Connect with us

રાજ્ય

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર

ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. હેરિટેજ હોટલ, મ્યુઝિયમ, બેન્કવેટ હોલ ખોલી શકાશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં 1 જાન્યુ. 1950 પહેલાના હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પોષાય તેવા દરે સુવિધાયુક્ત આવાસ મળવાની જાહેરાત કરાઈ છે. 1 થી 6 રૂમના આવાસનો હોમ સ્ટે તરીકે આપી શકાશે. હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેક્સ અને વીજદરમાં લાભ મળશે. રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપનો લાભ મળશે. ગુજરાતમાં હાલ 100 જેટલા હોમ સ્ટે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરી છે. જેના લીધે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. આ જાહેરાતથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાજ્યના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. મુખ્યમંત્રીએ નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.
ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર થતાં ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે. 1 જાન્યુઆરી 1950 પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી નાંખી છે. સ્થાનિક સ્તરે રોજગારની તકોની સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરવામાં આવ્યો છે.
હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એકસપાંશન માટે રૂપિયા 5થી 10 કરોડ સુધીની સહાય મળશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં હેરિટેજ હોટલ માટે રૂ.5થી 10 કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખામાં કોઈ છેડછાડ નહીં કરાય. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે. હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે 45 લાખથી 1 કરોડ સુધીની સહાય અપાશે. પાંચ વર્ષ માટે 7 ટકા વ્યાજ સબસિડી મહત્તમ પ્રતિવર્ષ 30 લાખની મર્યાદામાં અપાશે. રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસિક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે. રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટરને નવી પોલિસીમાં બુસ્ટઅપ મળશે. મુખ્યમંત્રીને વિદેશી હૂંડિયામણથી આવકના વધુ સ્ત્રોત ઊભા કરવાનો વિકાસલક્ષી પ્રેરણાદાયી વિચાર બિરદાવવામાં આવ્યો છે.

રાજ્ય

વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વડોદરામાં સોમવારે મોડી રાત્રે 3 વાગે બાવામાન પુરા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 વ્યક્તિઓ દબાયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં ત્રણ મજૂંરોના મોત થયા છે, જ્યારે બાકી ઘાયલ લોકોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 9 પૈકી 1 બાળક સહિત 3ને બચાવી લેવાયા હતા.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના પાણીગેટના બાવામાનપુરામાં સોમવારે મોડીરાત્રે એક 5 માળની બિલ્ડિંગ ધડાકાભેર તૂટી પડી હતી. બિલ્ડિંગના કાટમાળમાં 7 લોકો દટાયા હતા, આ ઘટના મોડીરાત્રે બનતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને ઘટનાની જાણકારી આપી હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું. રાત્રે 7 પૈકી 1 બાળક સહિત 3નું રેસ્ક્યૂ કરાયું હતું. બાકીના 6 વ્યક્તિઓની શોધખોળ ચાલું છે.

વધુ વાંચો

રાજ્ય

કલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકાના ટાટોડી ગામે રહેતા મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહિલ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડ્યો હતો. જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર, બોઘાભાઈ કેસરિયા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીટોડી ગામે પાડવામાં આવેલા આ જુગાર દરોડામાં પોલીસે ટીટોડી ગામના મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહેલ, પરબત ઉર્ફે જયેશ ગોવિંદભાઈ આંબલીયા, અરશી ભાયાભાઈ છુછર, ધાના અરજણભાઈ છુછર, પાલા પાચાભાઈ લાબરિયા, મેરુ નારણભાઈ ચાવડા, ભીમશી કારાભાઈ આંબલીયા, અને માલદે સવદાસભાઇ છુછર નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી 71,820 રોકડા તથા રૂપિયા બાવીસ હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 93,820 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. વી.એમ. ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઈ નકુમ, રામશીભાઈ ભોચિયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, દેવશીભાઇ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહિર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, બોધાભાઇ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

વધુ વાંચો

રાજ્ય

ઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે

તહેવારોની સીઝનને કારણે રાજાઓની ભરમાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. કોરોના કાળમાં આવનારા ફેસ્ટિવ સીઝનમાં બેંકોની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે. જોકે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બેંકો માત્ર અડધા મહિના જ ખુલશે

મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિને ઓક્ટોબરમાં બેંકો માત્ર 15 દિવસ જ ખુલ્લી રહેશે. એવું એટલા માટે કારણ કે આ વખતે સ્થાનિક અને અન્ય બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળી બેંકોમાં લગભગ 15 દિવસ રજા રહેશે. માહિતી મુજબ આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે બેંક એટીએમમાં પર્યાપ્ત રોકડ રહેશે. સાથે જ ઓનલાઇન અને મોબાઇલ બેકિંગ સેવાઓ પણ યોગ્ય રીતે ચાલુ રહેશે. તેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

 

રજાઓની વાત કરીએ તો શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી થશે જે શુક્રવારે છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ/મહર્ષિ વાલ્મિકી જયંતી/કુમાર પૂર્ણિમા નિમિત્તે અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આપને જણાવી દઈએ કે બેંકોની આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારો પ્રમાણે રહેશે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ હોય છે. એવા રાજ્યોને બાકાત કરી અન્ય રાજ્યોમાં બેંકિંગ કામકાજ યથાવત ચાલુ રહેશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ