Connect with us

રાષ્ટ્રીય

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ધરણા, જાણો શુ છે માંગણીઓ

પંજાબની તમામ સરહદો સીલ : દિલ્હી બોર્ડર પર કડક સુરક્ષા : પોલીસે વોટર કેનનનો મારો ચલાવ્યો પણ ખેડૂતો અડગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

નવા આવેલા કૃષિ કાયદાના વિરોધમાં પંજાબના ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. જયારે આજે રોજ ખેડૂતો દ્રારા દીલ્હી કુચનું આયોજન કરવામાં આવ્યું છે.દિલ્હી જઈ રહેલા ખેડૂતોને અંબાલા પટિયાલા બોર્ડર પર રોકવામાં આવ્યા છે. પરિણામે ખેડૂતોએ હાઈવે પરના બેરીકેડ તોડી નાખ્યા છે. ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ શા માટે ? એ જાણો

ખેડૂતોની માંગ છે કે નવા આવેલા કૃષિ કાયદામાંથી ત્રણ નિયમોને રદ કરવામાં આવે. આંદોલન કરી રહેલા ખેડૂતોની માંગ છે કે વીજળી બીલ 2020 પરત ખેંચવામાં આવે. ખેડુતો પેદાશો, વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) અધિનિયમ, 2020, ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) કૃષિ સેવાઓ પરના ભાવ ખાતરી અને કરાર અધિનિયમ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ 2020 નો વિરોધ કરી રહ્યા છે અને ત્રણેય કાયદા પાછા ખેંચી લેવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોની ફરિયાદ છે કે નવા કાયદાની સાથે કૃષિ ક્ષેત્ર પણ મૂડીવાદીઓ અથવા કોર્પોરેટ ગૃહોના હાથમાં જશે અને ખેડુતોને મુશ્કેલી વેઠવી પડશે.

ખેડૂતોના આ વિરોધને પગલે દિલ્હીની સરહદો પર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત છે. દિલ્હી પોલીસ દ્રારા ખેડૂતોને પ્રદર્શન કરવાની છુટ આપવામાં આવી નથી. હરિયાણાની પણ તમામ બોર્દારો સીલ કરી દેવામાં આવી છે. પરંતુ વિરોધ કરી રહેલા ખેડૂતો કોઈનું સાંભળવા તૈયાર નથી. અને ચલ્લો દિલ્હીના નારા સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આગળ વધી રહ્યા છે.

રાષ્ટ્રીય

મોંઘવારી મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને મોંઘવારી મુદ્દે ઘેરી છે. તેમણે ટ્વીટર દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. રસોઈ ગેસ અને ડીઝલ-પેટ્રોલના વધતા ભાવોને લઈને તેમણે ટ્વીટ કરી છે અને પીએમ મોદી ના નેતૃત્વ વાળી એનડીએ સરકાર પર નિશાન સાધ્યુ છે.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યુ છે મોદીજીએ GDP એટલે કે ગેસ-ડીઝલ-પેટ્રોલના ભાવોમાં જોરદાર વિકાસ કરી બતાવ્યો છે. જનતા મોંઘવારીથી ત્રસ્ત, મોદી સરકાર ટેક્સ વસૂલીમાં મસ્ત, રાહુલ ગાંધીએ ટ્વીટર પર એક અખબારનો સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે જેમાં તેલ અને ગેસની વધતી કિંમતોની તુલના કરવામાં આવી છે.
સ્ક્રીનશૉટમાં જણાવવામાં આવ્યુ છે કે 1 જુલાઈ, 2020એ જયપુરમાં રસોઈ ગેસના પ્રતિ સિલિન્ડર કિંમત 594.5 રૂપિયા હતી જ્યારે સાત જાન્યુઆરી 2021એ આ રકમ 698 રૂપિયા થઈ ગઈ. જયપુરમાં 1 જુલાઈ 2020એ ડીઝલના ભાવ 81.32 રૂપિયા લિટર હતુ જ્યારે હવે જાન્યુઆરી 2021માં આ 83.64 રૂપિયા થઈ ગયો છે. પેટ્રોલના ભાવોને લઈને લખ્યુ છે કે વર્ષ 1 જુલાઈ 2020એ પેટ્રોલની કિંમત 87.57 રૂપિયા હતી જે સાત જાન્યુઆરી 2021એ 91.63 રૂપિયા થઈ ગઈ.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો નો પ્રારંભ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

લદ્દાખમાં ચાલી રહેલા તણાવને દૂર કરવા માટે આજે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો થઈ રહી છે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બેઠક પૂર્વી લદ્દાખમાં ચૂશુલ સેક્ટરની સામેના મોલ્ડમાં મળી છે.

આ વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ઘણા મહિનાઓથી તણાવ ચાલી રહ્યો છે. તે માટેના ઉપાય કરવા માટે આઠ વખત વાટાઘાટો કરવામાં આવી ચૂકી છે. આ છતાં, કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. છેલ્લી વાર 6 નવેમ્બરના રોજ બંને સૈન્ય અધિકારીઓ વાતચીત માટે ચૂશુલમાં મળ્યા હતા. અઢી મહિના પછી મળેલી આ બેઠકમાં કોઈ સમાધાન થવાના આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગલવાનમાં થયેલી હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો સતત બગડતા રહ્યા છે. બંને દેશનું સૈન્ય ભારે શસ્ત્રો અને હજારો સૈનિકો સાથેઆમને-સામને છે. ભારતે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયના ખતરનાક કમાન્ડો આ વિસ્તારમાં તૈનાત કરી રાખ્યા છે. લડાકુ વિમાનો સતત ઉડાન ભઋ રહ્યા છે. કેટલાક મહિનાની સૈન્યની તૈનાતીથી તણાવ ઘટી રહ્યો નથી. ચીન તરફથી પણ આવી જ તૈયારીઓ છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં કાલે થશે ફિલ્મ ‘નાયક’વાળી, વિદ્યાર્થીની બનશે એક દિવસની સીએમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રિય બાલિકા દિવસ 24મી જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ નં. 120માં બેઠક આયોજીત કરવામાં આવશે. આ સ્વીકૃતિ અને નિર્દેશ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત તરફથી દેવામાં આવી છે.

ઉત્તરાખંડના બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ બુધવારે મુખ્ય સચિવ ઓમપ્રકાશને એક પત્ર મોકલ્યો. તેમણે જણાવ્યું કે, 24 જાન્યુઆરીએ બાલિકાઓના સશક્તિકરણ માટે એક હોશિયાર વિદ્યાર્થિનીને મુખ્યમંત્રી પદની જવાબદારી સૌંપવામાં આવી છે. સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી બનશે. એક દિવસના કાર્યકાળ દરમિયાન સૃષ્ટિ રાજ્યના વિકાસ કામોની સમિક્ષા કરશે. તે માટે નિયુક્ત વિભાગના અધિકારી વિધાનસભામાં પાંચ-પાંચ મીનિટ પોતાનું પ્રેઝેન્ટેશન આપશે. વિધાનસભા બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આયોજીત થશે.ક્ષ સૃષ્ટિના માતા-પિતાનું કહેવું છે કે, આજે અમને ઘણો ગર્વ છે. દરેક દિકરી એક મુકામ હાંસલ કરી શકે છે બસ તેમનો સાથ આપવાની જરૂર છે. જ્યારે સૃષ્ટિ ગોસ્વામીનું કહેવું છે કે તે માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હરિદ્વારના બહાદરાબાદમાં દૌલતપુર ગામમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી BSM PG કોલેજ, રૂડકીથી BSc એગ્રિકલ્ચરનો અભ્યાસ કરી રહી છે. મે 2018માં બાળ વિધાનસભામાં બાળ ધારાસભ્ય તરફથી તેમની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષમાં એક બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ