Connect with us

બિઝનેસ

નાણામંત્રીનું પેકેજ શેરબજારને માફક ન આવ્યું : 600 પોઇન્ટનો કડાકો

નાણામંત્રીનું પેકેજ શેરબજારને માફક ન આવ્યું : 600 પોઇન્ટનો કડાકો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના મહામારી સામે લડવા પીએમ મોદી દ્વારા જાહેર કરેલ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક મહાપેકેજ અંતર્ગત એમએસએમઇ, ડિસ્કોમ, રીઅલ એસ્ટેટ સહિતના સેક્ટરો માટે પહેલા બુસ્ટર ડોઝની જાહેરાત કરી હતી. નાણાપ્રધાનના આ જાહેરાત બાદ આજે ગુરૂવારે ઘરેલુ શેર માર્કેટ વેચવાલી સાથે ખુલ્યા હતા.

બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અગાઉના બંધ 32,008ની સામે આજે 31,466 પર ખુલી હાલ 479 અંક અથવા 1.46 ટકા પટકાઈને 31,541 નજીક જ્યારે નિફ્ટી 50 આંક અગાઉના બંધ 9,383 સામે આજે 9,213 પર ખુલી હાલ 125 અંક અથવા 1.33 ટકા ગગડીને 9,253 નજીક કારોબાર કરી રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ 364 પોઈન્ટના ઘટાડા સાથે 19,270 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.26 ટકા વધી અને 0.18 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા છે. અન્ય સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર લગભગ બધા સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી રહી છે.

અમેરિકી માર્કેટની વાત કરીએ તો બુધવારે ડાઉ જોંસ 2.17 ટકા, નેસ્ડેક 1.55 ટકા અને S&P 500 1.75 ટકા ગગડીને બંધ આવ્યા હતા. જ્યારે ચીન શંઘાઈ કમ્પોઝિટ 0.50 ટકા ગગડીને બંધ થયો હતો. ઉપરાંત ફ્રાંસ, ઇટલી, જર્મનીના માર્કેટમાં પણ મંદ વલણ જોવા મળ્યું હતું.

બિઝનેસ

ભારતીય શેરબજારમાં બજેટ પૂર્વે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૩૪૭.૫૯ સામે ૪૮૩૮૫.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૨૬૯.૬૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૧૭.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૩૭.૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૪૦૯.૯૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૨૫૩.૧૫ સામે ૧૪૧૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૯૩૩.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૪.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૨.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૯૮૧.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી નોંધપાત્ર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું રહ્યું છે. સપ્તાહની શરૂઆતમાં સિક્કીમ સરહદે ભારત અને ચીન વચ્ચે અથડામણ સર્જાતા ચીન સરહદે તંગદિલી યથાવત રહેતા અને ગઇકાલે ખેડૂત આંદોલન ઉગ્ર બનતા સરકાર માટે આર્થિક સુધારાઓને અમલી બનાવવું મુશ્કેલ બની જતાં સપ્તાહના સતત બીજા ટ્રેડિંગ દિવસે ફંડોએ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરતાં ભારતીય શેરબજારમાં આજે વર્ષ ૨૦૨૧નો સૌથી મોટો એકદિવસીય કડાકો નોંધાયો હતો. બજેટ પૂર્વેના ટૂંકા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી જોવા મળી રહી છે, ઉપરાંત આવતીકાલે ડેરિવેટીવ્ઝમાં જાન્યુઆરી વલણના અંત આવી રહ્યો હોવાના કારણે ફંડોએ નફારૂપી વેચવાલી યથાવત રાખી હતી.

બીએસઇ સેન્સેક્સે ગત સપ્તાહે ૫૦,૧૮૪ પોઇન્ટની ઐતિહાસિક સપાટી નોંધાવ્યા બાદ સતત વેચવાલી નોંધાતા અંદાજીત ૨૭૭૫ પોઇન્ટનો અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૭૮૪ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. કોર્પોરેટ પરિણામોની સીઝન એકંદર સાધારણથી સારા પરિણામોની નીવડી રહી હોવા છતાં વૈશ્વિક બજારમાંથી નકારાત્મક સંકેતો અને કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે ઉદ્યોગોની આશા – અપેક્ષા સામે કેન્દ્ર સરકાર માટે મર્યાદિત અવકાશ હોવાથી ભારતીય શેરબજારમાં ફોરેન – સ્થાનિક ફંડોનું પ્રોફિટ બુકિંગ યથાવત જોવા મળ્યું હતું.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૪૭ અને વધનારની સંખ્યા ૧૦૬૬ રહી હતી, ૧૫૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૩૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૪૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વેક્સિનેશન પ્રોગ્રામ આગળ વધવા સાથે હવે કેન્દ્રિય બજેટની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો વચ્ચે આ વખતે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા ઘણી રાહતો – પ્રોત્સાહનો જાહેર થવાની અપેક્ષા વચ્ચે ફરી બજેટ બાદ તેજી પૂર્વે બજારની તંદુરસ્તી માટે જોઈતું અપેક્ષિત મોટું કરેકશન જોવા મળી રહ્યું છે. આ પડકારરૂપ સમય વચ્ચે કંપનીના પરિણામો એકંદર સારા રહ્યા બાદ હવે આગામી દિવસોમાં મારૂતી સુઝુકી, સિપ્લા, ડો.રેડ્ડીઝ, સન ફાર્માસ્યુટિકલ્સ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રાના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે. ઉપરાંત વૈશ્વિક મોરચે ૨૯,જાન્યુઆરીના જાપાનના ડિસેમ્બર મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના જાહેર થનારા આંક તેમજ અમેરિકામાં આજ રોજ સમાપ્ત થનારી ફેડરલ રિઝર્વની મળનારી મિટિંગમાં અમેરિકાની ઈકોનોમી અને વધુ સ્ટીમ્યુલ્સ પેકેજ પર કેવો અભિપ્રાય અપનાવવામાં આવે છે તેના પર, ઉપરાંત ગત વર્ષે કોરોના વાયરસ રોગચાળા દરમિયાન તમામ બજારોમાં અફડાતફડી બાદ હવે નાણાકિય વર્ષ ૨૦૨૧-૨૨નાં કેન્દ્રિય બજેટ પર વૈશ્વિક શેરબજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહી છે.

તા.૨૮.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૭.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૩૯૮૧ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૦૦૪ પોઈન્ટ થી ૧૪૦૮૮ પોઈન્ટ ૧૪૧૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૧૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૭.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૦૩૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૦૩૩ પોઈન્ટના પ્રથમ અને ૨૯૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૪૦૪ પોઈન્ટ થી ૩૦૪૭૪ પોઈન્ટ, ૩૦૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૦૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • એચડીએફસી લિમિટેડ ( ૨૪૭૭ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૯૦ થી રૂ.૨૫૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૧૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૦૩ થી રૂ.૧૯૨૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લુપિન લિમિટેડ ( ૧૦૭૭ ) :- રૂ.૧૦૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૦૩૩ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૯૧૫ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૬૨૬ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૬ થી રૂ.૬૪૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૫૧૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન & ટૂબ્રો લિમિટેડ ( ૧૩૫૯ ) :- રૂ.૧૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૮૧૭ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૯૭ થી રૂ.૭૮૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • રામકો સિમેન્ટ ( ૭૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૬૦ થી રૂ.૭૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૩૧ ) :- રૂ.૫૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૧૭ થી રૂ.૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

શેરબજારમાં આજે સવારમાં કડાકો

જો કે કડાકા પાછળનાં કારણો જાહેર નથી થયાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

શેરબજારમાં આજે સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ 380.11 પોઇન્ટ એટલે 0.79% ટકાના કડાકા સાથે 47,967.48 પર આગળ વધી રહ્યો છે. તેમજ નિફ્ટી 113.80 પોઇન્ટ એટલે 0.80% ટકાના ઘટાડા સાથે 14,125.10 વેપાર કરી રહી છે.

દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે આરંભિક કારોબાર દરમિયાન એચસીએલ ટેક, ટેક મહિન્દ્ર્રા, અદાણી પોર્ટ્સ, ડિવીસ લેબ અને કોટક મહિન્દ્ર બેન્કના શેરમાં વધારો થયો છે. તેમજ ગ્રાસીમ, બીપીસીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, હીરો મોટકોકર્પ અને સન ફર્માના શેર લાલ નિશાન પર ખુલ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, આજે બેંકો, ફાઇનાન્સ સેવાઓ, મેટલ અને ફાર્મા શરૂઆત વધારા સાથે થઇ છે. તેજમ ઓટો, ખાનગી બેંક, આઇટી, પીએસયુ બેંક, એફએમસીજી, મીડિયા અને રિયલ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા છે.

વધુ વાંચો

બિઝનેસ

સવારે વધ-ઘટની રમત પછી, સેન્સેકસ 531 પોઇન્ટ ડાઉન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 531 અંક ઘટીને 48348 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 133 અંક ઘટીને 14238 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 5.36 ટકા ઘટીને 1939.70 પર બંધ થયો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 4.72 ટકા ઘટીને 851.25 પર બંધ થયો હતો. જોકે એક્સિસ બેન્ક, સન ફાર્મા, બજાજ ઓટો, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.19 ટકા વધીને 658.60 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 2.00 ટકા વધીને 586.55 પર બંધ થયો હતો.

સોમવારે લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, આરતી ડ્રગ્સ, APL એપોલો ટ્યુબ્સ, એસ્ટેક લાઈફસાયન્સ, કેન ફિન હોમ્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, ICICI સિક્યોરિટીઝ, મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા, નવીન ફ્લોરીન ઈન્ટરનેશનલ, RPG લાઈફ સાયન્સ, શારદા ક્રોફેમ અને યુકો બેન્કની સાથે 41 કંપનીઓ આજે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કરશે.

આજથી કિચન એપ્લાયન્સીસ કંપની સ્ટોવ ક્રાફટનો IPO ખુલ્યો છે. તેની ઈશ્યુ પ્રાઈસ 384-385 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત 95 કરોડ નવા શેર બહાર પાડવામાં આવશે. એક લોટ 38 શેરનો છે. રિટેલ રોકાણકાર અધિકતમ 13 લોટ માટે અરજી કરી શકશે. આ IPO 28 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે.

એક્સચેન્જ ડેટા મુજબ 22 જાન્યુઆરીએ વિદેશી સંસ્થાગત રોકાણકારો એ 635.69 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1,290 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. FIIએ 1-22 જાન્યુઆરી દરમિયાન 24,469 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

કોરોનાના વધતા મામલાઓ અને વેક્સિનના સપ્લાઈમાં મોડું થવાની ચિંતાથી એશિયાઈ બજારોમાં રોકાણકારો ચિંતિત છે. આ કારણે શરૂઆતી કારોબારમાં મોટાભાગના ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં હતા. જે હાલ વધેલા છે. 25 જાન્યુઆરીએ જાપાનને નિક્કેઈ ઈન્ડેક્સ 0.42 ટકા, હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.62 ટકા અને ચીનને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.69 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ શેરબજારમાં તેજી છે. શુક્રવારે અમેરિકાના બજારમાં IBM અને ઈન્ટેલ જેવી મોટી ટેક કંપનીઓમાં વેચવાલીના કારણે બજારના પ્રમુખ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ