Connect with us

શહેર

જામનગર શહેરમાં ભાદરવો ભરપૂર: સતત ત્રીજા દિવસે પોણો ઇંચ વરસાદ

જામનગર શહેરમાં ભાદરવો ભરપૂર: સતત ત્રીજા દિવસે પોણો ઇંચ વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં આજે બપોરે સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા-ભડાકા સાથે ભાદરવો વરસ્યો હતો. શહેરમાં અડધો કલાકમાં આજે પણ 20 મીમી એટલે કે પોણો ઇંચ પાણી વરસી ગયું હતું. સતત ત્રણ દિવસથી જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવો ભરપૂર રીતે વરસી રહ્યો છે. જો કે આજે જામનગર શહેર સિવાય અન્યત્ર નોંધપાત્ર વરસાદ સાંજે 6 વાગ્યા સુધી નોંધાયો ન હતો. માત્ર ધ્રોલ અને લાલપુરમાં હળવા ઝાપટા વરસ્યા હતાં. જામનગર શહેર ઉપરાંત આજુ-બાજુના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સતત ત્રીજા દિવસે વરસેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં. આ સાથે જ જામનગર શહેરના કુલ વરસાદ 1181 મીમી એટલે કે 47 ઇંચથી વધુ પહોંચી ગયો છે.

શહેર

રાહત : જામનગર શહેરમાં આવતીકાલથી પેચવર્કનો પ્રારંભ

શહેરીજનોને મળશે ગાબડાવાળા માર્ગોથી છુટકારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરવાસીઓને માર્ગ પરના મોટા મોટા ખાડાઓ અને બિસ્માર માર્ગોથી ટુંકસમયમાં રાહત મળી શકે છે. જામ્યુકો દ્વારા આવતીકાલથી શહેરના માર્ગો પર પડેલા ખાડાઓમાં પેચવર્કના કામનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. પ્રથમ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ઇન્ટરનલ માર્ગો પર પેચવર્કનું કામ શરૂ કરવામાં આવશે. તેમ જામ્યુકોના સીટી ઇજનેર શૈલેષભાઇ જોશીએ જણાવ્યું છે.

 

અત્રે ઉલ્લેખનિય છે કે, ભારે વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને મોટા શહેરોમાં માર્ગોનું ભારે ધોવાણ થતાં લોકોમાં રોષની લાગણી પ્રસરી છે. ત્યારે લોકોના રોષને ધ્યાનમાં રાખી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે નવરાત્રિ પહેલા તમામ માર્ગોની મરામત થઇ જશે તેવી હૈયાધારણા આપી હતી. જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ આવતીકાલથી પેચવર્કનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો

શહેર

જામનગર શહેર-જિલ્લામાં વધુ 20 વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ મેઈન રોડ પર ચંગાણી ભાણજી ઘેલા ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
 2. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફલ્લા ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ મગનભાઇ દકુભાઈ ધમસાણીયાનું ઘર કુલ ઘર ૧.
 3. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં કુંભનાથપરામાં આવેલ મિલન નારણભાઇ અકબરીનું ઘર કુલ ઘર ૧.
 4. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં પટેલ વાડીમાં આવેલ મુકેશભાઇ વસરાણીનું ઘર કુલ ઘર ૧.
 5. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં રણુજા રોડ પર આવેલ બોમ્બે માર્કેટ પાસે દિનેશ હંસરાજભાઇ ચાવડાનું ઘર કુલ ઘર ૧.
 6. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના જાંબુડા ગામમાં આવેલ આસ્થા ડીસ કેબલની બાજુમાં દેવલ દીલુભાઈ વાલિયાનું ઘર કુલ ઘર ૧.
 7. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ શ્રીજી સોસાયટીમાં દિનેશ નરશીહ વાડોલીયાનાં ઘરથી વિકાંત પાંડુરંગ તોરકરનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 8. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામ વિસ્તારમાં હનુમાન મંદિર પાસે પ્રભાતસિંહ નવલસિંહ કન્ચવાનું ઘર ૧.
 9. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ ગોશાલા પાછળનો વિસ્તારમાં મનોજ કાંતિ ગોડલિયા નું કુલ ઘર ૧
 10. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નવાનાગના ગામમાં આવેલ રામ મંદિર વાળી શેરીમાં હંસરાજ ભાણજી નકુમનું ઘર કુલ ઘર ૧.
 11. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાનાં વિસ્તારમાં ગીતા મિલ પાસે આવેલ ભીખા ગલાણીનું ઘર કુલ ઘર ૧.
 12. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સાપર ગામમાં આવેલ ત્રણ બતી ચોક વિસ્તારમાં સુપીંગ ભવાન બોડાનું કુલ ઘર ૧
 13. જામનગર જિલ્લાના જામનગર તાલુકા બજરંગપુર ગામમાં આવેલ રમેશ કેશવજી ભંડેરીનું ઘર કુલ ઘર ૧.
 14. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ હોટલ દેશીભાણાથી આગળ હાઈવે પર મહિપતસિંહ લાખાજી જાડેજાની વાડી કુલ ઘર ૧.
 15. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાછળ કાનજી ભીમા ધુલિયાનાં ઘરથી ધની માવજી ધુલિયાનું ઘર કુલ ઘર ૨.
 16. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં હરીપર ગામમાં નવી ગ્રામ પંચાયતની પાછળ આવેલ સંગીતા નાથા વસતાનું ઘર કુલ ઘર ૧.
 17. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરા ગામમાં આવેલ ગણપત અરજણ મહેતાનાં ઘરથી માલદે પરબત ગાગલીયાના ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 18. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મૂંગણી ગામમાં સમાજ વાળી પાસે આવેલ ચંદુભા મધુભાજાડેજાનું ઘર કુલ ઘર ૧.
 19. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકામાં આવેલ આંબેડકરનગર વિસ્તારમાં કાનજી લાખાનું ઘર કુલ ઘર ૧.
 20. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખારવા ગામમાં આવેલ મોહન ચના મારકણાનાં ઘરથી કરશન છગન મારકણા નાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.

વધુ વાંચો

શહેર

પતિના ઠપકાનું માઠુ લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

ખેતીકામ બાબતે ધ્યાન આપવા ઠપકો : સારવાર દરમિયાન મોત : મોડપરમાં દવાની વિપરીત અસરથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના નંદાણા ગામની સીમ વિસ્તારમાં ખેતમજૂરી કરતી મહિલાએ તેણીના પતિ દ્વારા ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પ્રૌઢની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નંદાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કામ કરતી મણીબેન છપનીયા (ઉ.વ.27) નામની મહિલાને તેણીના પતિએ ખેતીકામમાં ધ્યાન નથી આપતી તેવો ઠપકો આપતા માઠું લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણના આધારે પીએસઆઈ એ.ડી.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, મૃતકના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોય પોલીસે વધુ તપાસ આરંભી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના મોડપર ગામના વાડી વિસ્તારમાં રહેતા ગોવા કરણા ડોડિયા (ઉ.વ.52) નામના પ્રૌઢને તેની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે ઉલટી થવાથી તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે માલદેભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જે.એચ.મકવાણા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ