Connect with us

રાષ્ટ્રીય

કોરોના કાળમાં દેશમાં સાયકલના વેચાણમાં ઐતિહાસિક વૃદ્ધિ

કોરોના કાળમાં દેશમાં સાયકલના વેચાણમાં ઐતિહાસિક વૃદ્ધિ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

cycle showroom

સાઇકલ ઉત્પાદકોના રાષ્ટ્રીય સંગઠન AICMAના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2020ના મે મહિનાથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિનાના ગાળા દરમિયાન દેશમાં કુલ 41,80,945 સાઈકલનું વેચાણ થયું છે. ઓલ ઈન્ડિયા સાઈકલ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (AICMA)ના મહાસચિવ કેબી ઠાકુરના મતે સાઈકલની માંગમાં જે વધારો થયો છે તે અભૂતપૂર્વ છે. સાઈકલના ઈતિહાસમાં પ્રથમ વખત સાઈકલના વેચાણની આટલી સારી સ્થિતિ સર્જાઈ છે.
તેમણે કહ્યું હતું કે આ પાંચ મહિનામાં સાઈકલોનું વેચાણ 100 ટકા વધી છે. ઘણી જગ્યાએ તો લોકોએ સાઈકલ માટે રાહ જોવી પડી રહી છે. બુકિંગ કરાવવું પડે છે. કોરોના વાઇરસના સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉનને લીધે એપ્રિલ મહિનામાં દેશમાં એક પણ સાઇકલનું વેચાણ થયુ ન હતું. મે મહિનામાં આ આંકડા 4,56,818 રહ્યો હતો. જૂન મહિનામાં વેચાણ બમણુ થઈ 8,51,060 થઈ ગયુ છે. જ્યારે સપ્ટેમ્બર મહિનામાં દેશમાં એક મહિનામાં 11,21,5441 સાઇકલનું વેચાણ થયું. છેલ્લા પાંચ મહિનામાં કુલ 41,80,945 સાઇકલનું વેચાણ થયુ છે.

કોરોના વાયરસના સંક્રમણને લીધે લોકો તેમના આરોગ્ય અને ઈમ્યુનિટીને લઈ વિશેષ કાળજી રાખી રહ્યા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગને લઈ લોકો સાવચેત થઈ ગયા છે. આ સંજોગોમાં સાઇકલ તેમા માટે સૌથી સુગમ સાધન તરીકે ઉભરી રહ્યું છે.અનલોકને લીધે માર્ગો પર વાહનોની તથા પ્રદૂષણમાં ઘટાડો થવાથી લોકો માર્ગો પર સાઈકલિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે મોટાભાગના લોકો પહેલી વખત સાઇકલ ખરીદી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો સાઇકલ ઉત્પાદક દેશ છે.

રાષ્ટ્રીય

કોરોનાની દવા નહીં, ત્યાં સુધી ઢીલાઇ નહીં: મોદી

ઝડપભેર ચાલી રહ્યું છે વેકસીનનું કામ, દેશના દરેક નાગરિકને મળશે વેકસીન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્ર્વની સાથે ભારતમાં પણ કોરોના વેકસીનને લઇને ઝડપભેર કામ ચાલી રહ્યું છે. વેકસીન દેશના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવશે. આ માટે આપણા વૈજ્ઞાનિકો અને તંત્ર ખૂબ ઝડપભેર આયોજનમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ જ્યાં સુધી કોઇ વેકસીન કે દવા ન મળે ત્યાં સુધી કોરોના સામેની લડાઇમાં કોઇપણ પ્રકારની ઢીલાશ નહીં રાખો. તેમણે દેશવાસીઓને અપીલ કરી હતી.
વડાપ્રધાન મોદીએ કોરોના મહામારી દરમ્યાન આજે સાતમી વખત દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધન પહેલા સમગ્ર દેશમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. વડાપ્રધાન શું કહેશે, શું કોઇ મોટી જાહેરાત કરશે કે પછી વધુ એક રાહત પેકેજ આપશે તેને લઇને અટકળોનું બજાર ગરમ હતું. પરંતુ વડાપ્રધાને તેમના ભાષણમાં કોરોના સામે સાવચેતીનો સૂર આલાપ્યો હતો. તેમણે કોરોનાથી બચવા માટે બે ગજનું અંતર રાખવા, વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, આ તહેવારોમાં હું દેશના લોકોને ખુશ અને સ્વસ્થ જોવા ઇચ્છું છું. જે લોકો કોરોના સામે સાવધાની રાખતા નથી તેઓ વૃધ્ધો, બાળકો અને પોતાના પરિવારને ખતરામાં નાખી રહ્યાં છે. વડાપ્રધાને કહ્યું કે, લોકડાઉન ભલે જતું રહ્યું હોય પરંતુ કોરોના ગયો નથી. આપણે સમજવાનું છે કે, વાયરસ હજુ પણ આપણી વચ્ચે જ છે ત્યારે આપણી સ્થિતિને બગડવા દેવાની નથી. પરંતુ તેમાં સુધારો કરવાનો છે. કોરોનાકાળમાં આપણે ખૂબ જ લાંબી સફર કાપી છે, ધીમે-ધીમે આર્થિક ગતિવિધિઓમાં પણ તેજી આવી રહી છે અને તહેવારોની સીઝનમાં બજારોમાં રોનક પણ દેખાઇ રહી છે. આવા સમયે સૌ નાગરિકોની જવાબદારી વધી જાય છે. વડાપ્રધાને મીડિયા અને સોશ્યલ મીડિયા યુઝર્સને પણ કોરોનાને લઇને જનજાગૃતિ અભિયાન છેડવા આહવાન કર્યું હતું. પોતાના ટૂંકા સંબોધનમાં તેમણે દેશવાસીઓને નવરાત્રિ, ઇદ, ગુરૂનાનક જયંતી, દિવાળી, છઠ્ઠ પૂજા, દુર્ગા પૂજા સહિતના તહેવારોની શુભકામના પાઠવી હતી.

વધુ વાંચો

રાષ્ટ્રીય

“મેરે પ્યારે દેશ વાસીઓ” સાંજે 6 વાગ્યે રહેજો તૈયાર

વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધનને લઇને દેશભરમાં વ્યાપી ઉતેજના

ખબર ગુજરાત

પ્રકાશિત

on

“મેરે પ્યારે દેશવાસીઓ” વડાપ્રધાન મોદીના આ શબ્દો આજે સાંજે ફરીથી સાંભળવા મળી શકે છે. અનલોક બાદ પ્રથમ વખત જ વડાપ્રધાન આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. ત્યારે તેમના આ સંબોધનને લઇને સમગ્ર દેશમાં ઉતેજના વ્યાપી ગઇ છે. વડાપ્રધાન આ વખતે શુ સંદેશ આપશે તે સ્પષ્ટ નથી પરંતુ કોરોના વેકસીન સંદર્ભમાં કોઇ સારા સમાચાર અથવા આગામી તહેવારોમાં કોરોનાની ગાઇડલાઇનનું સખ્ત રીતે પાલન કરવાનો સંદેશ વડાપ્રધાન આપી શકે છે. જો કે આ માત્ર અટકળો છે.વડાપ્રધાન જ્યારે સંબોધશે ત્યારે જ ખબર પડશે કે તેઓ શું કહેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે છ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. કોરોના વાયરસના સંકટ દરમિયાન વડાપ્રધાન મોદી આ અગાઉ પણ ઘણી વખત દેશને સંબોધી ચૂક્યા છે. લોકડાઉન- 4 અને અનલોક શરૂ થયા બાદ પહેલી વખત તેઓ દેશને સંદેશ આપશે. મંગળવારે બપોરે ટ્વીટ કરીને વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધન અંગે જણાવ્યું છે.

નોંધનીય છે કે સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. એવામાં કેન્દ્ર સરકાર સતત નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી રહી છે. દેશમાં અત્યારે તહેવારોના દિવસો ચાલી રહ્યા છે આગામી દિવસોમાં પણ તહેવારો આવી રહ્યા છે એવામાં સરકાર ફરી એક વખત નિયમો સખત બનાવી રહી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે ટ્રેન દોડશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીના તહેવારોમાં યાત્રિકોના ટ્રાફિકને પહોંચી એક પછી એક લાંબા અંતરની ટ્રેન શરૂ કરી રહ્યું છે. આગામી તારીખ 6 નવેમ્બરથી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સિનિયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે, ટ્રેન નં. 09578 જામનગર-તિરુનેલવેલી વિશેષ ટ્રેન 6 નવેમ્બરથી પ્રત્યેક શુક્રવાર અને શનિવારે જામનગરથી રાત્રે 9.00 કલાકે રવાના થશે. રાજકોટ સ્ટેશન પર આ ટ્રેન એ જ દિવસે રાત્રે 10.31 કલાકે પહોંચશે અને તિરુનેલવેલી ત્રીજે દિવસે રાત્રે 10.10 કલાકે પહોંચશે. એવી જ રીતે પરત આવવામાં ટ્રેન નં. 09577 તિરુનેલવેલી-જામનગર વિશેષ ટ્રેન 9 નવેમ્બરથી પ્રત્યેક સોમવારે અને મંગળવારે તિરુનેલવેલીથી સવારે 7.35 કલાકે રવાના થશે અને રાજકોટ સ્ટેશન પર ત્રીજે દિવસે વહેલી સવારે 3.36 કલાકે અને જામનગર સ્ટેશન પર સવારે 5.15 કલાકે પહોંચશે. આ ટ્રેન રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી, બોઈસર, વસઈ રોડ, પનવેલ, રત્નાગીરી, મડગાંવ, તિરુવનંતપુરમ સહિતના સ્ટેશનો પર રોકાશે. બુકિંગ 25 ઓક્ટોબરથી શરૂ થશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ