Connect with us

આંતરરાષ્ટ્રીય

ભારત કે સાથ જંગ કે લિયે તૈયાર હો જાઓ: પાક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ કમર જાવેદ બાજવાએ પોતાના લશ્કરને એવો આદેશ આપ્યો હતો કે ભારત સાથે લડવા માટે તૈયાર થઇ જાઓ. ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલા તનાવનો ગેરલાભ લેવાની પાકિસ્તાનની મનસા હોય એવી છાપ પડી રહી હતી.

બુધવારે જનરલ બાજવાએ પાકિસ્તાની લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાવલપીંડીમાં લશ્કરી વડા મથકમાં એક બેઠક યોજી હતી. એ બેઠકમાં બાજવાએ કહ્યું કે પ્રાદેશિક સંજોગો અને  લશ્કરી સંજોગોને ધ્યાનમાં રાખીને આપણી લડાઇની તૈયાઓ વધારી દો.

ચોર કોટવાળને દંડે એમ જનરલ બાજવાએ ભારત પર એવો આક્ષેપ કર્યો હતો કે ભારત સતત સરહદ પર સીઝફાયરનો ભંગ કરી રહ્યું હતું. આ વિસ્તારની પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ભારતનું આ વલણ જોખમી અને ભયજનક ગણાય. આપણે અત્યારે પાંચમી પેઢીના અથવા હાઇબ્રીડ વૉરફેરનો સામનો કરી રહ્યા છીએ. આપણા જવાનો ગમે તે પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર હતા.

તાજેતરમાં પાકિસ્તાનના ડિફેન્સ ડે અને શહીદ દિવસ પર યોજાએલા એક કાર્યક્રમમાં જનરલ બાજવા બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે હાઇબ્રીડનો હેતુ પાકિસ્તાની લશ્કરને બદનામ કરીને અરાજકતા સ્થાપવાનો હતો. આપણે સંજોગોથી વાકેફ છીએ અને દેશની જનતાના સહકારથી આપણે  વિજય પ્રાપ્ત કરીશું. આપણા પર લડાઇ ઠોકી બેસાડવામાં આવશે તો આપણે દરેક આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપીશું.

આંતરરાષ્ટ્રીય

વેકિસનની અસરકારકતા અંગે કોઇ ગેરંટી નથી : WHO

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે દુનિયાભરના લોકો કોરોના રસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ આ વચ્ચે વેક્સિનને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને એક ઝટકો આપ્યો છે. WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ 19 માટે જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, તેની કોઈ ગેરંટી લઈ શકાતી નથી કે તે કામ કરશે કે નહીં.

WHOના ચીફે એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, અમે તેની કોઈ ગેરંટી નથી આપી શકતાં કે દુનિયાભરમાં જે વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે, તે વાસ્તવમાં કામ કરશે. અમે અનેક વેક્સિન કેન્ડિડેટ્સને ટેસ્ટ કરીએ છીએ. વધારે આશા એ છે કે, આપણને એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેક્સિન મળી જશે. આગળ તેઓએ કહ્યું કે, અત્યારે લગભગ 200 વેક્સિન ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગમાં છે. વેક્સિન નિર્માણનો ઈતિહાસ આપણને જણાવે છે કે અમુક વેક્સિન સફળ રહે ઠે તો અમુક નિષ્ફળ પણ રહે છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

વિશ્વના આ દેશોમાં વસ્તી વધારવા સરકાર આપે છે અનેક લાભો

જાણો કયા છે આ દેશો અને વસ્તી વધારવા શું કરે છે સરકાર ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત જેવા દેશ વસ્તી નિયંત્રણની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. તો બીજી તરફ જાપાન, ઇટલી, એસ્તોનીયા જેવા દેશો ઘટતી જતી વસ્તીને લઇને અત્યંત ચિંતિત બન્યા છે. એટલું જ નહીં આ દેશોએ પોતાના દેશમાં વસ્તી વધારવા માટે પ્રોત્સાહક યોજનાઓ પણ જાહેર કરી છે. જેમ કે જાપાન સરકાર લગ્ન કરનારને સવા ચાર લાખ રૂપિયા આપે છે. જ્યારે ઇટલીમાં દરેક બાળકના જન્મ દિઠ સરકાર 70 હજાર રૂપિયા આપે છે. તો બીજી તરફ એસ્તોનીયામાં જન્મદર વધારવા માટે સરકાર નોકરી કરનારને દોઢ વર્ષ સુધી સંપૂર્ણ પગાર સાથે રજા આપે છે.

જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને છ લાખ યેન એટલે કે આશરે રૂ. સવાચાર લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે. આ પ્રોત્સાહક રકમ આપવાનો હેતુ લોકો લગ્ન કરીને ઝડપથી બાળકો પેદા કરે અને દેશમાં ઝડપથી ઘટતા જતા જન્મદર પર કાબૂ મેળવી શકાય એ છે. આ માટે જાપાન સરકાર એપ્રિલમાં મોટે પાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે.

ગયા વર્ષે જાપાનમાં ઐતિહાસિક રીતે સૌથી ઓછા 8,65,000 બાળકોને જન્મ થયો હતો. આ જન્મની તુલનામાં મૃત્યુનો આંકડો 5.12 લાખથી વધુ હતો. આ પણ જન્મ અને મૃત્યુમાં અત્યારસુધીનો સૌથી મોટો ફર્ક છે. સરકારને આશા છે કે આ વર્ષે જન્મદર ગયા વર્ષના 1.42%થી થોડો વધુ 1.8% સુધી રહેશે. જાપાનની વસતિ 12.68 કરોડ છે. વસતિની દૃષ્ટિ જાપાન વિશ્વનો સૌથી વૃદ્ધ દેશ છે.

જાપાન પછી ઈટાલી બીજો દેશ છે, જ્યાં ઝડપથી જન્મદર ઘટી હ્યો છે. અહીં દરેક યુગને એક બાળકના જન્મ વખતે સરકાર તરફથી રૂ. 70 હજારની પ્રોત્સાહક રકમ અપાય છે. આ સાથે એક યુરો એટલે કે 80 રૂપિયામાં ઘર અને વેપાર શરૂ કરવાની સુવિધા પણ અપાય છે.

યુરોપના એસ્તોનિયા દેશમાં જન્મદર વધારવા માટે નોકરી કરનારને દોઢ વર્ષ સુધી સંપૂર્ણ વેતન સાથે રજા અપાય છે. આ સાથે ત્રણ બાળક ધરાવતા પરિવારને દર મહિને 300 યુરો એટલે કે આશરે રૂ. 25 હજારનું બોનસ પણ મળે છે.

ઈરાનમાં પુરુષોની નસબંધી પર પ્રતિબંધ છે. અહીં ગર્ભનિરોધક દવાઓ પણ ફક્ત એ જ મહિલાઓને અપાય છે.

વધુ વાંચો

આંતરરાષ્ટ્રીય

નેપાળને પીઠ પાછળ ખંજર ભોકી ચીન એ નેપાળ માં 9 બિલ્ડીંગ ખડકી

નેપાળને પીઠ પાછળ ખંજર ભોકી ચીન એ નેપાળ માં 9 બિલ્ડીંગ ખડકી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીનની વિસ્તારવાદી નીતિ નેપાળમાં અવિરત ચાલુ જ છે. છેલ્લાં કેટલાંક સમયથી નેપાળ ચીનની પડખે જઇને બેઠું છે પરંતુ ડ્રેગને તેની પીઠ પાછળ ખંજર ભોંકવાનું ચાલુ રાખ્યું છે. જી હા ભારતની સાથે સરહદ વિવાદમાં ફસાયેલું ચીન ઠંડીની સીઝન અને નેપાળી સુરક્ષાકર્મીઓની ગેર હાજરીનો ફાયદો ઉઠાવીને નેપાળની જમીન પર ધીમે-ધીમે કબ્જો કરી રહ્યું છે.

આ વખતે મામલો નેપાળના હુમ્લા જિલ્લાનો છે. આ જિલ્લાના નામ્ખા ગામમાં ચીને ચૂપચાપ રીતે ભવનનું નિર્માણ કરી લીધું છે. ભવન પણ એક-બે નહીં પરંતુ પૂરા 9 મોટા-મોટા ભવન બનાવી લીધા છે. ચીનની હિમાકત માત્ર અહીં સુધી જ સીમિત નથી. જે જગ્યા પર તેણે ભવનોનું નિર્માણ કર્યું છે તેની આસપાસ નેપાળના નાગરિકોનો પ્રવેશ પણ નિષેધ કરી દીધો છે.

આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગામપાલિકાના અધ્યક્ષ વિષ્ણુ બહાદુર લામા સરહદી વિસ્તાર ક્ષેત્રમાં ફરતા હતા. તેમણે કહ્યું કે લિમી ગામના લાપ્ચા ક્ષેત્રમાં ચીની સેનાની એક સાથે 9 બિલ્ડિંગનું નિર્માણ કામ લગભર પૂરી થઇ ગયું છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ