Connect with us

રાજ્ય

ગુજરાત સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ: શું છે નવું જાણો…

ગુજરાત સરકારે જાહેર કરી નવી ઉદ્યોગ નીતિ: શું છે નવું જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરી છે. વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને માહિતી આપી હતી. રાજ્યમાં નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનની કિંમત ભારે હોય છે. જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે.

31 ડિસેમ્બર 2019 ના રોજ ઉદ્યોગ નીતિ પૂરી થઈ છે. જેને 31 ડિસેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસ ને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે 49 મિલીયન ડોલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું. જેથી ગુજરાત નંબર વન બન્યું છે.

 

ગુજરાતમાં રોકાણમાં 333% પણ વધારો થયો છે. ભારતમાં વધારો 48 ટકા હતો જ્યારે ગુજરાતનો વધારો 333% હતો. ભારત સહિત ઈન્ટરનેશનલ આંકડાકીય મુખ્ય પ્રમાણે સમગ્ર દેશમાં બેરોજગારી દર સૌથી નીચો ૩.૪ ટકા છે. ગુજરાતના msme માં વધારો થયો છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાત ભારતના કુલ રાજ્યો ઉત્પાદનમાં 17 ટકા સાથે ગુજરાત નંબર વન છે. ગુજરાતે જીડીપી માં 13 ટકા વૃદ્ધિ મેળવી છે.

રાજ્ય

જામજોધપુરમાંથી ગાંજા સાથે શખ્સને ઝડપી લેતું એસઓજી

એક કિલો અને સો ગ્રામ ગાંજો તથા મોબાઇલ સહિત રૂા. 12 હજારનો મુદામાલ કબજે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુરમાં પાટણ રોડ પર ઘાસના ગોડાઉન પાસે રહેતા શખ્સ પાસેથી એસઓજીની ટીમે એક કિલો સો ગ્રામ ગાંજો અને મોબાઇલ મળી રૂા. 12000નો મુદ્ામાલ કર્યો હતો. પૂછપરછ દરમિયાન સુરતના શખ્સની સંડોવણી ખુલી હતી.

આ અંગેની વિગત મુજબ જામજોધપુર ગામમાં પાટણ રોડ પર આવેલા ઘાસના ગોડાઉન પાસે રહેતો રમેશ નામનો શખ્સ કેફી પદાર્થ ગાંજાનું વેચાણ કરતો હોવાની હેકો ઘનશ્યામ ડેરવાડીયા, અરજણ કોડીયાતર, દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા શ્વેતા શ્રીમાળીની સૂચનાથી પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ વી.કે. ગઢવી, એએસઆઈ મહેશભાઈ સવાણી, જ્ઞાનદેવસિંહ જાડેજા, હે.કો. બશીરભાઈ મલેક, અનિરૂધ્ધસિંહ ઝાલા, હિતેશભાઇ ચાવડા, ઘનશ્યામ દેરવાડિયા, મયુદીન સૈયદ, રમેશ ચાવડા, અરજણભાઈ કોડિયાતર, દિનેશભાઈ સાગઠિયા, રાયદેભાઈ ગાગિયા, પો.કો. દોલતસિંહ જાડેજા, સોયબ મકવા, સંજય પરમાર, રવિ બુજડ, લાલુભા જાડેજા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિયંકાબેન ગઢિયા, દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન રમેશ મગન ઝિંઝુવાડીયા નામના શખ્સની તલાસી લેતાં તેની પાસેથી એક કિલો સો ગ્રામ ગાંજોનો જથ્થો અને મોબાઇલ મળી આવતાં એસઓજીએ રૂા. 12000નો મુદ્ામાલ કબજે કર્યો હતો.

એસઓજીએ રમેશની પૂછપરછ કરતાં આ ગાંજાનો જથ્થો સુરતમાં રહેતા જયદીપ મુકેશ કુંભાર નામના શખ્સ પાસેથી ખરીદ્યાનું જણાવતાં પોલીસે જયદીપની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયામાં મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ ઇ-લોન્‍ચીંગ કાર્યક્રમ સંપન્‍ન

વડાપ્રધાન મોદીના જન્‍મદિવસ નિમિતે મહિલાઓને ભેટ અપાઈ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવારે નગરપાલિકા યોગ કેન્‍દ્ર ખાતે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ ઇ-લોન્‍ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને સ્‍વરોજગારી આપવા સાથે આત્‍મનિર્ભર બનાવવા મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી જણાવ્‍યું હતુ કે, રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં છેલ્‍લા ચાર વર્ષમાં મહિલાઓના સશકતીકરણ માટે નોંધપાત્ર કામ થયું છે. રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં 2,51,000 સ્‍વસહાય જુથો નોંધાયેલ છે અને તેમા અંદાજે રાજયની 25,82,000 મહિલાઓ જોડાયેલા છે. તે પૈકી દોઢ લાખ જેટલા સ્‍વસહાય જુથો સક્રિય રીતે કામ કરી રહયા છે. આ સ્‍વસહાય જુથોને સ્‍ટાર્ટઅપ ફંડ તરીકે રૂ. 29 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. આશરે 5,52,000 જેટલા બહેનો પશુપાલન સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત આશરે સવા લાખ બહેનો હેંડીક્રાફર, હેન્‍ડલુમ અને અન્‍ય ગૃહ ઉધોગ સાથે સંકળાયેલ છે. આ કાર્ય દ્વારા બહેનો આર્થિક રીતે પગભર થઇ રહ્યા છે.
આ ઉપરાંત બેંકોના સહકારથી બહેનોને કેશ સગવડ આપવામાં આવી છે. કેશ સગવડ મેળવી બહેનોએ આન્‍મનિર્ભર થવા પ્રયત્‍નો કર્યા છે. સાથે તેમના કૌશલ્‍ય વર્ધનનો પ્રયાસ પણ કર્યો છે. જેથી તેઓ તેમના પોતાના જ વતનમાં કામધંધા કરી આત્‍મનિર્ભર બની શકે. પ્રવર્તમાન કોવિડ-19 નાં લોકડાઉનના સમયમાં પણ સમયની માંગને ધ્‍યાનમાં રાખીને ગુજરાતની ખમીરવંતી મહિલાઓએ કાપડના વિવિધ માસ્‍ક તથા સેનેટાઇઝર બનાવવાનો આરંભ કરી દિધેલ છે. અત્‍યાર સુધી આ સંગઠીત બહેનો દ્વારા 70 લાખ માસ્‍ક તથા સેનેટાઇઝરનું ઉત્‍પાદન કરી, જાહેર જનતાને પુરા પાડી તેમની આજીવિકામાં વધારો કરેલ છે. અને આશરે રૂ. 5.60 કરોડનું ટર્નઓવર કરેલ છે. તેવી જ રીતે આ કપરા કાળમાં કોવિડ સેન્‍ટરો તથા પ્રવાસી શ્રમિકો માટે 10 જેટલા રસોડા ચલાવી તેમાં આશરે 5000 જેટલા શ્રમિકોને રોજ ભોજન પુરૂ પાડી અભૂતપૂર્વ યોગદાન આપેલ છે.
આ ઉપરાંત રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકાળાયેલ SHGSની મહિલાઓ ઉપરાંત બીજી મહિલાઓને પણ સશકતીકરણનો લાભ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક અનોખી પહેલ તરીકે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજનાની શરૂઆત થઇ રહી છે. આ યોજનામાં જોડાતાની સાથે જ રૂ. એક લાખનું ધિરાણ, લોન ઇચ્‍છુક દસ બહેનોના જુથને મળશે આ ધિરાણ ઉપર નિયમિત હપ્‍તા ભરનાર જુથને વ્‍યાજમાંથી મુકિત મળશે. અને રાજય સરકાર ધિરાણકર્તા સંસ્‍થાઓને વ્‍યાજ સહાય ચુકવશે આમ આ યોજના પોતાના પગ ઉપર ઉભી થવા માંગતી બહેનોના જીવનમાં નવો ઉદય લાવશે. કાર્યક્રમની રૂપરેખા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી વાય.ડી.વાસ્‍તવે આપી હતી. શિક્ષણ વિભાગ તરફથી ઇશા શુકલ નામની બાલિકાએ પ્રધાનમંત્રીશ્રીના મહિલા સશકિતકરણનાં પ્રયાસો વિશે વકતવ્‍ય રજુ કર્યું હતું.
જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, નગરપાલીકાના પ્રમુખ શ્વેતાબેન શુકલ, પૂર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પાલાભાઇ કરમુર, પૂર્વ મેયર અમીબેન પરીખ, મેધજીભાઇ કણઝારીયા, વિગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. લોન મંજુરીપત્રોનું વિતરણ ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આભાર વિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવીએ કરી હતી. કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, તથા કચેરીના અધિકારીઓ માસ્‍ક પહેરી અને સોશ્યલ ડીસ્‍ટન્‍સ સાથે મોટી સંખ્‍યામાં જુદા જુદા જુથોના બહેનો વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

વધુ વાંચો

રાજ્ય

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં સાત પગલા ખેડુત કલ્‍યાણના અંતગર્ત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

મુખ્‍યમંત્રી દ્રારા આ યોજના અંતર્ગત વધુ બે પગલાઓનું ઇ-લોકાર્પણ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મુખ્ય મથક ખંભાળિયામાં આવેલા માર્કેટીંગ યાર્ડ ખાતે “સાત પગલા ખેડુત કલ્‍યાણનાં” અંતર્ગત દેશીગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી, દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના તથા પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ જીવામૃત બનાવવા કીટ સહાય યોજનાનો લોકાપર્ણ કાર્યક્રમ ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોનું શાબ્‍દિક સ્‍વાગત અને યોજનાકીય જાણકારી જિલ્‍લા ખેતીવાડી અધિકારી એ.બી.કમાણીએ આપી, કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
ગ્રામ-ગૃહ નિમાર્ણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ જણાવ્‍યું હતુ કે, આજનો દિવસ ખૂબજ મહત્‍વનો છે દુનિયામાં જેણે દેશનું ગૌરવ વધાર્યું છે એવા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો  ગઈકાલે જન્‍મ દિવસ હોવાનું જણાવી, જેઓ રાષ્‍ટ્રના સર્વાંગી વિકાસમાં પોતાનો મહત્‍વનો ફાળો આપી રહયા છે. જગતના તાત પ્રત્યે તેઓને ખૂબજ માન અને ગર્વ છે. ખેડુતો ગમે તેવી વિષમ પરિસ્‍થિતિમાં કોરોનાની મહામારી, લોકડાઉન હોવા છતા હંમેશા લોકકલ્‍યાણને જ મહત્‍વ આપી કાર્યરત રહે છે. જયારે બધાના નોકરી-ધંધા બંધ હતા. રોડ, રસ્‍તા, ટ્રાન્‍સપોર્ટશન બંધ હતા છતા આપણા ખેડુતોએ પોતાના દેહની પરવા કર્યા વગર જ સમગ્ર રાજય, દેશના, જિલ્‍લાના લોકોની શાકભાજી અને ફળફ્રુટની માંગને પુરી કરી હતી. દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી જેમા ખેડુત કુટુંબ દિઠ એક ગાયનાં નિભાવ ખર્ચ અર્થે રૂ. 900/- પ્રતિમાસ સહાયની રકમ પ્રમાણે ત્રિમાસિક રૂ.2,700/- લેખે ખેડુતોના બેંક એકાઉન્‍ટમાં સીધા જમા થશે. કુલ 1,05,000 લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટમાં રૂ. 66.50 કરોડની જોગવાઇ કરાઈ છે.
પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા માટે લાભાર્થીઓને કૃષિ કીટમાં 75 ટકા સહાયની યોજના અંતર્ગત દેશી ગાયના છાણ-ગૌમુત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કીટ માટે રૂ. 1,248/- પ્રતિ કીટ સહાય આપવામાં આવશે. જેમાં 210 લીટરના ઢાંકણ વગરનું એક નંગ ડ્રમ, દસ લીટરના પ્‍લાસ્‍ટિકના બે નંગ ટબ અને દસ લીટર પ્‍લાસ્‍ટિકની એક ડોલનો સમાવેશ થાય છે. કુલ એક લાખ લાભાર્થી ખેડુતો માટે સરકાર દ્વારા બજેટના કુલ રૂ.13.50 કરોડની જોગવાઇ કરી છે. ખેડુત ચીલાચાલુ ખેતીની પધ્‍ધતિમાંથી બહાર આવે, ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતાં થાય તો ઉત્‍પાદન પણ ખૂબ વધુ થાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ વરસાદ થવાથી જમીનનું ધોવાણ થયું છે અને પાકને નુકશાન થયું છે. રાજય સરકાર દરેક જિલ્‍લામાં તેનું મોનીટરીંગ કરી રહી છે. અને માર્ગદર્શન આપતા રહયા છે. સરકાર સર્વે ખેડુતો માટે હમેશાં સંવેદનશીલ રહી છે. ખેડુતોનુ ભલુ થાય, ખેડુતો આર્થિક અને સામાજિક રીતે સધ્‍ધર બને તેવા પ્રયત્‍નો કરતી આવી છે.
જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજાએ સાત પગલા ખેડુત કલ્‍યાણના અંતર્ગત પ્રાકૃતિક કૃષિની બે યોજનાઓ જેમાં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમા સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ, પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારૂ લાભાર્થીઓને નિદર્શન કીટમાં 75 ટકા સહાયની યોજનાનો લાભ લેવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને ગુજરાતની જનતા વતી જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. અને કહયું હતું કે, ગાયને આપણાં શાસ્‍ત્રમાં કામધેનું કહે છે. અગાઉ કેમીકલયુકત રાસાયણિક ખેતીથી જમીન બંજર બની જતી હતી અને લોકોના સ્‍વાસ્‍થય ઉપર પણ જોખમ રહેતુ હતું. ત્‍યારે લોકો સ્‍વસ્‍થ બને અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો વાસ્‍તવમાં ખેડુતો જગતના તાત બની સારૂ ખાતર, સારૂ બીજ મેળવી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્‍પાદન કરી, લોકોને તંદુરસ્‍ત બનાવવામાં ખેડુતોનું યોગદાન રહેશે આગામી દિવસોમાં ખેડુતોનો વિકાસ, ખેતીનો વિકાસ અને રાજયના ઉતમથી સર્વોતમ તરફથી ગતિ તરફ ગુજરાત આગળ વધશે.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડુતોને જણાવ્‍યું હતુ કે, દેશના ખેડુતોની આવક બમણી કરવા માટે પ્રાકુતિક ખેતી તરફ ખેડુતોએ વધુ ધ્‍યાન આપવું જોઇએ ભૂતકાળમાં કૃત્રિમ ખાતર, કીટ નાશકોના દુષ્‍પરિણામ આપણે ભોગવી રહયા છીએ. રાસાયણીક ખેતીને કારણે ઉત્‍પાદન ઓછુ થઇ રહયું છે. જમીનની ફળદ્રુપતા ઘટી છે અને જમીન રસાયણયુકત બની છે. આવા ઉત્‍પાદનના સેવનથી લોકોનું સ્‍વાસ્‍થય જોખમાયું છે. તો પ્રાકૃતિક ખેતીથી ખેડુતો ખેતી કરશે તો આ ખેતી થકી ખેડુતની લાગત પણ શૂન્‍ય રહે છે. અને ઉત્‍પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. રાજયમાં 22 હજાર માસ્‍ટર ટેનર્સ દ્વારા 1.27 લાખ જેટલા ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. જેમાંથી હાલની ખરીફ રૂતુમાં એક લાખથી વધુ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી કરી છે. આ સાથે જ રાજયપાલએ ઉમેર્યું હતુ કે, પ્રાકૃતિક ખેતી માટે ગાય ખેડુતના ઘરમાં છે. તો તેના દુધ દ્વારા બાળકોની રોગપ્રતિકારક શકિત વધશે અને તેના છાણ અને ગૌમુત્ર દ્વારા ખેડુતોની ખેતી વધુ સંપન્‍ન થશે. આ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન અને જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીના, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્‍લા પંચાયતનાં સદસ્‍ય મયુરભાઇ ગઢવી, મશરીભાઇ નંદાણીયા, મોટી સંખ્‍યામાં ખેડુતો તથા કચેરીના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ