Connect with us

રાષ્ટ્રીય

ગૃહ મંત્રી અમિત શાહ ની રાહુલ ગાંધી ને ચેલેન્જ : 1962 થી આજ સુધીના થઇ જાય બે-બે હાથ

ગૃહ મંત્રી અમિત શાહ ની રાહુલ ગાંધી ને ચેલેન્જ : 1962 થી આજ સુધીના થઇ જાય બે-બે હાથ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લદ્દાખ ચીન સાથે સીમા વિવાદ પર ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. શાહે રાહુલના ‘સરેન્ડર’મોદી વાળા ટ્વિટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી હોય તો આવજો.1962થી આજ સુધીના મુદ્દે ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ. કોઈ ચર્ચાથી ડરતું નથી. પરંતુ જવાન સરહદ ઉપર સંઘર્ષ કરી રહ્યા હોય અને સરકાર ઠોસ પગલા ભરી રહી હોય, ત્યારે પાકિસ્તાન અને ચીન ખુશ થાય તેવા નિવેદનો ન આપવા જોઈએ.

21 જૂને રાહુલે ગલવાન અથડામણ અંગે ટ્વિટ કર્યું હતુ કે, નરેન્દ્ર મોદી વાસ્તવિકતામાં ‘સરેન્ડર મોદી’ છે. જો કે , સરેન્ડર શબ્દ લખવામાં સ્પેલિંગ ખોટો લખાયો હતો. પૂર્વ લદ્દાખમાં LAC પર ચીન સાથે વિવાદ અને કોરોના અંગે શાહે કહ્યું કે, હું ,સ્પષ્ટ કરવા માગું છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત બન્ને લડાઈ જીતવા જઈ રહ્યો છે.અમિત શાહે ANI સાથેના ઈન્ટરવ્યુમાં ભારત-ચીન સરહદ વિવાદ, દેશ અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરી. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પાર્ટી ભાજપ ઉપર લોકશાહી ખતમ કરવાનો આરોપ લગાવી રહી છે. તેના ઉપર શાહે કહ્યું કે લોકશાહી શબ્દનો અર્થ ઘણો વિસ્તૃત છે. અનુશાસન અને આઝાદી તેના મૂલ્ય છે. અડવાણીજી, રાજનાથજી, ગડકરીજી અને ફરી રાજનાથજી પાર્ટીના અધ્યક્ષ બન્યા. હવે નડ્ડાજી અધ્યક્ષ છે. શું આ બધા એકજ પરીવારના છે? ઈન્દિરાજી પછી કોંગ્રેસના અધ્યક્ષ ગણાવો કે ગાંધી પરીવાર બહારથી કોણ આવ્યું? તેઓ લોકશાહીની શું વાત કરશે?

સરકાર ભારત વિરોધી પ્રોપેગેંડા સામે લડવામાં સક્ષમ છે, પણ આવું જોઈને દુઃખ થાય છે કે આવડી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું ગંદુ રાજકારણ કરે છે. સરેન્ડર મોદી વાળા ટ્વિટ અંગે તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલે પોતાના વિશે વિચારવું જોઈએ. તેમની આ વાતને પાકિસ્તાન અને ચીનમાં લોકો હેશટેગ લગાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી રહ્યા હતા. કોંગ્રેસે આ વિશે વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાના નિવેદનોથી ચીન-પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે, એ પણ આવા સંકટના સમયમાં.

સરકાર કોરોના વિરુદ્ધ લડાઈ લડશે. હું રાહુલ ગાંધીને સલાહ ન આપી શકું, આ તેમની પાર્ટીના નેતાઓનું કામ છે. ઘણા વોકોની વક્રદ્રષ્ટી હોય છે. એ લોકો સાચાને પણ ખોટી રીતે જુએ છે. ભારત કોરોના સામે ઘણી સારી રીતે લડી રહ્યો છે. આપણા કોરોનાના આંકડા દુનિયાના અન્ય દેશો કરતા સારા છે.

દિલ્હીમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું. આ અંગે દેશમાં 3 સીનિયર ડોક્ટર સાથે વાત કરી છે. દરેકનું કહેવું છે કે દિલ્હીમાં કોરોનાનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું. ડે.સીએમ મનીષ સિસોદીયાના એ નિવેદનથી ડર પેદા થયો હતો કે દિલ્હીમાં 31 જૂલાઈ સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 5.5 લાખની પાર પહોંચી જશે. હું વિશ્વાસ અપાવું છું કે, આવું નહીં થાય
દિલ્હીમાં કોરોના સામે લડવા માટે ઘણા નિર્ણયો લેવાયા હતા. એની પર પણ વિવાદ થયો. દિલ્હી સરકાર સાથે અમે સારી રીતે કોર્ઓર્ડિનેશન કરી રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલ હંમેશા નિર્ણય લેવામાં સાથે હોય છે.

રાષ્ટ્રીય

દેશના યુવાનોને વડાપ્રધાન મોદીએ આપી એપ ઇનોવેશન ચેલેન્જ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતે ચીનની 59 એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુક્યો છે. અને આ મામલે ભારત હવે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને આજે ટિવટ કરી લખ્યું હતું કે આજે ‘મેડ ઇન ઇન્ડિયા’ એપ્સ બનાવવા માટે ટેક અને ર્સ્ટાટપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે. @GoI_MeitY અને @AIMtoInnovate મળીને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યા છે. મોદીએ યુવાનોને સંબોધીને જણાવ્યું હતું કે જો તમારી પાસે કોઇ એવી પ્રોડકટ હોય અથવા તો કાંઇક સારૂ કરવાનો દ્રષ્ટિકોણ અને ક્ષમતા હોય તો ટેક કોમ્યુનિટી સાથે જોડાઇ જાવ.

વધુ વાંચો

રાષ્ટ્રીય

રોકાણ તથા નાણાંકીય સલાહકારો માટે નિયમોમાં મોટાં ફેરફારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં શેરબજારોને નિયંત્રિત કરતી સંસ્થા સેબીએ ગ્રાહકોને શેરબજારને લગતી સલાહ અને ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ આપતી કંપનીઓ પર નિયંત્રણો લાદયા છે. દેશભરમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ આપતી કંપનીઓ મોટી સંખ્યામાં છે. આ પૈકી જે કંપનીઓ સેબીમાં રજીસ્ટર્ડ થયેલી છે, તે કંપનીઓ પર આ નિયંત્રણો લાગૂ પડશે.

સેબીએ ગઈકાલે ત્રીજી જૂલાઈએ આ માટેનું નોટિફિકેશન બહાર પાડયું છે. આ અગાઉ 2020 ના જાન્યુઆરીમાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર દ્વારા જે ડિસકશન પેપર જાહેર કરવામાં આવેલું તેમાં આ પ્રકારના ફેરફારોનો પ્રસ્તાવ હતો. સેબીએ ગ્રાહકોના પ્રકારો પાડયા છે. આ ઉપરાંત નેટવર્થ અને અનુભવ તેમજ ક્વોલિફિકેશન અંગે પણ નવા નિયંત્રણો મૂકયા છે. આ સાથે કોર્પોરેટાઈઝેશન માટે પણ સેબીએ કેટલીક બાબતો ફરજિયાત બનાવી છે. જો કે, કવોન્ટમ અને રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની ફી જેવા ઈસ્યૂ અંગે સેબીએ હાલ કોઇ ફેરફાર કર્યા નથી. જે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ કંપનીઓ નોંધાયેલી નહીં હોય તેઓ પોતાને વેલ્થ એડવાઈઝર કે સ્વતંત્ર ફાયનાન્શિયલ એડવાઈઝર ગણાવી શકશે નહીં.

કલાયન્ટ લેવલ સેગ્રેગેશનની વાત કરીએ તો કોઇપણ એડવાઈઝર કોઇ એક ગ્રાહકને પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ અને એડવાઈઝ બન્ને ચીજો પ્રોવાઈડ કરી શકશે નહીં. કોર્પોેરેટ કક્ષાની એડવાઈઝ કંપનીઓને પણ આ નિયમ લાગૂ પડશે. કેટલાંક નિષ્ણાંતોએ એવી પ્રતિક્રિયા આપી છે કે, જે લોકો વ્યકિતગત રીતે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે કામ કરે છે તેઓને આ નવા નિયમથી મુશ્કેલીઓ પડશે અથવા તેઓએ પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બંધ કરવી પડશે. આ ઉપરાંત સેબીએ ઈન્ડીવીઝ્યુઅલ એડવાઈઝર માટે નેટવર્થની રીકવાયરમેન્ટ એક લાખથી વધારીને પાંચ લાખ કરી છે અને આ પ્રકારની કોર્પોરેટ કંપનીઓ માટે આ રકમ 25 લાખથી વધારીને 50 લાખ કરી છે. આ ઉપરાંત જે વ્યક્તિગત એડવાઈઝર 150 કલાયન્ટ ધરાવતા હોય તેમણે પોતાના સ્ટેટસમાં ફેરફાર કરીને પોતાની કંપનીને કોર્પોરેટ એડવાઈઝર તરીકે ગણાવવાની રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક કવોલિફિકેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગતો સેબીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મોદીની ચાલને સમજવામાં થાપ ખાઇ ગયું ચાલાક ચીન !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

2014 થી 2020- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એક આખું સર્કલ પૂર્ણ કરી લીધું છે. 2014માં પ્રધાનમંત્રી જાપાનની મુલાકાતે ગયાં હતાં. 2014માં તેઓએ કરેલું ભાષણ આજે 2020માં ઘણાં લોકોને યાદ આવી રહ્યું છે.

2014ની પહેલી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પાટનગર ટોકીયોમાં હતાં. ટોકીયોમાં તેઓની પ્રધાનમંત્રી તરીકે દ્રિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની જાપાનની તેઓની પ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રી એ 2014માં ત્યારે જે ભાષણ આપેલું તેના અમુક અંશો અત્રે હિન્દી ભાષાંતરમાં પ્રસ્તુત છે. મોદી બોલ્યા હતાં : કિસી દેશ મેં એન્ક્રોચમેન્ટ કરના, કહીં સમુંદરમે ધુસ જાના, કભી કિસી દેશકે અંદર જાકર કબ્જા કરના… ઇન ચીઝોકી પ્રવૃતિ ચલ રહી હે…

આટલું બોલ્યા પછી પ્રધાનમંત્રી બોલ્યા હતા કે, 21મી સદીમાં વિસ્તારવાદથી માણસજાતને કોઇ ફાયદો થવાનો નથી. વિકાસ આવશ્યક છે. અને હું માનું છું કે 21મી સદીમાં જો એશિયા દુનિયાને નેતૃત્વ પુરૂ પાડશે તો ભારત અને જાપાન વિકાસના માર્ગને સાથે રહી ને પ્રશસ્ત કરશે.

વિસ્તારવાદ વિરોધ વિકાસ- પ્રધાનમંત્રીની મુખ્ય થીમ છે. તેઓએ લડાખમાં પણ જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો સમય પુરો થયો છે. વિકાસ ભવિષ્ય માટેનું એન્જીન છે. 2014માં ટોકીયો ખાતે પણ તેઓએ આ વાત કરી હતી. ટોકીયોમાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા વિસ્તારવાદ અને વિકાસવાદની વચ્ચે વહેચાયેલી છે. જોકે, વિકાસવાદ આગળ ચાલી રહ્યો છે. વિશ્ર્વ વિસ્તારવાદને વિસ્તારે છે કે વિકાસવાદને પકડે છે તે આપણે નકકી કરવું પડશે. જે લોકો શાંતીને પસંદ કરે છે. તેઓ વિકાસમાં માને છે. તેઓ પ્રોગ્રેસમાં માને છે.

અત્રે નોંધનીય છે કે, 2019ના ઓકટોબરમાં પ્રધાનમંત્રી મોદીએ ચીનના બોસ જિંગપીંગને મહાબલીપુરમ ખાતે આવકાર્યા ત્યારે પ્રધાનમંત્રીએ કહેલું હતું કે, ઇન્ફોર્મલ સમીત ભારત અને ચાઇના વચ્ચેના સંબંધને મજબુત બનાવશે. રાજનીતિ અને વિદેશનીતિમાં ચીનને ચતુર માનવામાં આવે છે. પરંતુ લડાખ ધટના જોયા પછી એવું સમજાય છે કે, 2014માં જાપાનના ટોકીયો ખાતે પ્રધાનમંત્રીએ જે ભાષણ આપ્યું હતું તે ભાષણ સમજવામાં ચીન થાપ ખાઇ ગયું. આ ભાષણનો અર્થ ચીનને હવે સમજાય રહ્યો હશે. શુક્રવારની લેહ-લડાખની પ્રધાનમંત્રીની મુલાકાત પછી તો ચીન 100% મોદીને સમજી ચુકયું હશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ