Connect with us

રાજ્ય

ગુજરાત સરકાર દ્રારા રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં ગુંડાગીરી કરવી હવે અસામાજિક તત્વોને ભારે પડી શકે છે. રૂપાણી સરકાર એક અલગથી તેના માટે કાયદો બનાવવા જઈ રહી છે. સીએમ વિજય રૂપાણી તેમની કેબિનેટની બેઠકમાં ગુંડા વિરોધી એક્ટનો પ્રસ્તાવ લાવશે. ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટીવિટીઝ ઍક્ટમાં કોઈ પણ વ્યક્તિ ગુંડાગીરી કરતો ઝડપાશે તો તેની મિલકત જપ્ત કરવામાં આવશે. એટલું જ નહીં, ગુંડાગીરી કરનારાને 10 વર્ષની સખત કેદની જોગવાઈ પણ કરવામાં આવી છે. ગુંડાઓ સામેના કેસ ચલાવવા સ્પેશિયલ કોર્ટ પણ રચાશે. ગુનો નોંધતા પહેલા રેન્જ IG અને કમિશનરની મંજૂરી જરૂરી હોવાનું આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. સાક્ષીઓને પુરતું રક્ષણ પણ આપવામાં આવશે.

આ મામલે મુખ્યમંત્રીએ ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવનારા દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે. ત્યારે ગુજરાતમાં હવે ગુંડાગર્દી કરનારાઓની ખેર નથી. કારણ કે, હવેથી ગુંડાગર્દી કરનારાઓ પર કાયેદસરની કાર્યવાહી થશે અને તેમની મિલકત પણ ટાંચમાં લઈ શકાશે.

આ ઓર્ડિનન્સની મહત્વપૂર્ણ જોગવાઇઓ:

– ગુંડાગીરી કરનારા તત્વોને 10 વર્ષ સુધીની સખત કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ કરાશે.

– ગુંડાઓ સામેના કેસ ચલાવી ઝડપી ન્યાયિક તપાસની કાર્યવાહી અને સજા માટે સ્પેશીયલ કોર્ટની રચના કરાશે.

– ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત જિલ્લા મેજિસ્ટ્રેટ ટાંચમાં લઇ શકશે.

– સાક્ષીઓને પુરતું રક્ષણ આપી નામ-સરનામા ગુપ્ત રાખવામાં આવશે.

– ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી આવશ્યક.

– દારૂનો વેપાર-જુગાર-ગાયોની કતલ-નશાનો વેપાર-અનૈતિક વેપાર-માનવ વેપાર-બનાવટી દવાનું વેચાણ-વ્યાજખોરી-અપહરણ-ગેરકાયદે કૃત્યો આચરવા કે ગેરકાયદેસર હથિયારો રાખવા જેવી બદીઓને નશ્યત કરવા કડક કાયદાકીય જોગવાઇઓ કરાશે.

– પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી મહત્વપૂર્ણ સુધારાના વટહુકમ દરખાસ્ત સાથે શાંત-સલામત-સુરક્ષિત-સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં વધુ એક નક્કર કદમની મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા.

– રાજ્યની વિકાસયાત્રામાં અવરોધક બનનારા- જાહેર વ્યવસ્થાને ખલેલ પહોચાડનારા-હિંસા-ધાકધમકી-બળજબરીથી નિર્દોષ નાગરિકોનું શોષણ કરનારા ગુંડા તત્વોની પ્રવૃત્તિઓને સખ્તાઇથી ડામી દેવા મુખ્યમંત્રીએ નિશ્ચય કર્યો છે.

– ગુંડાઓ-જમીન કૌભાંડકારો-ભ્રષ્ટ કર્મચારીઓ તથા ગૌવંશના હત્યારાઓને કાયદાના કડક અમલીકરણથી નશ્યત-નેસ્તનાબૂદ કરવાનો વિજયભાઇ રૂપાણીનો નક્કર અભિગમ.

રાજ્ય

દ્વારકા પોલીસે આંતર જિલ્લા તસ્કર ટોળકીને દબોચી લીધી

ટોળકીના 6 સભ્યની અટકાયત : રાજ્યભરની 20 ચોરીનો ભેદ ઉકેલાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા પોલીસને એક આંતર જિલ્લા તસ્કર ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસની એલસીબી શાખાએ 6 સભ્યની વેડવા દેવીપૂજક ગેંગને પકડી પાડી તેની પાસેથી રૂા.1.21 લાખનો ચોરીનો માલસામાન કબ્જે કર્યો છે. જ્યારે તેમની પૂછપરછ દરમ્યાન રાજ્યવ્યાપી અન્ય 20 ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકી સમગ્ર રાજ્યમાં વેપારીઓની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરતી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાના એસપી સુનિલ જોશીની સુચના અનુસાર એલસીબી પીઆઇ જે.એન.ચાવડા તેમજ પીએસઆઇ વી.એમ.ઝાલા તથા તેમની ટીમ ગુનેગારોને પકડી પાડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકથી સતિષ ઇલાશ સીંદે, ઝફાન ઉર્ફે જગત ઉસ્વાસ પરમાર, સુનીલાબેન ઝફાન પરમાર, રેખાબેન સતિષ સીંદે, સુનિતાબેન ઝફાન પરમાર તથા નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઇલાશ સીંદે નામના 6 સ્ત્રી પુરૂષોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી પોલીસને રૂા.68,000 રોકડા પાંચ નંગ મોબાઇલ, ચાંદીના દાગીના, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે મળી કુલ રૂા.1 લાખ 21 હજાર 600નો માલસામાન મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતા તે ચોરાવ હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી આગવી ઢબ્બે પુછપરછ હાથ ધરી હતી.

આ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ માત્ર ખંભાળિયામાં જ નહી પરંતુ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત, રાજપીપળા વગેરે સ્થાનોએ કુલ 20 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી ભીક્ષાવૃતિના ઓઠા હેઠળ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં ભીડભાડનો લાભ લઇ વેપારીની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરી પલાયન થઇ જતા હતા. તાજેતરમાં જ આ ટોળકીએ ખંભાળિયામાં દરબારગઢ પાસે ઘાંચી શેરીમાં આવેલ ફ્રુટના ગોળાઉનમાં વેપારીની નજર ચૂકવી રૂા. 50 હજારની ચોરી કરી હતી. પોલીસે તમામને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી તેમની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુરના ગઢકડા ગામના સરપંચના ભાઇ પર ફાયરીંગ

ગઇ મોડીરાત્રે બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરીંગ કરી નાશી ગયા : જુની અદાવત કારણભૂત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે ગઇરાત્રે બાઇક પર આવેલા બે અજ્ઞાત શખ્સો સરપંચના ભાઇ પર ફાયરીંગ કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરપંચના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીન ઓશમાણ સફિયાના ભાઇ ફિરોઝ સફિયા ગઇરાત્રે ગ્રામપંચાયતની ઓફિસમાં પાક નુકશાની અંગેના ઓનલાઇન ફોર્મ ભરતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. જેમણે ગ્રામપંચાયત ઓફિસની સામે પોતાનું બાઇક ઉભુ રાખી બાર બોરની રાયફલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળી ફિરોઝ સફિયા નીચે પડી ગયો હતો. પરિણામે તેને કોઇ ઇજા પહોંચી ન હતી. પરંતુ ઓફિસમાં કોમ્પ્યુટર કામ કરી રહેલા ગામના ઇસ્માલ જુસબ સફિયાને સાથળમાં ગોળીનો છરો વાગતા ઇજા પહોંચી હતી. ફાયરીંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંન્ને શખ્સો આંબરડી ગામ તરફ નાસી ગયા હતા. આ ઘટના અંગે ફિરોઝ સફિયાએ પોતાની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધી નાસી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલો જુની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર મહિના પહેલા ફિરોઝના ભાઇની હત્યા નિપજાવવામાં આવી હતી. જેના આરોપીઓ હાલ જેલમાં છે. ત્યારે આ આરોપીઓએ તેમના મળતીયા મારફત ફાયરીંગ કરાવ્યું હોવાની આશંકા ફિરોઝે પોલીસ સમક્ષ વ્યકત કરી છે.

વધુ વાંચો

રાજ્ય

જોડિયાના નાયબ મામલતદાર કોરોના સામેનો જંગ હારી ગયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા અને જોડિયા ની મામલતદાર કચેરીમાં ઇ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ પરષોત્તમભાઈ પાડલીયા (ઉ.વ.57)કે જેઓ 12 દિવસ પહેલા કોરોના સંક્રમિત બની ગયા હતા, છેલ્લા એક સપ્તાહથી તેની જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની જાણ થતાં જામનગર જિલ્લાના સરકારી વર્તુળમાં ભારે ગમગીની છવાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જોડિયાની મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ સંક્રમિત બન્યા હતા. જોડિયાના મામલતદાર પુનિતભાઈ સરપદડીયા, ઉપરાંત નાયબ મામલતદાર અમરીશભાઈ દવે અને નાયબ મામલતદાર રસિકભાઈ પાડલીયા કે જેઓ ત્રણેય કોરોના સંક્રમિત બન્યા હતા અને જોડીયા ની મામલતદાર કચેરી ને બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મામલતદાર પુનિતભાઈ તેમજ નાયબ મામલતદાર અમરીશભાઈ દવે હાલ હોમ કોરોન્ટાઈન થયેલા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ