Connect with us

જામનગર

જામનગરના મોદી પરિવારનું ઉમદા ઉદાહરણ

જામનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની સરાહનિય કામગીરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર સહિત સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ સામે વિશ્ર્વ ઝઝુમી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ આ વાયરસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવા સમયમાં જામનગરના રાહુલભાઇ મોદી અને તેમના પરિવારે ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે. જેમાં તેની પુત્રી અમેરિકાથી પરત આવ્યા બાદ કલેકટર રવિશંકરને જાણ કરી હતી. જેથી જામનગર મહાનગરપાલિકાના અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સહયોગ આપી યોગ્ય કાર્યવાહી સરાહનિય રહી હતી. મોદી પરિવારની પુત્રીની તબિયત એકદમ સારી હોવા છતાં તંત્રને જાણ કરી ઉમદા ઉદાહરણ આપ્યું છે. અને તંત્ર દ્વારા તેમને કવોરન્ટાઇનમાં રહેવાની સલાહ આપતા મોદી પરિવારે તેમના ઘર બહાર લગાડેલી તસ્વીર કોઇએ વાયરલ કરી દેતા આ પરિવાર સભ્યો ઉપર સતત ફોનનો મારો શરૂ થઇ જતાં પરિવાર મુસીબતમાં મુકાય ગયો છે. કેમકે તેમની પુત્રીની તબિયત સારી હોવા છતાં સગાવાલા અને સ્નેહીઓ દ્વારા કરાતા સતત ફોનને કારણે પરિવારને આવા સમયમાં તકલીફ પડી રહી છે. જેથી રાહુલભાઇ મોદી અને તેમના પરિવાર જનો દ્વારા સર્વેને જણાવાનું કે તેમની પુત્રીની તબિયત સારી જ છે. અને કોઇપણ જાતની તકલીફ નથી.

 

દેશની જનતા માટે જામનગરના મોદી પરિવારની અપીલ સાંભળો

 

જામનગર

જામનગરમાં વિશાળ રસોઇઘર ‘અક્ષયપાત્ર’ના નિર્માણમાં રિલાયન્સ ફાઉન્ડેશનનો સિંહફાળો

અક્ષયપાત્રના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી પધાર્યા તે આપણા સૌ માટે ગૌરવની વાત: પરિમલ નથવાણી (ડાયરેકટર, કોર્પોરેટ અફેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યો હાથ ધરતી સહયોગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાત સરકારની મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ ભોજન તૈયાર કરવાની તમામ સુવિધાઓ સહિતનાં એક વિશાળ રસોઇઘરનું જામનગરમાં નિર્માણ કર્યું છે. રાજ્ય સરકારની મધ્યાહ્ન ભોજન યોજના બિન-સરકારી સંસ્થા (NGO) અક્ષય પાત્ર દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને આ રસોઇઘરનું સંચાલન પણ આ સંસ્થા દ્વારા જ થશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઇમારતનું ઉદ્દ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબતો) અને કુટીર ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર અને દેવભૂમિ-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જામનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના જગમોહન કૃષ્ણદાસાનો સમાવેશ થાય છે.
મધ્યાહ્ન ભોજન તૈયાર કરવા માટેના આ વિશાળ રસોઇઘરમાં દરરોજ 50,000 બાળકો માટેનું ભોજન તૈયાર કરી શકાય છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રસોઇઘરની ઇમારતના નિર્માણ, રસોઇમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનો અને સરકારી અને સરકારી સહાય મેળવતી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવા માટે જરૂરી વાહનો ખરીદવા માટે કુલ રૂ. 8.5 કરોડની ફાળવણી કરી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિફાઇનરી કોમ્પલેક્સની આસપાસ આવેલા જામનગર અને લાલપુર તાલુકાના ગામોની શાળાઓને સહાય કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ રૂ. એક કરોડ પણ આપશે.
કુલ 4800 ચોરસ મીટરના પ્લોટમાં નિર્માણ કરવામાં આવેલા આ ભવનનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 2965 ચોરસ મીટર છે. આ ઇમારતમાં નિર્માણ કરવામાં આવેલી સુવિધાઓમાં રીસેપ્શન એરિયા, ડ્રાય અને વેટ કિચન એરિયા, પ્રિ-પ્રોસેસિંગ એરિયા, પ્રોવિઝન સ્ટોર, સ્ટોર રૂમ, ગોડાઉન, ચેન્જિંગ રૂમ, બોઇલર રૂમ, ફર્સ્ટ-એઇડ રૂમ, ડોરમેટરી, મલ્ટીપર્પઝ હોલ, ગેસ્ટરૂમ, એડમિનિસ્ટ્રેશન બ્લોક વગેરેનો સમાવેશ થાય છે.
આ અંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, “આ વિશાળ રસોઇઘરની સુવિધાનું ઉદ્દઘાટન કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જામનગર સુધી આવ્યા એ આપણા બધા માટે ગૌરવની વાત છે. આપણા સમાજના હાંસિયામાં ધકેલાયેલા અને નબળા વર્ગના લોકોની જિંદગીની ગુણવત્તા બહેતર બનાવવા માટે રિલાયન્સ હંમેશા સમર્પિત છે. બાળકો આપણા રાષ્ટ્રનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ ભોજન પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. બાળકોને પોષણક્ષમ ભોજન પૂરું પાડવા માટે ગુજરાત સરકાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનને મદદ કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ.”

વધુ વાંચો

જામનગર

જામનગર જિલ્લામાં 48 કલાક દરમિયાન પાંચ દર્દીઓના મોત

બે દિવસમાં 27 પોઝિટિવ કેસ નોંધાયા : 33 દર્દીઓએ કોરોનાને માત આપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના મૃત્યુના દરમાં એકાએક વધારો આવ્યો છે, અને છેલ્લા 48 કલાક દરમિયાન પાંચ દર્દીઓ ના મૃત્યુ નિપજયા છે. દર્દીઓની સંખ્યામાં પણ નહિવત વધારો થયો છે. અને સમગ્ર જિલ્લાના છેલ્લા 48 કલાક દરમિયાન 27 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 33 દર્દીઓને રજા આપવામાં આવી છે.

જામનગર શહેર અને જિલ્લામાં શનિવાર અને રવિવાર ના દિવસો દરમિયાન જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પાંચ દર્દીઓના મૃત્યુ નિપજયા છે, અને જી જી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય સહિત પાંચ દર્દીઓએ દમ તોડયો છે. જેથી જામનગર જિલ્લા માં કોરોના થી મૃત્યુ નો આંકડો 1,017 નો થયો છે. આ ઉપરાંત છેલ્લા 48 કલાક દરમિયાન કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ નહિવત વધારો જોવા મળ્યો છે. જામનગર શહેરના શનિવારે 09 અને રવિવારે 10 સહીત 19 પોઝેટીવ કેસ અને ગ્રામ્ય વિસ્તારના શનિવારે 01 અને રવિવારે 07 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેરના 24 અને ગ્રામ્યના 09 દર્દીઓને બે દિવસ દરમિયાન રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો પાંચ આંકડાએ પહોંચ્યો છે. અને દસ હજારથી વધુ દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7730 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર નો આંકડો 2,315 નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કુલ 10,050 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

વધુ વાંચો

જામનગર

કોંગ્રેસ-ભાજપામાં આયારામ ગયારામ ચાલુ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે મુખ્ય રાજકીય પક્ષોમાં આયારામ-ગયારામનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. જામનગરમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પ્રવેશ કરનાર વોર્ડ નં. 4ના પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા શનિવારે પુન: કોંગ્રેસમાં જોડાઇ જતાં ભાજપની છાવણીમાં સોંપો પડી ગયો હતો. આ ઘટનાને 24 કલાકની અંદર ભાજપે પણ જાણે કે વળતો પ્રહાર કર્યો હોય તેમ વોર્ડ નં. 16ના કોંગ્રેસના પૂર્વ નગરસેવિકા નીતાબેન પરમારના હાથમાં કમળ પકડાવી દીધું હતું. રવિવારે શહેર ભાજપ કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નીતાબેન પરમાર વિધીવત રીતે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશી ગયા હતા. જયારે કોંગ્રેસે સતાવાર રીતે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ