Saturday, February 27, 2021
Saturday, February 27, 2021
Home રાષ્ટ્રીય ટાઉન પ્લાનિંગ નીતિમાં મોટાં ફરેફારનું સરકારનું પ્લાનિંગ

ટાઉન પ્લાનિંગ નીતિમાં મોટાં ફરેફારનું સરકારનું પ્લાનિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સમગ્ર દેશમાં જેટ ગતિએ વિકાસ તરફ આગળ વધી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ પ્રધાનમંત્રીનું ગૃહરાજય ગુજરાત પણ વિકાસ અને સુધારાઓની દિશામાં પ્રધાનમંત્રી સાથે કદમોથી કદમો મિલાવી રહ્યું છે. ગુજરાતના વિકાસને ચરમસિમા તરફ લઇ જવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઝડપભેર સુધારાઓ અમલમાં મુકી રહ્યા છે. આગામી સમયમાં રાજયની ટાઉન પ્લાનિંગ નીતિમાં પણ મોટાં ફેરફારો આવી રહ્યા છે.

ગાંધીનગરથી વહેતો થયેલો રિપોર્ટ જણાવે છે કે, ગુજરાતમાં આગામી સમયમાં ટાઉન પ્લાનિંગ નીતિમાં ચાવીરૂપ ફેરફારો આવી રહ્યા છે.રિયલ એસ્ટેટ માટેની નિયંત્રક સંસ્થા ‘રેરા’ અને હસમુખ અઢિયાની આગેવાની હેઠળની કમીટિએ રાજયના રિયલ એસ્ટેટ સેકટરની સુરતને વધુ ચકચકિત બનાવવા માટે કેટલાંક સુધારાઓની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ મુકી હોવાનું જાહેર થયું છે.

રાજયના શહેરી વિકાસ મંત્રાલય સાથે સંકળાયેલા આધારભુત વર્તુળોના જણાવ્યા પ્રમાણે, વર્તમાન ટાઉન પ્લાનિંગ નીતિમાં સુધારાઓ માટે રેરા તથા અઢિયા કમિટી દ્વારા દરખાસ્તો રજૂ થઇ છે. આ દરખાસ્તો પૈકી એક મહત્વની દરખાસ્ત એવી છે કે, શહેરોમાં વધુ જમીનો બાંધકામ માટે છુટી થઇ શકે તે હેતુ થી મહાનગરપાલિકાઓના વિસ્તારમાં ખેતી ઝોન માટેની મર્યાદાને દુર કરવામાં આવે. આ કરવાથી શહેરોમાં બાંધકામ માટે વધુ જમીનો ઉપલબ્ધ થશે (જોકે તેથી બિલ્ડર લોબીને નુકશાનની પણ શકયતા છે).

આ ઉપરાંત એક દરખાસ્ત એવી કરવામાં આવી છે કે, હાલમાં ઘણાં શહેરોમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પ્રદુષણને જન્મ આપતા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. આ પ્રકારના ઉદ્યોગોને શહેરથી દુર લઇ જવા જોઇએ. આ દરખાસ્તનો અમલ થતા શહેરોની હવામાં પ્રદુષણ ઘટી શકે છે અને ઉદ્યોગોની જમીનો પર નવા બાંધકામો કરી શકાય(આ દરખાસ્ત પણ બિલ્ડર લોબીને સરવાળે નુકશાન કરી શકે).

આ ઉપરાંત એવું પણ વિચારવામાં આવ્યું છે કે, ટાઉનપ્લાનિંગ સ્કીમ અંતર્ગત ઔદ્યોગિક ઝોનને ધીમે-ધીમે બિનઔદ્યોગિક ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવે.આ ઉપરાંત સબઝોનમાં મિકસ નીતિ અપનાવી રસ્તાઓ પરની ગીચતાને ઘટાડવી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ દરખાસ્તો પૈકી મોટાં ભાગની દરખાસ્તો રાજય સરકાર સ્વિકારી લેશે. એવા પણ સંકેતો મળી રહ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, રેરા અને સિઇપીટીના ટેકનીકલ સપોર્ટથી આ પ્રકારનો રીપોર્ટ તૈયાર કરીને રાજય સરકારને સોંપવામાં આવ્યો છે અને અઢિયા કમીટિની રચના ગત્ વર્ષે ગુજરાતના અર્થતંત્રને વધુ મજબુત બનાવવા માટે કરવામાં આવી હતી.

Most Popular