આઇપીએલ-2021ની સિઝન માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. ખેલાડીઓની પસંદગી અને રિલીઝની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એપ્રિલમાં ભારત ખાતે આ રમતોત્સવ યોજાશે.
આ બધી તૈયારીઓ વચ્ચે રોયલ ચેલેન્જર બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી પર ગૌતમ ગંભીરે નિશાન તાકયું છે. સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેકટેડમાં ગંભીરે કહ્યું કે, 8 વર્ષથી આપ એકપણ ટ્રોફી મેળવી શકયા નથી. આ લાંબો સમય છે. કોઇ એવો ખેલાડી કે, કેપ્ટન દેખાડો જે 8 વર્ષથી કોઇ ટાઇટલ મેળવ્યા વિના રમી રહ્યો હોય.
ગૌતમે કહ્યું: આ પ્રકારની નિષ્ફળતા માટે કેપ્ટનની જવાબદારી હોવી જોઇએ. હું કોહલી વિરૂધ્ધ કશું કહેવા ઇચ્છતો નથી પરંતુ કોહલીએ પોેતે આગળ આવીને કહેવું જોઇએ કે હા, હું આ માટે જવાબદાર છું. અત્રે નોંધનીય છે કે, આવતા મહિને આઇપીએલ માટે ખેલાડીઓની હરાજી થવાની છે. આરસીબીએ હાલમાં પોતાના 10 ખેાલડીઓને રિલીઝ કર્યા છે. આ રીતે મોટી સંખ્યામાં આરસીબીએ ખેલાડીઓને રિલીઝ કર્યા પછી ગંભીરે આ ફ્રેન્ચાઇઝી પર આ પ્રકારનો કટાક્ષ ટીવી શોમાં કર્યો છે. ક્રિસ મોરિસ અને ઉમેશ યાદવને આરસીબીએ રિલીઝ કર્યા તેના પર પણ ગંભીરે સવાલો ઉઠાવ્યા હતાં.