Connect with us

સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને ટી-20 સીરિઝમાં ઇંગ્લેન્ડની 2-0ની અજેય લીડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઈંગ્લેન્ડે રવિવારે સાઉથેમ્પટનમાં બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને 3 મેચોની સીરિઝમાં 2-0થી અજેય વિજય હાંસલ કર્યો છે. આ જીતથી ઈંગ્લેન્ડ આઈસીસીની ટી20 રેંકિંગમાં ઓસ્ટ્રેલિયાની જગ્યાએ નંબર એક ટીમ બની ગઈ છે. ઈંગ્લિશ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પોતાનું શાનદાર પ્રદર્શન કાયમ રાખતાં અણનમ 77 રનોની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ત્રીજી અને અંતિમ ટી20 8 સપ્ટેમ્બરે રમાશે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડે 2 રનોથી રોમાંચક જીત હાંસલ કરી હતી.

ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ પર 157 રનોનો લક્ષ્યાંક ઈંગ્લેન્ડ ટીમ માટે રાખ્યો હતો. બટલરે 54 બોલમાં 8 ચોગ્ગા અને 2 સિક્સની મદદથી રમેલી ઈનિંગ અને ડેવિડ મલાન (32 બોલ પર 42 રન, 7 ચોગ્ગા)ની સાથે 87 રનોની પાર્ટનરશિપથી ઈંગ્લેન્ડે 18.5 ઓવરોમાં 4 વિકેટ પર 158 રન બનાવીને જીત હાંસલ કરી હતી.

ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 5 ઓવરો સુધી 3 વિકેટ પર 30 રન હતા, જે કેપ્ટન એરોન ફિન્ચ (33 બોલ પર 40) અને માર્ક્સ સ્ટોઈનિસ (26 બોલ પર 35)ના આઉટ થયા બાદ 13 ઓવરોમાં 5 વિકેટ પર 89 રન જ બનાવી સકી હતી. ગ્લેન મેક્સવેલ (18 બોલ 26 રન) અને એશ્ટન એગર (20 બોલ 23 રન)ની ઈંનિંગને કારણે ઓસ્ટ્રેલિયા 7 ઓવરોમાં 68 રન જોડી શકી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડે પણ જોની બેયરસ્ટો (9 રન)ની વિકેટ જલ્દી ગુમાવી દીધી હતી, તે હિટ વિકેટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ બાદ બટલક અને મલાને જવાબદારી સંભાળી. તે બંને સ્કોર 100 રનની પાર લઈ ગયા હતા, પણ તે બાદ ઓસ્ટ્રેલિયાઈ સ્પિનરોએ આક્રમણ કર્યું હતું. અને એગરે (27 રન આપીને બે વિકેટ) મલાન અને ટોમ બેંટન, જ્યારે એડમ જાંમ્પાએ (42 રન-1 વિકેટ) કેપ્ટન ઈયોન મોર્ગન (7 રન)ને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી.

તે બાદ ઈંગ્લેન્ડ દબાણમાં આવી ચૂક્યું હતું, પણ ત્યારે ફિન્ચનો જામ્પાને 19મી ઓવર આપવાનો નિર્ણય ખોટો સાબિત થયો. આ લેગ સ્પિનરે 5 બોલમાં 18 રન આપી દીધા. મોઈન અલી (6 બોલ અણનમ 13 રન)એ સિક્સ અને ફોર ફટકારી હતી, જ્યારે બટલરે વિજયી સિક્સ મારી હતી.

આ પહેલાં ઈંગ્લેન્ડના આદિલ રાશિદ અને માર્ક વુડ (બંને 4 ઓવરોમાં 25 રન આપીને 1 વિકેટ)એ ખુબ જ સારી બોલિંગ કરી હતી, જ્યારે ક્રિસ જોર્ડન (49 રન 2 વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો હતો. પેટ કમિંસ (5 બોલ પર અણનમ 13)ની પારીએ અંતિમ ઓવરમાં જોફ્રા આર્ચર (31 રન આપીને 1)ની બોલિંગે બાજી બગાડી હતી.

સ્પોર્ટ્સ

આઇપીએલ માટે યુએઇ તૈયાર : દુબઇનું સ્ટેડિયમ રોશનીથી ઝળહળી ઉઠ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

યુએઈ આઈપીએલની યજમાની માટે તૈયાર છે. અહીં ત્રણ મેદાનો પર ક્રિકેટ રમાશે. દુબઈમાં 24, અબુ ધાબીમાં 20 અને શારજાહમાં 12 મેચ રમાશે. મંગળવારે દુબઈ અને અબુ ધાબી સ્ટેડિયમને રોશનીથી સજાવાયું હતું. મુંબઈ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ઓપનિંગ મેચ અબુ ધાબીના શેખ જાએદ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન 2004માં લગભગ રૂ.100 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું હતું.

બીસીસીઆઈ આઈપીએલ 2020માં સટ્ટેબાજી અને ફિક્સિંગ રોકવા માટે ફ્રોડ ડિટેક્શન સર્વિસ (એફડીએસ)નો ઉપયોગ કરશે. તેના માટે બોર્ડે યુકેની કંપની સ્પોર્ટ રડાર સાથે કરાર કર્યો છે. એન્ટી કરપ્શન યુનિટ પહેલાથી જ યુએઈમાંછે. સ્પોર્ટ રડાર ફિફા અને યુએફા જેવી મોટી ફૂટબોલ સંસ્થાઓ સાથે પણ કામ કરે છે. કંપની એફડીએસની મદદથી મેચમાં ફિક્સિંગ ઉઘાડું પાડે છે. તેમાં સોફેસ્ટિકેટેડ અલ્ગોરિધમની મદદ લેવાય છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

IPL નું પ્રસારણ પાકિસ્તાનમાં નહિ કરાય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 13મી સિઝનનો પ્રારંભ થવાની તૈયારીમાં છે. તેની પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર  કિંગ્સ વચ્ચે રમાશે.  કોરોના વાયરસ બાદ બીસીસીઆઈએ આ ઇવેન્ટ યોજવા માટે આકરી મહેનત કરેલી છે.
આઇપીએલના ટીવી પ્રસારણ અધિકાર સ્ટાર ટીવી પાસે છે. ટુર્નામેન્ટની 13મી સિઝનનું જીવંત પ્રસારણ 120 દેશમાં થનારું છે. જોકે આ 120 દેશમાં પાકિસ્તાનનો સમાવેશ કરાયો નથી. ભારતમાં હિન્દી અને અંગ્રેજી ઉપરાંત કેટલીક સ્થાનિક ભાષામાં તેનું પ્રસારણ કરાશે જેમાં બંગાળી, મરાઠી, તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ ભાષાનો સમાવેશ થાય છે.

પ્રેક્ષકો ડીઝની પ્લસ હોટસ્ટાર પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે પરંતુ તે માટે તેમની પાસે પ્રીમિયમ મેમ્બરશિપ હોવી જરૂરી છે. બ્રિટનમાં સ્કાય સ્પોર્ટ્સ અને અમેરિકા તથા કેનેડામાં વિલો ટીવી પરથી પ્રસારણ કરાશે.ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં ફોક્સ સ્પોર્ટ્સ પરથી આઇપીએલની મેચો નિહાળી શકાશે. સ્ટાર આ મામલે હાલમાં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના સ્થાનિક બ્રોડકાસ્ટર્સ સાથે વાત કરી રહ્યું છે જેથી તે દેશમાં પણ પ્રસારણ કરી શકાય.

53 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં આઠ ટીમ વચ્ચે 60 મેચ રમાશે. આઇપીએલની પહેલી સિઝન 2008માં રમાઈ ત્યારે તેમાં પાકિસ્તાની ક્રિકેટરો રમ્યા હતા પરંતુ ત્યાર બાદ બંને દેશના સંબંધો વણસતાં પાકિસ્તાની ખેલાડીઓને હરાજીમાં સામેલ કરાતા નથી. હવે તો તે દેશમાં પ્રસારણ પણ થશે નહીં.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

કાંગારૂઓને 24 રને હરાવી 1-1 થી શ્રેણી બરાબરી કરતુ ઇંગ્લેન્ડ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઈંગ્લેન્ડે 3 મેચોની વન ડે સીરિઝનો બીજો મુકાબલો જીતી લીધો છે. યજમાન ટીમે પોતાના બોલર્સના દમ પર કાંગારૂઓને 24 રનોથી માત આપી છે અને સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. 232 રનોનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 48.4 ઓવરોમાં 201 રનો પરથી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ક્રિસ વોક્સ (10-1-32-3), મેન ઓફ ધ મેચ જોફ્રા આર્ચર (10-2-34-3) ઉપરાંત ટોમ કુરેન (9-0-35-3)ની બોલિંગ ઓસ્ટ્રેલિયા પર ભારે પડી ગઈ હતી. હવે સીરિઝની નિર્ણાયક મેચ માનચેસ્ટરમાં જ 16 સપ્ટેમ્બરે રમાશે.

આ પહેલાં લેગ સ્પિનર એડમ જામ્પાની ઓવરોમાં દમદાર બોલિંગથી ઓસ્ટ્રેલિયાએ રવિવારે માન્ચેસ્ટરમાં બીજી વન ડેમાં ઈંગ્લેન્ડને 9 વિકેટ પર 231 રન જ બનાવાનો મોકો આપ્યો હતો. જવાબમાં 37 રનોનાં સ્કોર પર ડેવિડ વોર્નર (6) અને માર્ક્સ સ્ટોઈનિસ (9)એ વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એરોન ફિન્ચ અને માર્નસ લાબુશેને ત્રીજી વિકેટ માટે 107 રનોની પાર્ટનરશિપ કરીને ટીમને સંભાળવાની કોશિશ કરી હતી.

પણ 2 બોલમાં જ ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં 3 વિકેટ તો ક્રિસ વોક્સ લઈ ગયો હતો. આ સાથે જ ઈંગ્લેન્ડે મેચમાં વાપસી કરી લીધી હતી. આ દરમિયાન લાબુશેન (48), મિશેલ માર્શ (1), એરોન ફિન્ચ (73) અને ગ્લેન મેક્સવેલ (1) રન બનાવીને પરત ફર્યા હતા. એટલે કે 147 રનો પર 6 વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં એક બાદ એક વિકેટો પડતી જ ગઈ હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ