Connect with us

રાષ્ટ્રીય

બોર્ડર પરથી પાંચ ભારતીયોનું અપહરણ !

અરૂણાચલનાં સ્થાનિક ધારાસભ્યએ પીએમઓને ટવીટ્ કરી જાણકારી આપી: ચીનના સૈનિકો અપહરણ કરી ગયાનો મામલો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારત અને ચીનની સેનાની વચ્ચે તણાવ વધી રહ્યો છે. તેની વચ્ચે અરૂણાચલ પ્રદેશથી પાંચ લોકોને ચીનની સેના ઉઠાવીને લઇ ગયાનો મામલો સામે આવ્યો છે. અરૂણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે દાવો કરતાં કહ્યું છે કે ચીનની સેના એ બોર્ડર પરથી 5 ભારતીયોનું અપહરણ કરી લીધું છે.

અરૂણાચલ પ્રદેશથી કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે દાવો કર્યો છે કે અરૂણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લાના પાંચ લોકોને કથિત રીતે ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરાયું છે. થોડાંક મહિના પહેલાં આ જ પ્રકારની ઘટના બની હતી. ચીનની સેનાને જવાબ આપવો જોઇએ. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાયેલી છે. એવા સમયે અરૂણાચલથી આ મામલો સામે આવતાં સમગ્ર દેશમાં ચકચાર મચી છે. સ્થાનિક ધારાસભ્યના દાવા પ્રમાણે અરૂણાચલ પ્રદેશના ઉપરી સુબનસીરી જિલ્લાના પાંચ લોકોને ચીનના પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ઉઠાવી જવામાં આવ્યા છે. થોડાક મહિનાઓ પહેલાં આ પ્રકારની ઘટના બની હતી. એમ ધારાસભ્યએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહયું છે કે, આ બાબતે ચીનને જવાબ આપવો જોઇએ.

રાષ્ટ્રીય

કોરોનાકાળની સૌથી મોટી ચુંટણીનું એલાન

બિહાર વિધાનસભાની ચુંટણીનો કાર્યક્રમ જાહેર : ત્રણ તબક્કામાં મતદાન, 10 નવેમ્બરે પરિણામ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતના ચુંટણી પંચ દ્વારા કોરોના કાળની સૌથી મોટી ચુંટણીનું આજે એલાન કરવામાં આવ્યું છે. મુખ્ય ચુંટણી કમિશનર સુનીલ અરોરાએ બિહાર વિધાનસભાની ચુંટણીની સતાવાર જાહેરાત જે મુજબ 3 તબક્કામાં ચૂંટણી યોજાશે. પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં 16 જિલ્લા, 31 હજાર પોલિંગ બૂથ હશે. બીજા તબક્કામાં 3 નવેમ્બરે 94 બેઠકો પર મતદાન થશે. જેમાં 17 જિલ્લા, 42 હજાર પોલિંગ બૂથ હશે. ત્રીજા તબક્કામાં 7 નવેમ્બરે 78 બેઠકો પર મતદાન યોજાશે. જેમાં 15 જિલ્લા, 33.5 હજાર પોલિંગ બૂથ હશે. 10 નવેમ્બરે પરિણામ આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોરોના સંકટના કારણે દુનિયાના 70 દેશોમાં ચૂંટણીને ટાળી દેવાઈ છે. કોરોના સંકટ વચ્ચે બિહાર અને પેટાચૂંટણી અંગે સતત મંથન કરવામાં આવ્યું. બિહાર ચૂંટણી દેશના સૌથી મોટા રાજ્યોમાં અને આ ચૂંટણી કોરોના કાળમાં સૌથી મોટી ચૂંટણી છે.

 

  • બિહારમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં 29 નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. આ વખતે પોલિંગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં 2020ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.
  • આ વખતે ચૂંટણીમાં 6 લાખ PPE કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, 46 લાખ માસ્કનો ઉપયોગ પણ થશે.સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ 6 લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.
  • અમે ઈચ્છતા હતા કે લોકોનો લોકતાંત્રિક અધિકાર જળવાઈ રહે છે. તેમના સ્વાસ્થ્યની પણ અમારે ચિંતા કરવાની હતી. આજ અમે અહીંયા બિહારની ચૂંટણીની જાહેરાત કરવા માટે આવ્યા છીએ. આ કોરોના સમયમાં દેશની જ નહીં પણ દુનિયાની સૌથી મોટી ચૂંટણી યોજાવા જઈ રહી છે.
  • બિહારમાં 243 બેઠકો છે. 38 બેઠકો અનામત છે. અમે એક પોલિંગ બૂથ પર મતદાતાઓની સંખ્યા 1500ની જગ્યાએ 1000 રાખવાનો નિર્ણય કર્યો હતો 2015માં ગત વિધાનસભા ચૂંટણી વખતે 6.7 કરોડ વોટર હતા. હવે 7.29 કરોડ વોટર છે.
  • મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારને બાદ કરતા સામાન્ય વિસ્તારમાં સવારે 7થી સાંજે 5 વાગ્યાની જગ્યાએ સવારે 7 થી સાંજે 6 વચ્ચે મતદાન યોજાશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કોઇ દસ્તાવેજ વિના માત્ર 3 મિનિટમાં રૂપિયા 50 હજારની લોન !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી ધિરાણ સંસ્થા એસ.બી.આઇ. એ જાહેરાત કરી છે કે, કોઇ પણ વ્યકિત નાના પાયે પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવા ઇચ્છતો હોય અને નાણાંની જરૂરીયાત હોય તો મુદ્રા લોન અંતર્ગત એસ.બી.આઇ. પાસે સારી સ્કિમ છે. આ પ્રકારની કોઇ વ્યકિત એસ.બી.આઇ.માં કરંટ અથવા બચત ખાતું ધરાવતી હોય તેને એસ.બી.આઇ. માત્ર 3 મિનિટમાં ઇ-મુદ્રા લોન મંજૂર કરી આપશે. જેમાં 50,000 રૂપિયા સુધીનું ધીરાણ મળવાપાત્ર છે. આ પ્રકારનું ધિરાણ મેળવનાર વ્યકિતએ એસ.બી.આઇ.ની કોઇ પણ શાખાનો સંપર્ક કરવાની જરૂર નથી. ધિરાણ મેળવવા માટે ઘરે બેઠા બેંકને ઓનલાઇન અરજી મોકલાવી આપો. એસ.બી.આઇ. કોઇ પણ પ્રકારના ડોકયુમેન્ટ વિના લોન અરજી ઓનલાઇન મંજૂર કરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇ-મુદ્રા લોન નામની આ યોજના માત્ર નાનો કારોબાર ધરાવતાં લોકો માટે જ છે. એ માટે એસ.બી.આઇમાં તમારું ચાલુ અથવા બચત ખાતું ઓછામાં ઓછું 6 મહિના જુનું હોવું જાઇએ. આ લોન માટેની મહતમ સમય મર્યાદા 5 વર્ષની હોય છે, પરંતુ જો કારોબારી 50,000 થી વધુની લોન મેળવવા ઇચ્છે તો તેણે બેંકની શાખામાં જઇને પ્રક્રિયા પુરી કરવી પડે. આ યોજના અંતર્ગત વધુમાં વધુ 1 લાખ સુધીની લોન મળી શકી છે.

50,000 થી વધુ રકમની લોન અરજી કરનારે પોતાના વ્યવસાયનું પ્રમાણ પત્ર રજુ કરવું પડે. આ ઉપરાંત બેંક એકાઉન્ટ આધાર સાથે લીંક અપ હોવું જોઇએ. અને જે લોકો અનામતમાં આવતા હોય તેઓએ જાતિ પ્રમાણપત્ર પણ રજુ કરવાનું રહેશે. હાલના કોરોના તથા લોકડાઉન કાળમાં નાના ધંધાર્થીઓને જે આર્થિક તકલીફો ઉભી થઇ છે. તેમાંથી ધંધાર્થીઓને રાહત મળે તે માટે એસ.બી.આઇ. દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશભરના લાખો કર્મચારીઓને સરકારે આપી 5 ભેટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારે દેશભરના લાખો કર્મચારીઓને ગત બુધવારે એક સાથે પાંચ ભેટ આપી છે. આ તમામ ભેટ શ્રમ સુધારાઓ સાથે જોડાયેલી છે. બુધવારે સંસદે શ્રમ સુધારાઓ સાથે જોડાયેલા ત્રણ મુખ્ય ખરડાઓને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીને કારણે દેશના અસંગઠીત ક્ષેત્રમાં નોકરીઓ કરી રહેલા લાખો કર્મચારી માટે મહત્વની સુવિધાઓ શરૂ થશે.

ESIC ના ટુંકા નામે ઓળખાતા કર્મચારી રાજય વિમા નીગમ હેઠળ વધુને વધુ સંભવિત કર્મચારીઓને સ્વાસ્થ્ય સુરક્ષાનો અધિકાર આપવા માટેનો સરકારે ખરડામાં પ્રયાસ કર્યો છે. અત્યાર સુધી આ સુવિધા દેશના માત્ર 566 જિલ્લાઓમાં કર્મચારીઓ માટે ઉપલબ્ધ હતી. હવે આ સુવિધા દેશના તમામ 740 જિલ્લાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઉપરાંત કેટલાંક ક્ષેત્રો એવો હોય છે કે, જેમાં કામ કરતાં કર્મચારીઓ જોખમી કામગીરી સાથે સંકળાયેલા હોય છે. આવા એકમો અને કંપનીઓએ ફરજીયાત રીતે કર્મચારી રાજય વિમા નિગમ સાથે જોડાવાનું રહેેશે. ધારોકે આવા કોઇ એકમમાં માત્ર એક જ કર્મચારી છે તો પણ તેણે વિમા નિગમ સાથે ફરજીયાત જોડાવાનું રહેશે. આ ઉપરાંત વિમા નિગમના સંભ્ય બનવા માટેનોદ વિકલ્પ 10 થી ઓછાં કર્મચારીઓ ધરાવતા એકમોને પણ આપવામાં આવ્યો છે.
આ સાથે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે, ઇપીએફઓ ના છત્ર હેઠળ 20 કામદારો વાળા તમામ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઇ એકમ 20 થી ઓછા કામદારો ધરાવતું હોય તેઓને પણ ઇપીએફઓ માં સભ્ય બનવા માટેનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

કોઇ પણ કામદારે રોજગાર મેળવવા માટે એ જાણવું જરૂરી હોય છે કે, કયાં એકમમાં કામદારોની કેટલી જગ્યા ખાલી છે. આ બાબત નિશ્ચિત કરવા માટે સરકારે 20 અથવા 20 થી વધુ કામદારો ધરાવતા તમામ એકમો માટે એ બાબત ફરજીયાત કરી છે કે, પોતાના એકમમાં કેટલા કામદારોની જગ્યાઓ ખાલી છે? તેની જાહેરાત આ એકમ દ્વારા કરવામાં આવે. આ જાહેરાત એકમોએ ઓનલાઇન પોર્ટલ પર પણ મુકવાની રહેશે.

આ ઉપરાંત દરેક કંપનીઓએ અમુક ચોકકસ ઉંમર કરતાં વધુ ઉંમર ધરાવતા તમામ કામદારો માટે વર્ષમાં એક વખત વિના મુલ્યે આરોગ્ય ચકાસણી કરાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ એકમોએ પોતાના કામદારોને નિમણુંક પત્ર આપવાનો રહેશે. કામદારોને આ પ્રકારનો પત્ર મેળવવાનો કાનુની અધિકાર આપવામાં આવ્યો છે. શ્રમ સુધારાઓ સાથે સંકળાયેલી આ બધી બાબતોને બાબતે કારણે આગામી સમયમાં કામદારોની જીંદગીમાં નવા પરિવર્તનો નવી સુવિધાઓને કારણે આવશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ