઈ ભંડેરીના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
 2. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાન ચોક, માલદે ભુવનની બાજુમાં લલિતાબેન મુંજાલ અને રાજુભાઈના મકાન સહિત ૨ (બે) મકાનનો વિસ્તાર.
 3. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વસંત વાટીકા શેરી નં.૩, ૧૭૨/સી મોરજરીયા પુજાના એક ઘરનો વિસ્તાર.
 4. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પુષ્કર ધામ સોસાયટી શેરી નં.૩ લખીયાર ગૌરીબેનના એક ઘરનો વિસ્તાર.
 5. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હરીધામ સોસાયટી બ્લોક નં.૨૪૮/૭ “મહાદેવ” સાવલીયા હસમુખભાઈ પરસોતમભાઈના એક બંગલાનો વિસ્તાર.
 6. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કિશાનચોક અંજલી ન્યુઝની સામે 5 શ્રી રામ ૯ ભુવનની સામેવાળી ગલી “અંજલી” ચાંદ્રા અમરીશના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
 7. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૧૦, ગોકુલધામ સોસાયટી, “કિર્તન” સચિન ગોકાણીના એક મકાનનો વિસ્તાર.
 8. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની-૯, શેરી નં.૪, ચંદ્રબાધા એપાર્ટમેન્ટ સામે “ખોડીયાર કૃપા” મીરલભાઈ રાજેશભાઈ રૂપાપરાના એક મકાનનો વિસ્તાર.
 9. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક શ્રીજી એપાર્ટમેન્ટ વીંગ – બી, ફલેટ નં. ર૦ર, ધારા હિતેષભાઈ કણજારીયાના ફલેટ સહિત ચાર ફ્લેટનો વિસ્તાર.
 10. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તાલુકા પંચાયત ઓફીસની સામે ૧૩-૧૪ પત્રકાર સોસાયટી સુખપરીયા પાર્થ બીપીનભાઈના એક મકાનનો વિસ્તાર. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખંભાળીયા નાકા શ્રીજી વિંગ-સી ફર્સ્ટ ફલોર પર યાર ફ્લેટનો વિસ્તાર.
 11. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર રોડ જલાની જાર પાસે સોનીયા જગદીશભાઈ ; પાઠકના એક ઘરનો વિસ્તાર.
 12. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દિ.પ્લોટ રપ કિરણબેન એચ. ગાંધીના એક બંગલાનો વિસ્તાર.
 13. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલ્કેશ્વરીનગરી સોપાન રેસીડેન્સીના થર્ડ ફલોરના ૪ ફલેટનો વિસ્તાર.
 14. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદાબાવાનો ચકલો, ભરાણીનો ડેલો રેખાબેન પ્રફુલભાઈ સહોલીયાના એક ઘરનો વિસ્તાર.
 15. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોઢાનો ડેલો જી.પી.ઓ બેઈઝ ચાંદી બજાર અપલ મહેતા તથા જશ ભાગ્યેશભાઈ મહેતાના એક બંગલાનો વિસ્તાર.
 16. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૩ દિ. પ્લોટ વીટીસી જાદવભાઈ જોઈસર અને દિનકરભાઈ જોઈસરના એક બંગલાનો વિસ્તાર.
 17. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૧૦, સીસીડીસી ફલેટની પાછળ દિપાબેન દિનેશભાઈ કટારીયાના એક રહેણાંક મકાનનો વિસ્તાર.
 18. જામનગર જિલ્લાના દરેડ ગામની પટેલ શેરીમાં પ્રથમ નરસિંહભાઈ વશરામભાઈ દાવડના ઘરથી છેલ્લે વિજયભાઈ જેરામભાઈ ડોબરીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૫.
 19. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાના પંજેતરનગર વિસ્તારમાં આવેલ પ્રથમ અવેશ ઈદ્રીશભાઈ મેમણના ઘરથી છેલ્લે ફારૂકભાઈ અયુબભાઈ કચલીના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 20. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ધુંવાવ ગામના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પ્રથમ નારણભાઈ સવજીભાઈ પરમારના ઘરથી અનવર દાદમામદ જખરાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૭.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ