Connect with us

રાજ્ય

વાંકિયા ગામની વાડીમાંથી તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સ ઝબ્બે

26,370 ની રોકડ કબ્જે કરી જૂગારધારા અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધાયો : કાલાવડમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા: 6150 ની રોકડ અને ગંજીપના કબ્જે: જામજોધપુરમાં વર્લીના આંકડા લખતો શખ્સ ઝબ્બે: 500 ની રોકડ અને વર્લીનું સાહિત્ય કબ્જે કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ તાલુકાના વાંકિયા ગામની કોબા સીમમાં આવેલા ખેતરમાં તીનપતિનો જૂગાર રમતા આઠ શખ્સોને પોલીસે રૂા.26,370 ની રોકડ સાથે ઝડપી લઇ જૂગારધારા અને જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી હતી. કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા.6150 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના ભગવતીપરામાંથી પોલીસે વર્લીમટકાના આંકડા લખતા શખ્સને રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં આવેલી કોબા સીમ વિસ્તારમાં ગંગારામ દેવજી ભીમાણીના ખેતરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન ગંગારામ દેવજી ભીમાણી, મનહર હસમુખ જોષી, દેવજી રવજી ભીમાણી, દિનેશ ગંગારામ ભાલોડિયા, ઈકબાલ બાબુ તુર્ક, દેવશી કપુ ગડારા, ભીખા નાનજી કગથરા, આંબા ગાંડુ ગડારા સહિતના આઠ શખ્સોને રૂા.26,370 ની રોકડ રકમ અને ગંજીપના સાથે અટકાયત કરી જૂગારધારા તેમજ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, કાલાવડ ગામમાં કાશ્મીરપરા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની જાણના આધારે પોલીસે રેઇડ દરમિયાન જુસબ ઈસ્માઇલ શેખ, હુશેનશા કાસમશા શેખ, અમીરશા મામદશા શેખ, કરીમશા મહેરશા શેખ, કાદરશા કાસમશા શેખ, આદમશા જુસબશા શેખ નામના સાત શખ્સોને ગંજી5ના અને રૂા.6150 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તેમજ ત્રીજો દરોડો, જામજોધપુર ગામમાં મીની બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા વિઠ્ઠલ કારા વરાણિયા નામના શખ્સને રૂા.500 ની રોકડ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ તથા બોલપેન સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો

રાજ્ય

આકાશનો ધરતીને પ્રેમ, ખંભાળિયામાં ખાનાખરાબી

ખંભાળિયામાં 8 કલાકમાં 18 અને 24 કલાકમાં કુલ 19.48 ઇંચ વરસાદ !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે મેઘરાજાએ મનમુકીને વરસવાની સાથે તેમનું રૌદ્ર સ્વરૂપ પણ દેખાડ્યું હતું. આ સાથે ખંભાળિયા પંથકમાં સાંબેલાધારે સાંજે બે કલાકમાં બાર ઈંચ સહિત 21 ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા અનેક સ્થળોએ ખાના-ખરાબીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળિયા શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ત્રાટકેલા આ મુશળધાર વરસાદે વ્યાપક ખાનાખરાબી સર્જી દીધી હતી. ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદથી લોકોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું.

 

 

 

 

 

 

 

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે રવિવારે સવારથી ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સવારે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બપોરે ત્રણેક વાગ્યે ટોપ ગિયારમાં આવી જતા મુશળધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આટલું જ નહીં, ગઈકાલે સાંજે વંટોળિયા જેવા પવન તથા ગાજવીજ સાથે ત્રાટકેલા બે કલાકમાં બાર ઈંચ વરસાદથી ઠેર ઠેર પુરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક લોકોની ઘરવખરી ડૂબી ગઈ હતી.

 

 

 

 

 

 

 

 

ખંભાળિયાના પોશ વિસ્તાર એવા રામનાથ સોસાયટી તથા નજીકના નારાયણનગર વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેના પગલે નારાયણનગરના એક વિસ્તારમાં કમરબુડ પાણીથી ત્રણ મોટરકાર ડૂબી ગઈ હતી. એટલું જ નહીં, આ વિસ્તારના કેટલાક નિચાણવાળા ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આજ રીતે અહીંના શક્તિનગર તથા બંગલાવાડી વિસ્તાર તથા ગોવિંદ તળાવના નીચાણવાળા વિસ્તારોમાં ઉપરવાસથી વિપુલ પ્રમાણમાં પાણી આવતા આશરે 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ જ રીતે અહીંના યોગેશ્ર્વરનગર વિસ્તારમાં પણ અને ઘરોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારના રહીશો ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

 

 

 

 

 

 

 

ખંભાળિયા પંથકમાં ગઇકાલે સવારથી શરૂ થયેલા વરસાદ મોડી રાત્રી સુધી અવિરત રીતે વરસ્યો હતો બપોરે તથા રાત્રીના સમયે થોડો થોડીવાર મેઘરાજાએ પોરો ખાધા બાદ આજે સોમવારે સવારે પણ હજુ વરસાદી વાતાવરણ યથાવત અને સવારે 6 થી 10માં ઝરમર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ખંભાળિયામાં આશરે બે ડઝન જેટલા જવાનો તથા આધુનિક શસ્ત્રસરંજામ સાથે એનડીઆરએફની ટુકડી પણ બોલાવવામાં આવી છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલે સવારથી શરૂ થયેલા આ વરસાદે આજે સવારે દસ વાગ્યા સુધીમાં 490 મીટર (24 ઇંચ ) પાણી વરસાવી દીધું હતું આ સાથે મોસમનો કુલ વરસાદ 775 મીમી નોંધાયો છે.

 

 

 

 

 

 

 

 

આ મુશળધાર વરસાદ તથા ગાજવિજના પગલે અહીંની રામનાથ સોસાયટી, ગાયત્રીનગર, ચાર રસ્તા, વિગેરે વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેના કારણે અહીંના નગર ગેઈટ, નવાપરા, જોધપુર ગેઈટ, વગેરે વિસ્તારોમાં સાંજે પાંચેક કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ જતાં નગરજનોમાં ભારે હાલાકીમાં મુકાઈ ગયા હતા.

ગઈકાલે આ એક મેઘસવારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં અવિરત રીતે વરસી હતી. કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે સમયગાળામાં 11 ઈંચ (355 મી. મી.) સાથે મોસમનો કુલ 725 મીમી વરસાદ વરસી ગયો હતો. આ સાથે દ્વારકામાં 11 ઈંચ (272 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ ચાલુ 17 ઈંચ (420 મીમી) નોંધાયો છે. જ્યારે ભાણવડ તાલુકામાં 7 ઈંચ (182 મીમી) સાથે મોસમનો કુલ વરસાદ 367  મીમી થયો છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ