Connect with us

આખરે તંત્ર દ્વારા ફરીથી શહેરમાં સેનેટાઇઝેશન કરાયું

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ માસથી કોરોના વૈશ્ર્વિક મહામારીનો કહેર અવિરત રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને છેલ્લા દોઢ માસથી લોકલ સંક્રમણ ચિંતાજનક રીતે વધી જતાં પોઝીટીવ કેસોની સંખ્યામાં અનેક ગણો ઉછાળો આવ્યો છે. શહેર અને જિલ્લામાં દરરોજના 100 જેટલા પોઝીટીવ કેસો નોંધાય છે અને કોવિડ હોસ્પિટલમાં 8 થી 10 લોકોના મોત નીપજે છે. પરંતુ વહીવટીતંત્ર આ મોત મામલે નિંભર બની જાય છે અને મૃત્યુ આંક જાહેર કરતુ નથી. દોઢ માસથી વધી રહેલા લોકલ સંક્રમણ બાદ આખરે વહીવટીતંત્રની આંખ ખુલી હતી અને રવિવારે શહેરના અનેક વિસ્તારોમાં ફરીથી સેનેટાઇઝેશન શરૂ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણેક માસથી શહેર અને જિલ્લામાં કોરોના લોકલ સંક્રમણ સતત વધતું જાય છે, પ્રાથમિક તબક્કામાં 5-10 કેસ બાદ હવે તો પરિસ્થિતિ એટલી ગંભીર થઇ ગઇ છે કે દરરોજના 100 થી વધુ કેસો નોંધાય છે અને કરૂણતા એ છે કે લોકડાઉન હતુ ત્યારે કેસોની સંખ્યા ઓછી હતી, હવે જેમ-જેમ કેસોની સંખ્યા વધતી જાય છે તેમ-તેમ રાજ્ય સરકાર દ્વારા અનલોક કરાતું જાય છે જેથી પરિસ્થિતિ અતિશય ગંભીર બનવા તરફ જઇ રહી છે. વહીવટીતંત્ર દ્વારા માત્ર અપીલો સિવાય કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી અને સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતા સ્થળોએ કોઇ કાર્યવાહી કરાતી નથી. શહેરમાં અનેક સ્થળોએ લારી, ગલ્લાવાળાઓને ત્યાં સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડતા હોય તેમ લોકોનો સમૂહ જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિઓના કારણે જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી વધી રહેલા લોકલ સંક્રમણથી પરિસ્થિતિ ગંભીર બની ગયાનું આખરે વહીવટીતંત્રને ધ્યાને આવતા રવિવારે શહેરના કે.વી.રોડ, ગ્રેઇન માર્કેટ, સુપર માર્કેટ, પંચેશ્ર્વર ટાવર, ગોવાળની મસ્જિદ, હવાઇ ચોક, આર્યસમાજ રોડ, પવન ચક્કી, નાનકપૂરી, વસંત વાટિકા, ઓશવાળ હોસ્પિટલ રોડ, જોલી બંગલો, એસ.ટી.રોડ, સુમેર ક્લબ સહિતના વિસ્તારોમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

વિડિઓ

જામનગર જિલ્લા સેવાસદનમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

અરજદારોની લાંબી કતારો લાગી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિટલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિયલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ