રશિયાના વ્લાદિમીર પુતિનના રાજકીય વિરોધી અલેકસી નાવલની એ દાવો કર્યો છે કે રશિયાના પ્રેસિડેન્ટની પાસે 100 અબજ રૂપિયાનું ઘર છે. માત્ર આટલું જ નહીં, પુતિન તેમની ગર્લફેન્ડ પર સરકારી ખજાનામાંથી ધૂમ પૈસા ઉડાવી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્થો છે કે પુતિન દુનિયાના સૌથી ધ્રનિક વ્યકિત છે અને પોતાની 17 વર્ષીય દીકરીને પણ પૈસા આપી રહ્યા છે. નાવલનીએ દાવો કર્યો છે કે પુતિનનો કાળા સાગર તટ પર 100 અબજ રૂપિયાનો મફેલ છે. જેમાં ડાન્સ અને કેસિનોની સુવિધા છે.
નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે પુતિનના ઘરે સફાઈ કરનાર એક યુવતી હવે અવિશ્વસનિયરીતે ખૂબ પૈસાવાળી થઈ ગઈ છે. કોઈ નથી જાણતું કે આ પૈસા કેવી રીતે આવ્યા. તેમણે જણાવ્યું કે રશિયનપ્રેસિડેન્ટ જે લોકો પર પૈસા ખર્ચ કરી રહ્યા છે તેમાં તેમની કથિત પાર્ટનર અલીના કબાયેવા અને પૂર્વ પત્ની સ્વેતલાના સામેલ છે.
નાવલનીએ એવો પણ દાવો કર્યો છે કે દેશમાં 2 કરોડ ગરીબ છે પણ પુતિન પોતાની ગર્લફેન્ડ માટે યાટ ખરીદી શકે છે. નાવલનીએ કહ્યું કે કબાયેવા પર ચોરીના અબજો રૂપિયા બરબાદ કરવામાં આવ્યા. કબાયેવા હવે રશિયામાં મોટા ન્યૂઝપેપર્સ અને ટીવી સ્ટેશનને નિયંત્રિત કરે છે. તેમણે કહ્યું કે કબાયેવાનો ઓફિશિયલ પગાર 7.8 મિલિયન પાઉન્ડ છે.
નાવલનીએ એવો દાવો કર્યો છે કે પુતિનના 100 અબજ રૂપિયાના ઘરમાં એક કલબ, કેસિનો અને થિયેટર આવેલું છે. આ ઘરમાં પુતિન માટેના આલીશાન રૂમ તૈયાર કરાયા છે. આ ઘરની બહાર દ્રાક્ષનું ગાર્ડન આવેલું છે. નાવલનીએ તેના બ્લોગમાં આ ઘર વિશેની તમામ જાણકારી આપી છે. આ રશિયાની અંદર એક અલગ રાજય જેવું છે. નાવલનીએ એવો દાવો કર્યો છે કે આ આખા મહેલની કિંમત આશરે રૂપિયા 100 અબજ છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રશિયન સુરક્ષાબળ હાજર છે. મહેલથી તટ સુધી એક સુરંગ બનાવવામાં આવી છે. આ આખો વિસ્તાર સૌથી રહસ્યમય અને સુરક્ષાવાળો છે.