Connect with us

શહેર

લાલપુરમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

એલસીબી દ્વારા રેઈડ દરમિયાન 1.54 નો મુદ્દામાલ કબ્જે: બે શખ્સો ફરાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લાલપુરમાં રહેતા શખ્સના મકાનમાંથી એલસીબીએ રેઈડ દરમિયાન ચાર શખ્સોને રૂા.1,04,000 ની રોકડ અને બાઈક મળી કુલ 1.54 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડા અંગેની વિગત મુજબ, લાલપુર ગામમાં લોહાણા શેરીમાં રહેતા નૈતિક જયેશ રૂપારેલ નામના શખ્સના મકાનમાં તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની એલસીબીના પ્રતાપ ખાચર અને ભગીરથસિંહ સરવૈયાને મળેલી બાતમીના આધારે એલસીબી પીઆઈ એમ.જે. જલુ, પીએસઆઈ કે કે ગોહિલ તથા આર બી ગોજિયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળિંસંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા, અરવિંદગિરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નૈતિક જયેશ રૂપારેલ, સલીમ પ્યારઅલી ખ્વાજા, પ્રિયેશ ગીરધર માકડિયા, આશિષ દિલીપ વાછાણી નામના ચાર શખ્સોને રૂા.1,04,000 ની રોકડ રકમ અને 50 હજારની કિંમતનું બાઇક મળી કુલ રૂા.1,54,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રેઈડ દરમિયાન હાર્દિક જગદિશ સચદેવ, મોસીન બસીર મેમણ નામના બે શખ્સો નાશી ગયા હતાં.

શહેર

જામનગરમાં પતંગની દોરીએ યુવાનનો ભોગ લીધો

સમર્પણ ઓવરબ્રિજ પર ગળુ કપાઇ ગયુ : ઘટના સ્થળેજ મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

શહેર

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ મોકુફ રાખવા માગણી

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘે રાજ્ય ચુંટણીપંચને કરી રજૂઆત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી નવેમ્બરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ મોકુફ રાખવા જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘ દ્વારા માગણી કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ દેવેન્દ્રસિંહ પરમારએ રાજ્ય ચુંટણી પંચને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આગામી નવેમ્બર માસમાં રાજ્યની 6 મહાનગરપાલિકા, 55-નગરપાલિકાઓ, 231-તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતોની 6000 જેવા મતવિસ્તારોમાં લગભગ 8000ની આસપાસ જેટલા ઉમેદવારોની ચુંટણી યોજવાની છે. તાજેતરમાં માર્ચ મહિનાથી કોરોનાએ દેશમાં જે રીતે ફેલાવો કરેલ છે. જે હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે એવા સમય જો ઉપરોકત ચુંટણીઓ યોજવામાં આવે તો રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર, પોલીસ સ્ટાફ અને અસંખ્ય અન્ય સ્ટાફની આ કામગીરી માટે સતત રાત-દિવસ કામ કરવાનું બનશે. ડબલ્યુ એચ.ઓ. અને આઇ.સી.એમ.આર.ની ગાઇડ લાઇન અનુસાર આટલા બધા કર્મચારીઓ અને તેને સંલગ્ન કામગીરી એક સાથે કરે તો રોગનું સંક્રમણ વધવાનું પુરી શકયતા છે.

આવા સમયે સમગ્ર માનવનું મહામુલ્ય જીવન દાવ ઉપર લગાડી કર્મચારીઓ અત્યારે કોરોના વોરીયસ તરીકે કામ કરી રહ્યા છે. એવા સમયે જો આ ચુંટણીઓ યોજવામાં આવે તો આ ચુંટણી સાથે જોડાયેલ તમામ કર્મચારીઓનું જીવનું જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે અને તે પરિસ્થિતિ કાબુ બહાર જવાની પણ શક્યતાઓ છે અને આવી મહામારી જો એક વખત કાબુ બહાર જતી રહે તો તેને રોકવા માટે સૌ અસમર્થ થઇ જશે એવી પરિસ્થિતિમાં તમામ કેડરના કર્મચારીઓનું જો મોરલ તુટી જશે તો તેવી ગંભીર અસરો આગામી સમયમાં વહીવટ અને કાયદા વ્યવસ્થા ઉપર પડશે. જેથી જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના નેજા હેઠળ ફરજ બજાવતાં કુલ-5000 કર્મચારી પરિવારની લાગણીઓને ધ્યાનમાં રાખી આ ચુંટણી છ મહિના માટે ટાળવા અપીલ છે.

વધુ વાંચો

શહેર

લૈયારામાં બીમારીથી કંટાળી વૃદ્ધાનું અગ્નિસ્નાન

6 વર્ષ પૂર્વે પતિના મોત બાદ માનસિક બીમારી : જિંદગીથી કંટાળી કેરોસીન રેડી દિવાસળી ચાંપી : દરેડમાં લોખંડનો પાઈપ વાગતા શ્રમિક યુવકનું મોત: જામનગરમાં હૃદયરોગના હુમલાથી પ્રૌઢનું મૃત્યુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા વૃદ્ધાએ તેના પતિના મૃત્યુ બાદ તબિયત સારી ન રહેતા માનસિક બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કર્યુ હતું. જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં મજૂરીકામ કરતા સમયે લોખંડનો પાઈપ ખેંચતા પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા શ્રમિક યુવકનું મોત નિપજ્યું હતું. જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા શરીફાબેન કરીમશા શાહમદાર (ઉ.વ.65) નામના ફકીર વૃદ્ધાના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી વૃદ્ધાની તબિયત સારી રહેતી ન હતી અને થોડાક સમયથી થયેલી માનસિક બિમારીથી કંટાળીને 17 તારીખે રાત્રિના સમયે તેના ઘરે શરીર ઉપર કેરોસીન રેડી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-3 માં આવેલા સી-1 પ્લોટ નં.302 માં મજૂરી કામ કરતો ઉવેશ મહેંદી હશનભાઈ (ઉ.વ.20) નામનો શ્રમિક યુવાન ગુરૂવારે બપોરના સમયે લોખંડનો પાઈપ ખેંચી ઉંચકતો હતો તે દરમિયાન પગ લપસી જતા પાઇપ લાગવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. બનાવ અંગેની વાહીદ અલી દ્વારા જાણ કરાતા હે.કો. એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસમાં બ્લોક નં.17/8 મા રહેતા અને કર્મકાંડ કરતા દિલીપભાઈ જયંતીભાઈ રાજયગુરૂ (ઉ.વ.52) નામના પ્રૌઢને શુક્રવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જેના આધારે હે.કો. એસ.એસ. દાતણિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ