Connect with us

રાજ્ય

સારા સમાચાર : ગુજરાતમાં કોરોના દર્દીઓનો ડીસ્ચાર્જ રેટ વધ્યો

સરકારની નવી ગાઇડલાઇન મુજબ વધુ દર્દીઓને રજા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, ચોવિસ કલાકમાં નોંધાયેલા પોઝિટીવ કેસની સરખામણીએ ડિસ્ચાર્જ કરાયેલા કેસની સંખ્યા વધુ નોંધાઇ છે. નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્યમાં 454 દરદીને એકસાથે રજા આપવામાં આવી છે. જ્યારે વધુ 398 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં હવે કુલ 8195 પોઝિટીવ કોરોનાના દર્દીઓ નોંધાયા છે. જ્યારે વધુ 21 દર્દીના કોરોનાને લઇને મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 493 થયો છે.

સૌથી કહત્વની વાત એ છે કે, રાજ્યમાં આજે 454 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે 1 મેના રોજ ગુજરાતમાં કુલ કેસની સામે ડિસ્ચાર્જનો રેસીયો 15.58 % હવે તે 9 દિવસમાં વધીને હાલ 32.64 % થયો હોવાનો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ દાવો કર્યો છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 2545 કોરોના દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે.

નવા નોંધાયેલા 399 કેસોના અમદાવાદમાં-278, સુરતમાં-41, વડોદરા-25, ગાંધીનગર-10, મહેસાણા-8, ગીર સોમનાથ-8, સાંબરકાંઠા-6, બનાસકાંઠા-4, પાટડી-3, બોટાદ-3, જામનગર-3, વેરાવળ-3, અરવલ્લી-2, સુરેન્દ્રનગર-2, આણંદ-1, કચ્છ-1 અને મોરબીમાં-1 કેસ કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આજે 71 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 8 મોટા કોવિડ-19ના લીધે અને 15 મોત કોવિડ-19 સહિત અન્ય બીમારીના કારણે થવા પામ્યા છે આજે નોંધાયેલા 21 મોતમાં 16 પુરૂષ અને 5 સ્ત્રીના મોત છે. અમદાવાદમાં આજે 18 મોત કોવિડ-19ના નોંધાયા છે. જ્યારે આણંદ, ભાવનગર અને સુરતમાં એક-એક મૃત્યુ નોંધાવા પામ્યા છે. રવિવારે મૃત્યુ પામેલા 71 લોકોમાં બે અમદાવાદના કોંગ્રેસના યુવા નેતાનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ હબીબ મીયાનું આજે મૃત્યું થયું હતું. તેઓ અગાઉ અમદાવાદ મ્યુ.કોર્પોરેશન સ્કૂલ બોર્ડના પૂર્વ સભ્ય રહી ચુકયા છે. જ્યારે કોંગ્રેસના બીજા યુવા નેતા રફીકભાઇ ઘાંચીનું અવસાન થયું છે. તેઓ પક્ષ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ વિપક્ષી નેતા બદરૂદ્દીન શેખનું પણ કોરોના વાયરસને કારણે નિધન થયું હતું.

રાજ્ય

દ્વારકા જિલ્લામાં આખા ચોમાસાનો દોઢ ગણો વરસાદ વરસી ગયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે મંગળવાર સુધી અવિરત રીતે વરસી હતી. જો કે ગઈકાલે સાંજથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જ્યારે દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ગઈકાલ સુધી કુલ 54 ઈંચ સાથે 1309 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો કુલ 184 ટકા સુધી પહોંચી ગયો છે. મંગળવારે બપોર સુધી અવિરત રીતે ચાલુ રહેલા ભારે ઝાપટા સાથેના વરસાદે આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક માં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાં 41 ઈંચ (1021 મીમી) પાણી વરસી જતાં તાલુકામાં થોડા ઘણા અંશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જોકે આજે પણ દિવસ દરમિયાન મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા અમીછાંટણા થયા હતા અને થોડો સમય ઉઘાડ જેવું વાતાવરણ પણ આજે સવારે જોવા મળ્યું હતું. હાલની પરિસ્થિતિમાં વરસાદી બ્રેક સાથે ઉઘાડ અનિવાર્ય ગણાય છે. ત્યારે લોકો તથા ધરતીપુત્રો હવે થોડો સમય મેઘરાજાના વિરામની આશા રાખે છે.

જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: દ્વારકામાં રાત્રે છ ઇંચ વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પણ ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં ગઈકાલે સાંજે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર આઠ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ. છે આ સાથે ગઈકાલે ૨૪ કલાક દરમિયાન 9 ઈંચ (229 મીમી)  વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 24 કલાક દરમિયાન 11.5 ઈંચ ( 285 મીમી) તથા ભાણવડમાં સવા આઠ ઈંચ (208 મીમી) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સચરાચર અને ભારે વરસાદના પગલે નાના-મોટા તમામ ચેકડેમો સાથે વિશાળ જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં ખંભાળિયાના મહત્વના ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા, ઉપરાંત વર્તુ-1,  સોનમતી, મિણસાર (વાનાવડ), વેરાડી -1, વેરાડી-2, સિંધણી, શેઢા ભાડથરી, કબરકા, ગઢકી, કંડોરણા, વર્તુ-2 નામના ડેમનો સમાવેશ થાય છે.  આમ સમગ્ર જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે.

જિલ્લામાં વરસાદની ટકાવારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી આજે બુધવારે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં 41 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 29 ઈંચ, દ્વારકા તાલુકામાં 21.5 ઈંચ, અને ભાણવડમાં 19.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ટકાવારીમાં જોઈએ તો ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ 183.33 ટકા, કલ્યાણપુર તાલુકામાં 138 ટકા, દ્વારકા તાલુકામાં 147.52 ટકા અને ભાણવડ તાલુકામાં 108.72 ટકા જેટલો ભારે વરસાદ વરસી ગયો છે.

આમ, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં 108 ટકાથી 188 ટકા સુધી ભારે વરસાદ વરસી જતા અતિવૃષ્ટિ તથા નુકસાની તેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા મેઘરાજા હવે થોડા દિવસ લ્યે અને જનજીવન થાળે પડે તેમ સૌ ઇચ્છી રહ્યા છે.

વધુ વાંચો

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ