Connect with us

શહેર

જામનગરના મિલકતધારકોને વેરામાં કેટલી રાહત મળશે ?

સરકારની જાહેરાત અને હાલની રિબેટ યોજનાને લઇને અસમંજસની સ્થિતિ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુખ્યમંત્રીએ 14 હજાર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં શહેરી વિસ્તારો માટે પ્રોપર્ટી ટેકસના ચૂકવણામાં જાહેર કરેલી 20 અને 10 ટકાની રાહતને લઇને જામનગર મહાનગરપાલિકામાં અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ રાહત કઇ રીતે આપવામાં આવશે ? તેમજ હાલમાં જે રિબેટ આપવામાં આવી રહ્યું છે તે ઉપરાંતની હશે કે કેમ ? તેને લઇને ભારે ક્ધઝ્ફયુઝનની સ્થિતિ પ્રવર્તી રહી છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. પરંતુ આ રાહતનો લાભ નાગરીકોને કઈ રીતે મળશે ? તે જાણવું જરૂરી છે.

મુખ્યમંત્રીના આત્મનિર્ભર પેકેજમાં શહેરમાં આવેલી કોમર્શિયલ પ્રોપર્ટીને મિલ્કત વેરામાં 20 ટકાની રાહત આપવાની તથા રહેણાંક મિલ્કતોમાં દશ ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર જામનગર શહેરમાં અંદાજે 50 હજાર કોમર્શિયલ પ્રોપર્ટી આવેલી છે. જેમને પ્રોપર્ટી ટેકસમાં 20 ટકાની રાહત આપવાની થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી દર વર્ષે મિલકતધારકોને મિલકત વેરાની એડવાન્સ ચૂકવણી પર 10 ટકા રિબેટ આપવામાં આવે છે. ત્યારે પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે, રાજ્ય સરકારે જાહેર કરેલી રાહત આ 10 ટકા રિબેટ ઉપરાંતની હશે ? કે આ 10 ટકાને તેમાં આવરી લેવામાં આવશે ? આ અંગે હજુસુધી કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો વધારાની 20 ટકા રાહત આપવામાં આવે તો કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 10 ટકા રિબેટ સહિત કુલ 30 ટકા રાહત મળી શકે. જ્યારે રહેણાંક પ્રોપર્ટી ધારકોને કુલ 20 ટકા રાહત મળી શકે. જો તેમ કરવામાં ન આવે અને હાલમાં આપવામાં આવતું 10 ટકા રિબેટ આ રાહતમાં જ ગણી લેવામાં આવે તો કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને વાસ્તવમાં 20 ટકા નહીં પરંતુ, 10 ટકા રાહત જ મળે તેમ છે. જ્યારે રહેણાંક પ્રોપર્ટી ધારકોને કોઇ રાહત મળે નહીં. પરંતુ, મહાનગરપાલિકાએ જે 10 ટકા રિબેટ રહેણાંક પ્રોપર્ટી ધારકોને આપ્યું છે તેનું વળતર સરકાર તરફથી મહાનગરપાલિકાને મળી જશે. આમ જો મહાનગરપાલિકા વધારાનું 10 ટકા વળતર પ્રોપર્ટી ધારકોને નહીં આપે તો રાજ્ય સરકારના આ પેકેજથી માત્ર મહાનગરપાલિકાને જ ફાયદો થશે, પ્રોપર્ટી ધારકોને નહીં.

આ અંગે મ્યુ.કમિશનર સતિષ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિસ્ત્તૃત માહિતી આવ્યા બાદ આ અંગે કોઇ નિર્ણય કરવામાં આવશે. મિલકતધારકોને હાલના રિબેટ ઉપરાંત આ વધારાની રાહત આપવી કે નહીં. દરમિયાન રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજને કારણે કોર્પોરેશનમાં રિબેટનો લાભ લેવા માટે એડવાન્સ મિલકત વેરો ભરતાં લોકોની સંખ્યામાં ઘટાડો થઈ ગયો છે. તેઓ રાહતની આશાએ હાલ તૂર્ત પોતાનો મિલકતવેરો ભરવાનું ટાળી રહયાં છે.

શહેર

જામનગર જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 18 પોઝિટિવ કેસ

ચિંતાજનક વધી રહેલું કોરોનાનું લોકલ સંક્રમણ: 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 

ખબર-જામનગર

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 10 દિવસથી કોરોના વાઈરસનું લોકલ સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે. વચ્ચે બે દિવસ કોરોના કેસમાં ઘટાડો આવ્યો હતો. પરંતુ ફરીથી કોરોના કેસમાં સતત વધારો જ થતો જાય છે. દેશભરમાં સતત વધી રહેલા કોરોનાના કેસો અને તેમાં નિપજતાં મોતથી વડાપ્રધાન ખૂદ ચિંતિત છે અને દેશવાસીઓને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને માસ્ક ફરજિયાત પહેરવા તથા બાળકો અને વૃદ્ધોને બહાર ન નિકળવા વધુ એક વખત હાથ જોડી અપીલ કરી હતી. તેમ છતાં કોરોનાના કેસો વધતાં જ જાય છે. જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન 18 કેસો પોઝિટિવ નોંધાયા છે. આ પોઝિટિવ કેસોના વિસ્તારને વહીવટી તંત્ર દ્વારા સીલ કરી ક્ધટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર દેશનો કોરોના વાઈરસ મહામારીમાં પોઝિટિવ કેસનો આંકડો સતત વધતો જાય છે. આજની સ્થિતિએ દેશભરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 19,248 નવા દર્દીઓ ઉમેરાયા છે. દેશમાં અનલોક થયા પછી લોકલ સંક્રમણ સતત વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં દેશમાં 17,848 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં ગુજરાતમાં કોરોનાનો આંકડો 33,318 સુધી પહોંચી ગયો છે અને 1869 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 675 કેસ નોંધાયા છે. જ્યારે 21 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના કેસો જામનગર શહેર અને જિલ્લામાં પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને છેલ્લાં 10 દિવસથી લોકલ સંક્રમણને કારણે દરરોજ 10 થી 15 કેસો આવે છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના 60 વર્ષના વૃધ્ધ, અલિયાબાડામાં રહેતા 68 વર્ષના વૃદ્ધ, ધ્રોલમાં રહેતા 72 વર્ષના વૃદ્ધ અને જામનગર શહેરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા 51 વર્ષના પ્રૌઢ તથા હરિયા સ્કૂલ પાસેના વિસ્તારમાં રહેતા 35 વર્ષના યુવાન, ખોડિયાર કોલોની ક્રિષ્ના સ્કૂલ પાસે રહેતા 33 વર્ષના યુવાન, શંકરટેકરી નહેરૂ નગર વિસ્તારમાં રહેતા 44 વર્ષના મહિલા, ગુલાબનગરના મોહનનગર ઢાળિયા પાસે રહેતા 43 વર્ષના મહિલા અને સત્યમ કોલોની રોડ પર આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 34 વર્ષના યુવાન તથા રણજીતનગરમાં રહેતાં 51 વર્ષના પ્રૌઢ તેમજ ચમન સોસાયટી રોઝી સ્કૂલ પાસે  રહેતા 46 વર્ષના યુવાન અને મધુવન ઈન્દીરા સોસાયટીમાં રહેતા 30 વર્ષના મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેમજ બુધવારે મોડીરાત્રીના સમયે જડેશ્ર્વર પાર્ક પાસે આવેલ પ્રણામી ટાઉનશીપમાં રહેતા 60 વર્ષના વૃધ્ધ, રતનબાઈની મસ્જિદ પાસે રહેતા 46 વર્ષના મહિલા, ખંભાળિયા નાકા કનખરા સમાજ પાસે રહેતા 45 વર્ષના યુવાન, દરબાર ગઢ વોરા ફળી સામે આવેલી મીનારા ફળીમાં રહેતા 47 વર્ષીય મહિલા અને કિસાન ચોક પવનચકકી પાસે રહેતાં 34 વર્ષના યુવાન તેમજ ગુલાબનગર મોહનગરના ઢાળિયા પાસે રહેતા 40 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ યુવાનના પત્નિનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો હતો.

સતત વધી રહેલા લોકલ સંક્રમણનું મુખ્ય કારણ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તતા નથી અને લોકો જાહેર માર્ગ પર એક ટોળામાં બેસતા હોય છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવતા નથી અને માસ્ક પણ પહેરતા નથી. કોરોનામાં લોકલ સંક્રમણ વધવાનું મુખ્ય કારણ પ્રજામાં સાવચેતીનો અભાવ જોવા મળે છે.  જેને કારણે કોરોનાનો ભોગ બનવું પડે છે. વહીવટી તંત્ર દ્વારા સતત હાથ જોડી વિનંતી કરવા છતાં આ મહામારીમાં સાવચેતી રાખવા માટે પ્રજા જરા પણ દરકાર રાખતી નથી. જેથી શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો સતત વધી રહ્યો છે. શહેરના ધન્વન્તરિ મેદાન પાસે, ગાંધીનગર બ્રુક બોન્ડ ગ્રાઉન્ડ, ચાંદીબજાર, રણજીતરોડ જેવા અનેક વિસ્તારોમાં લોકો બેરોકટોક ફરતા હોય છે. આ લોકો જાણે કે કોરોનાથી સુરક્ષિત હોય તે રીતે શહેરમાં લટારો મારતા હોય છે.

 

 

 

 

વધુ વાંચો

શહેર

જામનગરમાં 6 કોરોના પોઝીટીવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં ગઈ રાત્રે સેમ્પલ પરીક્ષણ દરમ્યાન પોઝેટીવ આવેલા વધુ ૬ કેશ  ની વિગતો કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ છે .

  1. 60 વર્ષ પુરુષ, પ્રણામી ટાઉનશીપ
  2. 46 વર્ષ સ્ત્રી, રતનબાઇ મસ્જીદ પાસે
  3. 45 વર્ષ પુરુષ, કનખરા સમાજ પાસે
  4. 47 વર્ષ સ્ત્રી, દરબારગઢ
  5. 34 વર્ષ પુરુષ, પવનચક્કી
  6. 40 વર્ષ પુરુષ, મોહનનગર ઢાળિયા આવાસ, ગુલાબનગર

 

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 11 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના 9 તથા ગ્રામ્ય વિસ્તારના બે એરિયાના સમાવેશ : માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રહેશે
ખબર-જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા કેસને પગલે વધુ 11 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે. કલેકટર દ્વારા જાહેર કરાયેલા નવા કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં 11 પૈકી 9 વિસ્તારો જામનગર શહેરના છે જ્યારે અન્ય બે વિસ્તારો જામનગર ગ્રામ્યના છે. આ વિસ્તારોમાં આવશ્યક સેવાઓ સિવાઈની અન્ય તમામ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજકોટ રોડ પર રીલાયન્સ પંપ ઢાળીયા પાસે આવેલ અક્ષરધામ સોસાયટીમાં સુશીલાબેન રામાણીના મકાનથી હીરાલાલભાઈ સોનગરાના મકાન સુધીના સમાવિષ્ટ થતાં સમગ્ર શેરીના 6 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચાંદી બજાર વિસ્તારમાં સોઢાનો ડેલો કે જે જનરલ પોસ્ટ ઓફીસ પાછળ આદીનાથ, પાર્શ્ર્વ, વિ. મકાનોનો સમાવિષ્ટ કરતો 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં દરબારગઢ નાકા બહાર તાહેરીયા સ્કુલની સામે આવેલ ગોલારાણાના ડેલા તરીકે ઓળખાતા વિસ્તારના ગેઈટમાં સમાવિષ્ટ 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટીના શેરી નં.4 કે જેમાં તાસમાણી મંજીલ, મરીયમ વિલા તેમજ આબેદાલી તાહેરઅલીના મકાન સહિતનો 11 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંબીકા ડેરી પાછળ આવેલ દિગ્વીજય પ્લોટ 21/27 કે જેમાં હરીલાંલ બંગલાનો સમાવેશ થાય છે તે ગરબી ચોકવાળી શેરીનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની 80 ફુટના રોડ પર ક્રિષ્ના સ્કુલ પાસે આવેલ ગ્રીન રેસીડેન્સી એપાર્ટમેન્ટના 10 માળના 60 ફલેટનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એરફોર્સ-2 ના ગેઈટની સામે આવેલ વાછરાડાડા મંદિર પાસે અક્ષરધામ એપાર્ટમેન્ટના ફલેટ નં.101 થી શરૂ કરી 10 ફ્લેટનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ કોલોની રોડ નં.2 જેમાં જય માતાજી બંગલો તથા આશિર્વાદ બંગલો વિ. નો સમાવેશ થાય છે તે 12 મકાનોનો વિસ્તાર.
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વામીનારાયણનગર શેરી નં.3 જેમાં પ્લોટ નં.126 નો સમાવેશ થાય છે. તે બાનાભાઈ હમીરભાઈ મંધાના ઘરથી મકાન નં.135/3 સુધીનો સમાવિષ્ટ થતો 50 મી. લંબાઈનો વિસ્તાર.
જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં વરીયા પ્રોવિઝન સ્ટોરથી સંધી વાસના ખુણા સુધી કુલ ઘર 10.
જામનગર જિલ્લાના જામનગર તાલુકાના અલીયાબાડા ગામ ખાતે ગરીબ નવાઝ સોસાયટીમાં વિઝન સ્કુલની પાછળ યુનુશભાઈના ગોડાઉન સામેના કુલ ઘર 6.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ