Connect with us

રાજ્ય

ગુજકેટ પરિણામ જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તાજેતરમાં લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આજે સવારે 8 વાગ્યે GUJCET 2020નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી ગુજકેટના વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકે છે. પરંતુ ગુજકેટના વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ હાલ કરવામાં આવશે નહી. પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓને માર્કશીટ પોસ્ટ કરી દેવાશે.

આ વર્ષે કોરોના મહામારી વચ્ચે 24મી ઓગસ્ટના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 1,27,230 વિદ્યાર્થીઓ 34 કેન્દ્રો અને 6,431 પરીક્ષા ખંડમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગ્રુપ Aમાં 410 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મેળવ્યો છે. જ્યારે ગ્રુપ Bમાં 655 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યાં છે. જ્યારે 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને 80 પર્સન્ટાઈલથી વધુ રેન્ક મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ-ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. ગુજરાતભરમાંથી 1 લાખ 6 હજાર 161 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. કોરોના કાળમાં આ વર્ષે 5 મહિના મોડી પરીક્ષા લેવાઈ હતી. સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ ગુજકેટની પરીક્ષા લેવાઈ જતી હોય છે. એન્જિનિયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી GUJCETની પરીક્ષા અગાઉ 3 વાર મોકૂફ રહી હતી, જે આખરે તમામ તકેદારી સાથે યોજાઈ હતી.

રાજ્ય

ઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે

તહેવારોની સીઝનને કારણે રાજાઓની ભરમાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. કોરોના કાળમાં આવનારા ફેસ્ટિવ સીઝનમાં બેંકોની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે. જોકે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બેંકો માત્ર અડધા મહિના જ ખુલશે

મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિને ઓક્ટોબરમાં બેંકો માત્ર 15 દિવસ જ ખુલ્લી રહેશે. એવું એટલા માટે કારણ કે આ વખતે સ્થાનિક અને અન્ય બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળી બેંકોમાં લગભગ 15 દિવસ રજા રહેશે. માહિતી મુજબ આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે બેંક એટીએમમાં પર્યાપ્ત રોકડ રહેશે. સાથે જ ઓનલાઇન અને મોબાઇલ બેકિંગ સેવાઓ પણ યોગ્ય રીતે ચાલુ રહેશે. તેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

 

રજાઓની વાત કરીએ તો શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી થશે જે શુક્રવારે છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ/મહર્ષિ વાલ્મિકી જયંતી/કુમાર પૂર્ણિમા નિમિત્તે અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આપને જણાવી દઈએ કે બેંકોની આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારો પ્રમાણે રહેશે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ હોય છે. એવા રાજ્યોને બાકાત કરી અન્ય રાજ્યોમાં બેંકિંગ કામકાજ યથાવત ચાલુ રહેશે.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં આવેલી જિલ્લાની જનરલ હોસ્‍પિટલ હાલ એકમાત્ર સૌથી મોટી આરોગ્‍યલક્ષી સેવાઓ પુરી પાડતી તેમજ સૌથી વધુ અધિકારી-કર્મચારીઓ ધરાવતી હોસ્‍પિટલ છે. હોસ્‍પિટલમાં વર્ગ-1ના 12, વર્ગ-2ના 11, વર્ગ-3ના 88, તથા વર્ગ-4ના 63 અને 30 અન્‍ય મળી, કુલ 205 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનો સ્‍ટાફ પોતાની ફરજ બજાવે છે.
કોવીડ-19ની વૈશ્વીક મહામારીમાં જિલ્‍લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કોવીડ-19 માટે અલાયદી 150 બેડની સુવીધા ધરાવતી કોવીડ-19 હોસ્‍પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં દસ આઇ.સી.યુ. બેડ અને 51 ઓકિસજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ બેડ સેન્‍ટ્રલ ઓકિસજન લાઇન સાથે જોડાયેલા છે.
આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આ હોસ્‍પિટલ ખાતે ઓકિસજન ટેન્‍ક પણ કાર્યરત થનાર છે. હોસ્‍પિટલ દ્વારા એપ્રીલ થી ઓગસ્‍ટ-2020 સુધીમાં આઉટડોર 44,020 દર્દીઓ, 19,249 ઇન ડોર દર્દીઓ, 630 પ્રસુતિ, 1142 બ્‍લડ ટ્રાન્‍ફયુશન, 8432 લેબોરેટરી પરીક્ષણ, 403 ગંભીર ઓપરેશન, 1335 સામાન્ય ઓપરેશન, 3305 તથા ડાયાલીસીસ જેવી આરોગ્‍યલક્ષી સેવાઓ જિલ્‍લાના જરૂરીયાતમંદ દર્દીઓને કરવામાં આવી હતી.
કોવીડ-19 હોસ્‍પિટલ દ્વારા 303 જેટલા પોઝીટીવ દર્દઓની જરૂરી સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ જતા હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.
આ સાથે આ હોસ્‍પિટલમાં જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતેની ફિઝીશ્યન અને એનેસ્‍થેટીસ્‍ટ તજજ્ઞોની એક ટીમ નિયમિત પોતાની સેવાઓ આપી રહી છે.

વધુ વાંચો

રાજ્ય

ધ્રોલના સોયલ ટોલનાકા નજીક કારે ઠોકરે ચડાવતા યુવાનનું મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર ટોલનાકા પાસેથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે રસ્તો ક્રોસ કરતા યુવાનને ઠોકરે ચડાવી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યકિતઓને નાની મોટી ઈજા પહોંચી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા પરથી આગળ હોટલ સામેના માર્ગ પરથી રસ્તો ક્રોસ કરતા મહમદ આફાક ફારૂકી અબ્દુલ સતારભાઈ નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે રસ્તો ક્રોસ કરતો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-સીજી-7682 નંબરની કારના ચાલકે મહમદને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું તેમજ અકસ્માતમાં કાર ચાલક સહિત બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતા મૃતક મહમદનો મિત્ર દિનદયાલ યાદવે આ બનાવ અંગે પોલીસમાં જાણ કરતા પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ