Connect with us

ગુજરાત

રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર રોજગાર સેતુનો મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાવ્યો

રોજગારવાંચ્છુ યુવાઓ 63-57-390-390 એક કોલ ડાયલ કરીને રોજગાર સેતુના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે: મુખ્યમંત્રી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર ‘રોજગાર સેતુ’નો પ્રારંભ કરાવ્યો હતો.
દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર 63-57-390-390 ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.
રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (1ર જાન્યુઆરીથી રપ જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘હર હાથ કો કામ, હર ખેતકો પાની’નું સૂત્ર સાકાર કરીને દરેક વ્યક્તિને યોગ્ય કામ મળે અને તેના થકી જી.ડી.પી. વધે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
દરેક યુવાનને રોજગારી પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આપણે 12મી જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઓનલાઇન ભરતીમેળા પખવાડિયાનું આયોજન કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું. આ ઓનલાઇન ભરતી મેળામાં 25,000 જેટલા યુવાનોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે તેવો વિશ્ર્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.


મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે, તેને સાકાર કરવા આવા રોજગાર મેળાનું આયોજન કરીને તેમજ યુવાનોને જોબ સિકર નહીં જોબ ગિવર બનાવવાની આપણી નેમ છે.
અમારે મન યુવા એ ન્યૂ એઇજડ વોટર નહીં, પરંતુ ન્યૂ એઇજડ પાવર છે. યુવાઓની શક્તિ પર નવા ભારતનું નિર્માણ કરવું છે. એટલા માટે રાષ્ટ્રીય યુવા દિવસથી આ અભિયાનની શરૂઆત કરીને યુવા પેઢીને રોજગાર અવસરથી સજ્જ કરી તેને એમ્પાવર્ડ-સશક્ત બનાવવાની દિશા લીધી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્યનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર 63-57-390-390ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.


રોજગાર તાલીમ નિયામક આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા તેમજ જામનગર ખાતેથી કલેક્ટર, રોજગાર મદદનીશ નિયામક સાંડપા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત

હંગામી બઢતી સાથે અધિકારીઓની નિયુકિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયના આરોગ્ય વિભાગના 18 અધિકારીઓને હંગામી ધોરણે નવા સ્કેલ સાથે બઢતી આપી વિવિધ જિલ્લામથકોએ નિયુકિત કરવામાં આવી છે.

જામનગરમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.એ.જી.બથવારને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના ડો.આર.આર.ફિનાવકરને વડોદરાથી બઢતી આપી દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તથા પોરબંદરના આરસીએચઓ ડો.કે.જે.દવેને પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.

વધુ વાંચો

ગુજરાત

રાજ્યમાં 13 ખાણ ખનિજ અધિકારીની તત્કાલિક અસરથી સામુહિક બદલી

દ્વારકા જિલ્લામાં અંજારથી ઘનશ્યામ અરેઠિયા મુકાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.

વધુ વાંચો

ગુજરાત

જામનગર સહીત 6 મહાનગરપાલિકા ની ચુંટણી 21 ફેબ્રુઆરી

નગરપાલિકા અને પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે.

હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ યોજવામાં આવશે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ