Connect with us

મનોરંજન

તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ચાહકો માટે ખુશીના સમાચાર

આ તારીખથી શરૂ થશે નવા એપિસોડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વમાં કોહરામ મચાવનાર કોરોનાએ દરેક ઈન્ડસ્ટ્રીઝને ઠપ્પ કરી દીધી છે. ત્યારે ભારતમાં પણ બોલીવુડ અને ટેલિવુડમાં બ્રેક લગાવી દીધી હતી. ત્યારે 13 જુલાઈએ વિવિધ ટીવીમાં શોમાં નવા એપિસોડ જોવા મળ્યા હતા. પરંતું આ બધાની વચ્ચે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમા ચાહકોએ આ શોને ખુબ જ મિસ કર્યો છે. જો કે હવે ચાહકોએ વધુ રાહ જોવી પડશે નહીં.

કારણ કે આ સિરિયલના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે કે શોના નવા એપિસોડ ટૂંક સમયમાં જ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શોના નવા એપિસોડ 22 જુલાઈથી રિલીઝ થશે. આ શોનો પ્રોમો પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. આ શો ભારતભરમાં ખુબ જ લોકપ્રિય અને મનોરંજન પૂરૂં પાડતો શો છે. આ શો બાળકોથી લઈને દરેક વ્યક્તિના માનસપટલ પર સારી રીતે બેસી ગયો છે.

22 જુલાઈથી આવશે આ શોના નવા એપિસોડ સોની ટીવીની યુટ્યુબ ચેનલ પર શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે શોના નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત થશે. ખુશી અને મનોરંજન માણવા માટે તૈયાર રહો. તો સાથે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતા લખ્યું છે કે – ભારતને મળશે એક હસતુ ભારત, કારણ કે ગોકુલધામ માત્ર નામ જ નહીં પરંતુ આખું ભારત છે.

શોના મુખ્ય દિગ્દર્શક માલવ રાજાદાએ થોડા સમય પહેલા જ શૂટિંગની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. માલાવે લખ્યું હતું કે – રોલ … રોલિંગ … એક્શન… 115 દિવસ પછી આખરે શૂટિંગ શરૂ થઈ ગયું છે. કામ પર પરત આવતા બહુ સારું લાગી રહ્યું છે. ફરીથી હસવા માટે તૈયાર રહો. શોના શૂટિંગ પહેલાં મોક શૂટ કરવામાં આવ્યું હતું. માલાવે સોશ્યલ મીડિયા પર મોક શૂટની તસવીરો પણ શેર કરી હતી.

આ શોનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હોવાથી ચાહકો શોને ખૂબ જ મિસ કરતા હતા. જ્યારે શોનું શૂટિંગ બંધ કરાયું હતું, ત્યારે કોરોના વાયરસનું કાવતરું બતાવવામાં આવી રહ્યું હતું. હવે શોમાં કઇ પ્લોટ બતાવવામાં આવશે તે અંગે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

મનોરંજન

સલમાનની ‘રાધે’ ઇદ પર થિયેટરોમાં રજૂ થશે

સલમાનની ‘રાધે’ ઇદ પર થિયેટરોમાં રજૂ થશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશના કરોડો ફિલ્મ દર્શકોના માનીતા અભિનેતા સલમાન ખાને જાહેરાત કરી છે કે, તેની આગામી ફિલ્મ રાધે- તમારો મોસ્ટ વોન્ટેડ ભાઇ આગામી ઇદના તહેવારો દરમ્યાન દેશભરમાં થિયેટરોમાં રજૂ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
અભિનેતાએ સોશ્યલ મિડીયાના માધ્યમથી પોતાના દર્શકોને અને ચાહકોને જણાવ્યું છે કે, કોરોનાકાળના કારણે દેશભરમાં ફિલ્મ વિતરકો અને થિયેટરોના માલિકો ચિંતામાં છે. બીજી બાજુ દેશભરમાં કોરોના ના પ્રસારને કારણે જરૂરી ગાઇડલાઇનનું પાલન કરવું ફરજીયાત હોય આગામી ફિલ્મ રાધેની રિલીઝ ડેટ જાહેર કરવામાં ઘણી બધી વિચારણાઓ કરવી પડી હતી.
જોકે, તેણે એમ પણ કહ્યું છે કે, 2021ના ઇદના તહેવારો દરમ્યાન રાધે રિલીઝ કરવા માટે ફિલ્મ વિતરકો અને થિયેટર માલિકો સાથે ચર્ચા વિચારણા ફાઇનલ થઇ ચૂકી છે. જોકે, દર્શકોના આરોગ્ય અને સુરક્ષાના ધ્યાનમાં રાખી આ નિર્ણયમાં ફેરફાર પણ થઇ શકે છે. પરંતુ કોઇ જ વિધ્ન નહીં નડે તો ઇદના તહેવારો દરમ્યાન રાધે રિલીઝ કરવામાં આવશે એમ અભિનેતાએ જણાવ્યું છે.

વધુ વાંચો

મનોરંજન

કયા કરું મેં ઇતની સુંદર હું

સુરભીનો વિડીયો નિહાળી દર્શકો પ્રકાશ વોરિયરને ભુલી ગયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ટીવીમાં નાગીન તરીકે જાણીતી સુરભી જયોતિએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેણીએ કયા કરું મેં ઇતની સુંદર હું ગીત પર આંખોથી અભિવ્યકિત આપી છે. આ વિડીયો નિહાળ્યા પછી સુરભીના ચાહકો પ્રકાશ વોરિયરને ભુલી ગયા છે. સુરભીનો આ વિડીયો વાયરલ થયો છે. હાલમાં તેણી કુબુલ હૈ-ટુ ના શુટિંગમાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ દર્શકો આ વિડીયો નિહાળી ચૂકયા છે. વિડીયોમાં તેણીની સાથે અભિનેત્રી ચાંદની શર્મા પણ છે.

વધુ વાંચો

મનોરંજન

ઇન્ડિયન આઇડોલ: સ્પર્ધકોના સંઘર્ષની કહાની ‘વાર્તા’ ?!

રાજસ્થાનના સ્પર્ધકની આ પ્રકારની કહાની સામે સવાલો ઉઠયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇન્ડિયન આઇડોલ નામનો કાર્યક્રમ દેશને ઘણાં બધા સિતારાઓની ભેટ આપે છે. ઘણાં ઉગતા કલાકાર છોકરા અને છોકરીઓને આ કાર્યક્રમમાં સારું પ્લેટફોર્મ અને લોકપ્રિયતા મળે છે. આ કાર્યક્રમમાં આવ્યા પછી ઘણાં સિતારાઓ પુષ્કળ નાણું પણ કમાય છે. કાર્યક્રમમાં મોટા ભાગના ગરીબ સ્પર્ધકોની સંઘર્ષ કથાને ખુબ જ સંવેદનશીલ રીતે રજુ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારની કથાઓની સંખ્યા ખુબ મોટી હોવાને કારણે દર્શકોને શંકા કરવાની જગ્યા મળી જાય છે. આ પ્રકારનો એક બનાવ તાજેતરમાં બન્યો છે.

ઇન્ડિયન આઇડોલની સિઝન 12મા સવાઇ ભટ્ટ નામનો રાજસ્થાનનો સ્પર્ધક છે. તેના સંઘર્ષની કથા લોકો ચર્ચી રહ્યાં છે. આ સ્પર્ધક ખુબ જ ટેલેન્ટેડ છે. તેના અવાજમાં અનેરો જાદુ છે. પરંતુ તેના સંઘર્ષની કથા સામે સવાલો ઉઠયા છે. તેની કેટલીક જુની તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે. આ તસ્વીરો તેની ગરીબી અને સંઘર્ષ કથા સામે સવાલો પેદા કરે છે. સોશ્યલ મીડિયામાં યૂઝર્સ ભરપૂર કોમેન્ટ કરી રહ્યાં છે. ઘણાં એમ પણ કહે છે કે તે પ્રોફેશનલ સિંગર છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ