Connect with us

રાષ્ટ્રીય

હજ યાત્રા અનિશ્ચિત , હજ કમિટી આપશે રિફન્ડ

હજ યાત્રા અનિશ્ચિત , હજ કમિટી આપશે રિફન્ડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હજ યાત્રા અંગે અનિશ્ચિતતા વચ્ચે હજ કમિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે જે લોકો જાતે યાત્રાને રદ કરવા માગે છે તેમને સંપૂર્ણ જમા રાશિ પરત કરવામાં આવશે. આ માટે, તમે કેન્સલેશન ફોર્મ ભરીને હજ સમિતિને ઈ-મેલ કરી શકો છો. ઉપરાંત, બેંક પાસબુકની કોપી અથવા કેન્સલ ચેક પણ અટેચ કરવો પડશે. કેન્સલેશન ફોર્મ હજ કમિટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયાએ માર્ચમાં કહ્યું હતું કે આ વર્ષની હજ માટેની તૈયારીઓ અસ્થાયી રૂપે અટકાવી દેવામાં આવી છે. હજ સમિતિનું કહેવું છે કે સાઉદી અરેબિયા તરફથી હજી સુધી કોઈ નવા અપડેટ્સ મળ્યા થયા નથી. ઘણા લોકો આ વિશે માહિતી માંગી રહ્યા હતા. તેથી, તે નક્કી કરવામાં આવ્યું છે કે જેઓ રજિસ્ટ્રેશન રદ કરવા માગે છે તે કહી શકે છે.

રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ મંત્રીમંડળનું વિસ્તરણ ૧૨ સિંધીયા સમર્થકોનો સમાવેશ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભોપાલ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે વિસ્તરણ થયું છે. જેમાં ગોપાલ ભાર્ગવ, વિજય શાહ,જગદીશ દેવડા, બિસાહૂલાલ સિંહ,યશોધરા રાજે સિંધિયા, ભૂપેન્દ્ર સિંહ, એન્દલ સિંહ કંસાના અને બૃજેન્દ્ર પ્રતાપ સિંહે કેબિનેટ મંત્રી પદના લીધા છે. વિશ્વાસ સારંગ, ઈમરતી દેવી, પ્રભુરામ ચૌધરી, પ્રધ્યુમન સિંહ તોમાર, ઓમ પ્રકાશ સકલેચા, ઉષા ઠાકુર,પ્રેમ સિંહ પટેલ, હરદીપ સિંહ ડંગ, અરવિંદ સિંહ ભદૌરિયા, ડો. મોહન યાદવ અને રાજ્યવર્ધન સિંહે પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા હતા.

ત્યાર પછી ભારત સિંહ કુશવાહ, ઈન્દર સિંહ પરમાન, રામખિલાવન પટેલ, રામકિશોર કાંવરે, બૃજેન્દ્ર સિંહ યાદવ અને ગિર્રાજ દંડોદિયાએ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. કાર્યક્રમ પહેલા શિવરાજે રાજ્યપાલ આનંદીબેન પટેલને 20 કેબિનેટ અને 8 રાજ્યમંત્રીની યાદી સોંપી હતી.જૂના ચહેરાઓમાં પારસ જૈન, ગૌરીશંકર બિસેન, રામપાલ સિંહ, રાજેન્દ્ર શુક્લા, સંજય પાઠક, જાલમ સિંહ પટેલ અને સુરેન્દ્ર પટવા અંગે સહમતિ નથી બની.

વધુ વાંચો

રાષ્ટ્રીય

GST નાં ત્રણ વર્ષ બાદ પણ સરળીકરણ નો અભાવ

GST નાં ત્રણ વર્ષ બાદ પણ સરળીકરણ નો અભાવ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં 2017ની સાલમાં પહેલી જુલાઇથી જીએસટીનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ અમલને આજે ત્રણ વર્ષ પૂરા થાય છે. જુદા-જુદા પાંચ મકસદની પૂર્તિ માટે જીએસટી દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સરકાર માટે મંજિલ દૂર છે. જીએસટી દાખલ કરવા માટેના મકસદો હજુ પૂરા થયા નથી. આ દિશામાં ઘણું કામ કરવું પડશે. મોંઘવારી તથા કરચોરી પર લગામ અને જીએસટીની આવક વધારવા તેમજ જીડીપીનો દર વધારવા અંગે સરકારે વધુ કવાયત કરવી પડશે. પાછલાં 3 વર્ષ દરમ્યાન જીએસટી સંબંધી ટેકનિકલ ખામીઓને પરિણામે પણ લોકોને ખૂબજ મુશ્કેલીઓ અને નુકસાન સહન કરવા પડયા હતા જો કે, કરમાળખામાં સુધારાની દિશામાં જીએસટી એક મહત્વનું પગલું છે. પરંતુ તે માટે સરકારે આગામી સમયમાં વધુ ધ્યાન આપવું પડશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ONGC એ ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી

ONGC એ ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જાહેર ક્ષેત્રની સૌથી મોટી ગેસ અને ઓઇલ એક્સપ્લોરેશન કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)એ કામગીરીના ઇતિહાસમાં પહેલીવાર ત્રિમાસિક ખોટ નોંધાવી હતી. વૈશ્વિક ક્રૂડ અને ગેસના ભાવમાં કડાકો બોલાતા તેની ગંભીર અસર કામગીરી પર થઈ હતી. ભારતની ઓઇલ અને ગેસ ઉત્પાદકે જાન્યુઆરી-માર્ચ 2020ના ત્રિમાસિક ગાળામાં 3,098 કરોડની જંગી ખોટ નોંધાવી હતી, જેની સામે આગલા વર્ષના સમાન ગાળામાં 4,240 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર શશી શંકરે કહ્યું હતું કે, ઓએનજીસીએ નાણાં વર્ષ 2019-20ના ચોથા ત્રિમાસિક ગાળામાં 4,899 કરોડની ઇમપેરમેન્ટ ખોટ બુક કરી હતી જે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઘટાડાની સીધી અસર સૂચવે છે. ઇમપેરમેન્ટ ખોટ એટલે તેની મૂળ કિંમતમાં થયેલા ઘટાડાની એ એસેટની રકમને બાદ કરવી થાય છે. આજ કારણે કંપનીનનો નાણાં વર્ષ 2020 દરમિયાન ચોખ્ખો નફો અડધોઅડધ ઘટીને 13,445 કરોડ થયો હતો જે આગલા નાણાં વર્ષે 26,765 કરોડ રહ્યો હતો.

કંપનીની રેવેન્યૂ ચોથા ત્રિમાસિક ગાળામાં 21,456 કરોડની રહી હતી જે વર્ષ અગાઉ સમાન ગાળામાં 26,759 કરોડ હતી. ક્રૂડ ઉત્પાદન સાધારણ ઘટીને 58.2 લાખ ટન રહ્યું હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં 59 લાખ ટન હતું. જ્યારે નેચરલ ગેસનું ઉત્પાદન ઘટીને 6.04 અબજ ક્યુબીક મીટર હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં 6.56 બીસીએમ હતું. કોવિડ-19ને કારણે માગમાં ઘટાડો થતાં તેની અવળી અસર હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ